સંજય દત્ત આપશે ખાસ મિત્રના કટ્ટર દુશ્મનની ફિલ્મના પ્રીમિયરમાં હાજરી

12 November, 2012 05:27 AM IST  | 

સંજય દત્ત આપશે ખાસ મિત્રના કટ્ટર દુશ્મનની ફિલ્મના પ્રીમિયરમાં હાજરી



બૉલીવુડમાં અજય દેવગન અને સંજય દત્ત એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ ગણાય છે. હવે આ દિવાળીએ અજયની ‘સન ઑફ સરદાર’ અને તેના કટ્ટર દુશ્મન શાહરુખ ખાનની ‘જબ તક હૈ જાન’ એકસાથે રિલીઝ થઈ રહી છે અને આ મામલે બન્ને વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સંજયે આજે ખાસ મિત્રના કટ્ટર દુશ્મન શાહરુખની ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરમાં હાજરી આપવાનો નિર્ણય કરતાં બધાને ભારે આશ્ચર્ય થયું છે.

આ વિશે વાત કરતાં સંજયની નજીકની  એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘યશ ચોપડાનાં પત્ની પમેલા ચોપડા અને દીકરા આદિત્ય  ચોપડાએ વ્યક્તિગત રીતે સંજયને પ્રીમિયરમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું જે તેણે સૌજન્યપૂર્વક સ્વીકારી લીધું છે. યશજીના સંજયના પિતા સુનીલ દત્ત સાથે ‘વક્ત’ બની ત્યારથી બહુ સારા સંબંધો હતા એટલે સંજય પત્ની માન્યતા સાથે ‘જબ તક હૈ જાન’ના પ્રીમિયરમાં હાજરી આપશે.’