સ્ત્રી પણ સેક્સને મામલે પોતાની સ્વતંત્ર ચોઇસ કરી જ શકે છેઃ સયાની ગુપ્તા

06 May, 2020 08:12 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સ્ત્રી પણ સેક્સને મામલે પોતાની સ્વતંત્ર ચોઇસ કરી જ શકે છેઃ સયાની ગુપ્તા

માર્ગરિટા વિથ અ સ્ટ્રો ફિલ્મમાં મહીનાનાં ઑડિશન્સ બાદ તેને કામ મળ્યું અને ત્યાર બાદ પાર્ચ્ડ કરી.

ફોર મોર શોટ્સ પ્લિઝની અભિનેત્રી સયાની ગુપ્તા સાથે RJ હર્ષિલે લાઇવ ઇન્ટરવ્યુ કર્યો અને તેમાં સયાનીએ શેર કર્યા આ બિધાસ્ત, બોલ્ડ સિરિયલ સાથેનાં પોતાના અનુભવો.લૉકડાઉનનાં સમયનો સદુપયોગ કરવાની વાતથી શરૂઆત કરતાં સયાની ગુપ્તાએ કહ્યું કે તેણે પોતાના લાઇવ વીડિયોઝ કરવાની શરૂઆત કરી છે અને લૉકડાઉનમાં લાઇવ કરવા બેસ્ટ ઓપ્શન છે એમ કહ્યું. સયાનીએ પોતાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અને એક્ટિંગ અનુભવની વાત કરતા કરતાં કહ્યું કે, “હું મૂળ કોલકત્તાની છું અને દિલ્હી ભણવા ગઇ જ્યાં ખુબ થિએટર કર્યું અને NSDમાં ભણવા જવા માગતી હતી પણ ત્યારે ત્યા સંજોગો અલગ હતા. દિલ્હીમાં નોકરી કર્યા પછી દોઢ વર્ષ બાદ મેં પુના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું. હું ત્યાં ગઇ એટલે આજે હું અહીં પહોંચી. હું સિનેમા મેકિંગ વિષે ઘણું બધું ત્યાં જ શીખી.” સયાની કહે છે કે તે હંમેશાથી જ એક પરફોર્મર રહી છે અને તે મુંબઇ આવી અને એક મહિનામાં જ તેને કામ મળ્યું. તે કહે છે તેને સ્ટ્રગલ શબ્દ તો નથી ગમતો પણ તેને બહુ સરસ અનુભવ મળ્યા. તેણે કુંદન શાહ અને સઇદ મિર્ઝા સાથે ટ્રાવેલ શો કર્યો હતો અને ત્યાર બાદ માનવ કોલને તથાગત ફિલ્મમાં આસિસ્ટ કર્યો. માર્ગરિટા વિથ અ સ્ટ્રો ફિલ્મમાં મહીનાનાં ઑડિશન્સ બાદ તેને કામ મળ્યું અને ત્યાર બાદ પાર્ચ્ડ કરી. આ દરમિયાન તેણે ઘણું થિએટર, એડ ફિલ્મ્સ વગેરે કરી. સયાનીએ જગ્ગા જાસૂસ, ફેન, બાર બાર દેખો જેવી અનેક બૉલીવુડ ફિલ્મો ઉપરાંત ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ કર્યા છે.માર્ગારિટા વિથ અ સ્ટ્રો ફિલ્મથી તેની ઓળખ વધારે ઘાટી થઇ. ઇન્સાઇડ એજ વેબ સિરીઝમાં ક્રિકેટ એનાલિસીસ એક્સપર્ટનું કામ કરનારા સયાની કહે છે કે તેને ક્રિકેટમાં કંઇ બહુ ખાસ ખબર નથી પડતી.

ફોર મોર શોટ્સનું પાત્ર વાંચી તેને લાગ્યું હતું કે આ બહુ બોલ્ડ પાત્ર છે અને શા માટે તેણે આ પાત્ર કરવાની સંમતિ આપી તે અંગે સયાની કહે છે કે, “બોલ્ડ શબ્દને બહુ ચગાવવામાં આવ્યો છે આપણા દેશમાં અને સ્ત્રીઓ વિષે સ્ત્રીઓ દ્વારા એક શો બન્યો તે પણ આ પ્રકારનાં આઇડિયા સાથે તે બહુ જરૂરી હતું.” તેણે સેકન્ડ સિઝનમાં કેટલા ઉંડાણથી અનેક મુદ્દાઓની વાત કરાઇ છે તે વિષે જણાવ્યું. સ્ત્રીઓની સેક્સુઅલ ચોઇસિઝ તરફ કે સ્વતંત્ર નિર્ણયો તરફ સૂગથી ન જોવું જોઇએ તેમ પણ સયાનીએ આ વાતચીતમાં કહ્યું હતું. તેણે સ્ત્રી અને સેક્સ વિષે વાત કરતાં કહ્યું કે, “હંમેશા સ્ત્રીઓ સાથે પુરુષ સેક્સ કરે એમ જ દર્શાવાયું છે પણ સ્ત્રીઓ પણ પોતાની અંગત ચોઇસિઝ ધરાવી શકે છે અને તે જ અહીં કહેવાનો પ્રયાસ કરાયો છે. જો હું કોઇની સાથે ઇન્ટિમેટ થાઉં, કે કોઇની સાથે રોમેન્ટિક લાયઝનિંગ કરું તે તે મારી ચોઇસ છે.મારી ચોઇસને શા માટે રિસ્પેક્ટ મળવો જ જોઇએ.વિદેશનાં ઘણાં શોઝ છે જેમાં સ્ત્રીઓની આ ચોઇસિઝ સાહજિકતાથી દર્શાવાઇ છે તો પછી ભારતમાં આવું નહીં જ થતું હોય અને તે ન દર્શાવવું જોઇએ એમ કહેવાનો કોઇ અર્થ નથી.વિદેશી છોકરીઓનું ચિત્રણ લોકોને ચાલે છે પણ ભારતીય સ્ત્રીને આ રીતે દર્શાવો તો લોકોને આઘાત લાગે છે.ભારતીય સ્ત્રીઓને પણ ‘ઓથેન્ટિકલી’ દર્શાવાય એ તો સમયની માગ છે.”  તેણે શાહરૂખ ખાન સાથે કામ કરવાનાં અનુભવ અંગે કહ્યું કે, “તે બહુ નાની ચીજોનું ધ્યાન રાખીને સિનને ઘણો રીચ કરી દે છે, તેની પાસેથી ઘણું શીખવા જેવું છે.” સયાની ગુપ્તાની આ મુલાકાત એકદમ દિલની આરપાર નીકળી જવા જેવી રહી અને તે ખરેખર જ બહેતરીન અભિનેત્રી છે.

sayani gupta bollywood entertainment news radio city