પ્રિયંકાએ આ વર્ષે દિવાળીમાં પરિવારથી દૂર અમેરિકામાં કરવી પડશે ઉજવણી

09 November, 2012 05:12 AM IST  | 

પ્રિયંકાએ આ વર્ષે દિવાળીમાં પરિવારથી દૂર અમેરિકામાં કરવી પડશે ઉજવણી



પ્રિયંકા ચોપડા જેટલી પ્રોફેશનલ છે એટલી જ પરિવારપ્રેમી પણ છે અને તે પોતાના કામની સાથોસાથ પરિવાર માટે પૂરતો ટાઇમ ફાળવવામાં માને છે. આને કારણે તે ભાઈના પદવીદાન સહિત દરેક કૌટુંબિક પ્રસંગ માટે સમય કાઢી જ લે છે.

પ્રિયંકા દર વર્ષે પોતાના પરિવાર સાથે જ દિવાળીની ઉજવણી કરવાનું પસંદ કરે છે, પણ આ વર્ષે નાછૂટકે તેણે પોતાના પરિવારથી બહુ દૂર અમેરિકામાં દિવાળીનું સેલિબ્રેશન કરવું પડશે. હકીકતમાં પ્રિયંકાને પોતાના મ્યુઝિક-આલબમને લગતા કામ માટે ફરજિયાત આ સમયગાળામાં અમેરિકા જવું પડ્યું છે જેને પરિણામે તેણે તહેવારમાં પરિવાર સાથે રહેવાની તક ગુમાવી દીધી છે.