ત્રણ દાયકા બાદ પૂનમ ઢિલ્લોં ને રણધીર કપૂર એકસાથે

04 April, 2013 05:48 AM IST  | 

ત્રણ દાયકા બાદ પૂનમ ઢિલ્લોં ને રણધીર કપૂર એકસાથે



આ ફિલ્મને લઈને બન્ને કલાકારો ખૂબ જ ઉત્સુક હોવાનું જાણવા મળે છે. ૧૯૮૧માં આવેલી ‘બીવી ઓ બીવી’ અને ૧૯૮૨માં આવેલી ‘સવાલ’માં તેમણે એકસાથે કામ કર્યું હતું.

આ ફિલ્મમાં હીરોની મમ્મીની ભૂમિકા માટે પ્રોડ્યુસર કુમાર તૌરાનીએ પહેલેથી જ પૂનમ ઢિલ્લોંની પસંદગી કરી લીધી હતી. આ બાબતે વાતચીત થતાં પૂનમે તરત જ ફિલ્મ સ્વીકારી લીધી હતી. આ ફિલ્મમાં રણધીર કપૂર હીરોના પિતાની ભૂમિકા ભજવે છે જે તેની કડક સ્વભાવની પત્નીથી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવે છે. આ બન્ને કલાકારો ભૂતકાળમાં એકબીજા સાથે કામ કરી ચૂક્યાં હોવાથી તેમની વચ્ચે કમાલની કેમિસ્ટ્રી હોવાનું જાણવા મળે છે.