અમિતાભ માટે સૅમસંગ Note7નું બૅટરી-ચાર્જિંગ બન્યું માથાનો દુખાવો

01 October, 2016 03:46 AM IST  | 

અમિતાભ માટે સૅમસંગ Note7નું બૅટરી-ચાર્જિંગ બન્યું માથાનો દુખાવો


આ ફોનની બૅટરી ફાટતી હોવાથી એના દુનિયાભરના વપરાશકર્તાઓમાં ભય ફેલાયો છે.

અમિતાભ બચ્ચને ગઈ કાલે ટ્વીટ કરી હતી કે ‘મારી પાસે સૅમસંગ Note7 છે. એનો બૅટરી-ચાર્જ ૬૦ ટકા સુધી મર્યાદિત છે. એ ૧૦૦ ટકા ચાર્જ કરવાની છૂટ તેઓ મને ક્યારે આપશે? મિસ્ટર સૅમસંગ, જવાબ આપો. જરા જલદી.’

અમિતાભ બચ્ચનની આ ટ્વીટનો તેમના ચાહકોએ તત્કાળ પ્રતિભાવ આપ્યો હતો. વિકાસ સિંહ નામના એક ચાહકે ટ્વીટ કરી હતી કે ‘સિનિયર બચ્ચન, એ ફોનમાં બ્લાસ્ટ થઈ શકે છે. એવી અનેક ઘટનાઓ બની છે.’

બૅટરી ઓવરહીટિંગની સમસ્યાને કારણે સૅમસંગે દુનિયાભરમાંથી અંદાજે ૨૫ લાખ ગૅલૅક્સી Note7 ફોન પાછા ખેંચી લીધા છે. આ ફોનનું ભારતમાં આગમન થવાનું બાકી છે, પણ અમિતાભ બચ્ચન માટે આ ફોન માથાનો દુખાવો બન્યાનું કારણ અલગ છે અને કારણ એ છે કે સૅમસંગ Note7 ફોનની બૅટરીને પૂર્ણપણે ચાર્જ કરી નથી શકાતી.

સૅમસંગ અમિતાભ બચ્ચનની ટ્વીટનો શું જવાબ આપે છે અને ૧૫ સપ્ટેમ્બર બાદ બનેલું બીજું Note7 ડિવાઇસ તેમને ક્યારે આપે છે એની રાહ જોવી પડશે.