#MeToo: ગણેશ આચાર્યથી બચવા મેં પિરિયડ્ઝ ચાલે છે એમ કહ્યું

27 February, 2020 08:51 PM IST  |  Mumbai | Mohar Basu

#MeToo: ગણેશ આચાર્યથી બચવા મેં પિરિયડ્ઝ ચાલે છે એમ કહ્યું

એક આસિસ્ટન્ટ ડાન્સરે ગણેશ આચાર્ય સામે FIR નોંધાવી તેને હજી તો માંડ અઠાડિયું જ થયું છે ત્યાં તો બીજી એક સિનિયર બેકગ્રાઉન્ડ ડાન્સરે નેશનલ કમિશન ફોર વિમનનો મંગળવારે સંપર્ક કરીને 1990માં બોલીવુડ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે એ તેની જાતીય સતામણ કરી હતીની ફરિયાદ કરી છે. ગણેશ આચાર્યએ આ ફરિયાદોને પણ રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આ તેની છબી ખરડાવવાના પ્રયાસો છે. આ યુવતીએ નેશનલ કમિશન ફોર વિમનને લખેલા પત્રમાં કહ્યું છે કે 1990માં ગણેશ આચાર્યએ તેણીને પોતાની સાથે સેક્સ કરવા બળજબરી કરી પ્રયાસ કર્યો હતો. 

મહિલાની ફરિયાદમાં શું છે?

આ મહિલાએ મિડ-ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "આ મારી સાથે ત્રણ દાયકા પહેલાં થયુ હતું. મારા લગ્ન થઇ ગયા છે અને મને સંતાનો પણ છે પણ એ જરા પણ બદલાયો નથી. મેં જ્યારે તેની સામે થયેલી ફરિયાદ વિષે વાંચ્યુ ત્યારે જ મને થયું કે મારે પણ બોલવું જ જોઇએ. 1990માં હું અંધેરી વેસ્ટનાં સાહિબા હોલમા જતી જ્યાં કેટલાક માસ્ટર્સ પોતાના ડાન્સ ક્લાસિઝ લેતા. આચાર્ય ત્યારે કમલ માસ્ટરજીના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. હું ત્યારે 18 વર્ષી હતી અને નોન-મેમ્બર ડાન્સર તરીકે કામ કરતી હતી."

"એક દિવસ ગણેશ આચાર્યએ મને કહ્યું કે ઑડિશન્સ માટે જાઇવ શિખવું બહુ જ જરૂરી છે અને મને તેના સાન્તાક્રુઝ ઇસ્ટમાં ચાલતા ક્લાસમાં બોલાવી. ક્લાસિઝનો સમય રવિવારે સવારે 11 વાગ્યે હતો. તેના આસિસ્ટન્ટ દિલીપે મને ખાર સબ વેથી પિક-અપ કરી અને ઇસ્ટ અને વેસ્ટ હોટેલનાં પહેલા માળે એક રૂમ પર છોડી. મને ત્યાં સુધી કશું પણ શંકાસ્પદ નહોતું લાગ્યું.", તેણે ઉમેર્યું.

આ મહિલાએ પોતાના અનુભવની વાત કરતાં કહ્યું, " ત્યાં બીજા કોઇ સ્ટૂડન્ટ્સ નહોતા.ગણેશે મને કહ્યું કે દિલીપ સાઉન્ડ સિસ્ટમ લેવા અને બીજા વિદ્યાર્થીઓને લેવા ગયો છે. મને જાઇવ શિખવાડવાને બહાને તેણે મારી ડોક પર અને ગાલ પર કિસીઝ કરી. જ્યારે મેં તેનો રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને પલંગ પર પટકી અને કહ્યું કે તે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માગે છે ને લગ્ન કરવા માગે છે. મેં એને સતત ના પાડી પણ તેણે મારા શરીર પર હાથ ફેરવવાનું બંધ ન કર્યું. હું બહુ જ ડરી ગઇ હતી અને તેને એમ પણ કહ્યું કે મારા પિરીયડ્ઝ ચાલે છે. તેણે ફાઇનલી મારા પરથી હાથ લઇ લીધા અને પછી બોલ્યો કે, “ક્યા યાર મુડ ખરાબ કર દીયા.” આ પછી તે યુવતી હોટેલની બહાર દોડી ગઇ અને તેના ક્લાસમાં ક્યારેય પાછી ન ફરી. તેણે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, “આ પછી તેણે બીજા વિદ્યાર્થીઓ પાસે મને ફોન કરાવ્યા અને શું તકલીફ છે એમ પુછાવ્યું. તેણે કહ્યું કે એ મારી ફી માફ કરવા પણ તૈયાર છે. હું એક બીજી વ્યક્તિને પણ જાણતી હતી જેની સાથે તેણે આવું જ કંઇ કર્યુ હતું. આ બહુ આઘાત જનક છે કે તે હજી પણ આવું બધું કરે છે, તેના પાવરનો દુરુપયોગ કરે છે.”

પહેલી ફરિયાદીએ કહ્યુ હતું કે એવા બીજા લોકો પણ હશે જેની સાથે તેણે આવુ કર્યું હશે.  આમ કહી તેણે ઉમેર્યું કે, “એ દાવો કરી શકે છે કે લોકો તેની છબી ખરડાવવા માગે છે પણ આવી તો બીજી ઘણી વાતો અને અનુભવો છે. આ ઘટનાને ત્રીસ વર્ષ થઇ ગયા છે પણ મારો ગુસ્સો હજી એમને એમ જ છે. મેં ક્યારેય પણ તેના આ વર્તન વિષે કોઇન કહ્યું નથી, માત્ર મારા પતિને આ વિષે જાણ છે. હવે સમય પાક્યો છે અમે સ્ત્રીઓ આ વિષે બોલીએ", આવું બીજી ફરિયાદીએ કહ્યું હતું.

ગણેશ આચાર્યએ શું કહ્યું?                                                                           

મિડ-ડેએ જ્યારે આચાર્ય સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે આ બધી વાર્તાઓ તથાકથિત છે અને આ તેની સામેનું ષડયંત્ર છે. “મેં પ્રેસ કોન્સફરન્સમાં પણ કહ્યું છે કે કેટલાક લોકો મારી છબી બગાડવા માગે છે કારણકે મેં તેમની સામે પગલાં લીધા છે. તેઓ ઇન્ડસ્ટ્રીના ટ્રેડ યુનિયનનું સુકાન સંભાળે છે. મેં તેમની સામે જે નિર્ણય લીધા છે અને ડાન્સર્સના હિતમાં જે કહ્યું છે તેના કારણે તેમને ખોટ જઇ રહી હોવાથી આ બધું ચાલી રહ્યું છે.  મારી વિરુદ્ધ ઉભા થયેલા બધા જ ખુલ્લા પડશે. તેઓ મારી સામે ભલે કંઇપણ બોલે પણ હું જતું નહી કરું. ”

bollywood bollywood news crime branch mumbai crime news ganesh acharya sexual crime mohar basu