જૉન આજે સુધ્ધાં છે પંકજ ઉધાસનો ઋણી

07 November, 2012 06:02 AM IST  | 

જૉન આજે સુધ્ધાં છે પંકજ ઉધાસનો ઋણી

તાજેતરમાં પંકજ ઉધાસની એક કૉન્સર્ટમાં તેમણે પાકિસ્તાની ગીતકાર ફૈઝ અહમદ ફૈઝની ગઝલોનું પઠન કર્યું હતું. આ કૉન્સર્ટમાં હાજર રહેલા જૉને પોતાની આ લાગણી વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘હું પંકજ ઉધાસને મારા ગુરુ માનું છું, કારણ કે જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં મૉડલ તરીકે નવો આવ્યો હતો ત્યારે તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે તેમના મ્યુઝિક-વિડિયોમાં કામ કરવાની મને તક આપી હતી.’