શાહિદે સાઇન કરી પાંચ કરોડ રૂપિયામાં એન્ડોર્સમેન્ટ ડીલ

07 November, 2012 06:07 AM IST  | 

શાહિદે સાઇન કરી પાંચ કરોડ રૂપિયામાં એન્ડોર્સમેન્ટ ડીલ



ફ્લૉપ ફિલ્મોની હારમાળા બાદ લાગે છે કે હવે શાહિદ કપૂરની કરીઅરની આડે રહેલું પાંદડું ખસી ગયું છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં શાહિદે એક ડીઓડરન્ટની બ્રૅન્ડની એન્ડોર્સમેન્ટ ડીલ પાંચ કરોડ રૂપિયાની તોતિંગ ફી લઈને સાઇન કરી છે.

આ વિશે વાત કરતાં શાહિદની નજીકની એક વ્યક્તિ કહે છે કે ‘હાલમાં શાહિદ પાસે રાજકુમાર સંતોષીની ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ એમ એક જ ફિલ્મ હોવાથી તેની પાસે પુષ્કળ સમય છે અને આ કારણે જ તેણે આ ડીલ સાઇન કરી છે.’

આ ડીઓડરન્ટની બ્રૅન્ડના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે ‘અમે માર્કેટ સર્વેનો અભ્યાસ કર્યા બાદ શાહિદની બ્રૅન્ડ ઍમ્બેસેડર તરીકે પસંદગી કરી છે છે. તેની મહિલા ચાહકોનો વર્ગ બહુ મોટો છે.’