સિન્ગિંગ-કરીઅર અને ફિલ્મોને લીધે પ્રિયંકા ચોપડા છે સુપરબિઝી

16 November, 2012 06:06 AM IST  | 

સિન્ગિંગ-કરીઅર અને ફિલ્મોને લીધે પ્રિયંકા ચોપડા છે સુપરબિઝી



પ્રિયંકા કહે છે, ‘હું અત્યારે બે ફ્રન્ટ પર સાથે કામ કરી રહી છું. સિન્ગિંગ એ ફુલ ટાઇમ જૉબ બની ગયું છે. હું હવે આનાથી વધુ કામ કરી શકું એમ નથી. ‘ક્રિશ’ આવતી દિવાળીએ રિલીઝ થશે અને અત્યારે હું ‘ઝંજીર’નું કામ શરૂ કરી રહી છું. એ પછી મારાં સૉન્ગ્સ પ્રમોટ કરવા હું લૉસ ઍન્જલસ જઈશ. ત્યાર પછી આવતા વર્ષે ‘મિલન ટૉકીઝ’ અને ‘ગુંડે’ શરૂ થશે.’

હવે તેની સારી અભિનેત્રીઓમાં ગણના થવા લાગી છે એ બાબતે પ્રિયંકા ઘણી ખુશ છે. તે કહે છે, ‘મને હંમેશાં દર વર્ષે એક જ ફિલ્મ કરવાનું ગમે છે, જે મારામાંની અભિનેત્રીને ઉજાગર કરે. કમર્શિયલ ફિલ્મોની સાથોસાથ અભિનયના સ્કોપવાળી ફિલ્મો પસંદ કરવા બાબતે પણ હું ખૂબ સભાન છું અને એટલે જ ‘કમીને’, ‘સાત ખૂન માફ’, ‘ફૅશન’, ‘વૉટ્સ યૉર રાશિ’ કે ‘ઐતરાઝ’ જેવી ફિલ્મો મેં કરી છે. તમે ‘કમીને’ જોશો તો એમાં આખી ફિલ્મમાં મારા માત્ર ૧૮ સીન છે, પણ મારો એ આખો પાર્ટ ખૂબ સશક્ત છે.’