દેવ આનંદે રણવીરને મદદ કરી?

30 May, 2013 05:44 AM IST  | 

દેવ આનંદે રણવીરને મદદ કરી?




જાણવા મળે છે કે તેની આગામી ફિલ્મ ‘લૂટેરા’ માટે તેણે પોતાના પાત્રની તૈયારી કરવા દેવ આનંદની જૂની ક્લાસિક ફિલ્મો જોઈ હતી.

કહેવાય છે કે જ્યારે તેણે આ ફિલ્મ સાઇન કરી હતી ત્યારે ડિરેક્ટરે તેને તેની આંખો દ્વારા ભાવના દર્શાવવાની પ્રૅક્ટિસ કરવા કહ્યું હતું. દેવ આનંદ પોતાના મનની વાતો આંખો અને એક્સપ્રેશન્સ દ્વારા બતાવવા માટે જાણીતા છે. તેથી જ ડિરેક્ટરે તેને દેવ આનંદની જેમ ચહેરાના હાવભાવ દ્વારા ફીલિંગ્સ પ્રગટ કરવાની ટ્રિક શીખવા કહ્યું હતું. અને તેથી જ રણવીરે દેવ આનંદની ફિલ્મો જોઈને આ ફિલ્મમાં તેમના જેવો અભિનય કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેવાય છે.