અમરીશ પુરીના જન્મ દિવસે તેમની યાદમાં ગૂગલે બનાવ્યુ ડૂડલ

22 June, 2019 10:31 AM IST  | 

અમરીશ પુરીના જન્મ દિવસે તેમની યાદમાં ગૂગલે બનાવ્યુ ડૂડલ

અમરીશ પુરીની યાદમાં ગૂગલે બનાવ્યુ ડૂડલ

અમરીશ પુરીના જન્મ દિવસે તેમની યાદમાં ગૂગલે બનાવ્યુ ડૂડલ

બોલીવુડના દિગ્ગજ એક્ટર અમરીશ પુરીનો આજે 87મો જન્મદિવસ છે. ગૂગલે અમરીશ પુરીને તેમના જન્મ દિવસે તેમને યાદ કરતા ડૂડલ બનાવ્યું છે. અમરીશ પૂરી ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી એક્ટર્સ માંથી એક છે. અમરીશ પુરીનો જન્મ 22 જૂન 1932ના પંજાબના જાલંધરમાં થયો હતો. 1967માં અમરીશ પુરીએ મરાઠી ફિલ્મ 'શંતતુ! કોર્ટ ચાલુ આહે' સાથે ફિલ્મી જગતમાં પગ મુક્યો હતો અને બોલીવુડ ફિલ્મોમાં 1971માં 'રેશમા ઔર શેરા' સાથે ડેબ્યૂ કર્યું હતું.

અમરીશ પુરી તેમના નેગેટીવ રોલ માટે જાણીતા છે. અમરીશ પુરીએ વિલન તરીકે ઘણી ફિલ્મોમાં કર્યું હતું, મિસ્ટર ઈન્ડિયા, શહેનશાહ, કરણ-અર્જુન, કોયલા, દિલજલે, વિશ્વાત્મા, તહલકા, ગદર, રામ-લખન. દામિની, નાયક જેવા કેરેક્ટર્સે તેમને દર્શકોના દિલમાં હંમેશા જીવતા રાખ્યા છે. અમરીશ પુરીના વિલનના રોલના કારણે પણ કેટલીક ફિલ્મો હિટ થઈ તેવુ કહી શકાય. 12 જાન્યુઆરી 2005માં વિલનના એક યુગનો અંત આવ્યો અને અમરીશ પુરીએ દુનિયાને અલવિદા કહ્યું. અમરીશ પુરી ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેમના કેરેક્ટર્સ, ડાયલોગ દ્વારા લોકોના દિલમાં જીવતા છે અને હંમેશા રહેશે.

આ પણ વાંચો: જાણો કેવી હોય છે બિઝનેસમેન મુકેશ અંબાણીની સિક્યોરિટી

અમરીશ પુરીની યાદમાં આજે ગૂગલે ડૂડલ બનાવ્યુ છે અને ગૂગલે પોસ્ટમાં લખ્યું હતું કે, જો તમને એકવારમાં સફળતા ન મળે તો તમારે તેની માટે વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. બની શકે તમે અમરીશ પુરીની જેમ અંત સમયમાં સફળ બની જાય. પોતાના સપનાઓ પૂરા કરવા માટે તમારે શરૂઆતી સમયમાં અસફળતાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તેમાથી બહાર નીકળી શકાય છે.

gujarati mid-day bollywood news