દબદબાવાળી દબંગ ૨ની શરૂઆત: પહેલા ત્રણ દિવસમાં ૬૧ કરોડ રૂપિયા

25 December, 2012 06:21 AM IST  | 

દબદબાવાળી દબંગ ૨ની શરૂઆત: પહેલા ત્રણ દિવસમાં ૬૧ કરોડ રૂપિયા



સલમાનની આ પહેલી ફિલ્મ છે જે રજાઓ ન હોય એવા દિવસોમાં રિલીઝ થઈ છે. ઓપનિંગ દિવસે જ ‘દબંગ ૨’નું કલેક્શન ૨૦ કરોડ રૂપિયા થયેલું. જોકે બીજા દિવસે એમાં થોડો ઉતાર આવ્યો અને ૧૭ કરોડ રૂપિયાનું કલેક્શન થયું. T20 ક્રિકેટ સિરીઝ હોવા છતાં રવિવારે ફિલ્મે ૨૪ કરોડ રૂપિયા રળ્યાં. પહેલા ત્રણ દિવસનું કલેક્શન ૬૧ કરોડ રૂપિયાનું થવાથી સલ્લુની આ પહેલાંની ‘એક થા ટાઇગર’ (૫૭ કરોડ) પણ પાછળ રહી ગઈ.

નાગપુરના એક્ઝિબિટર અને ડિસ્ટ્રિબ્યુટર અક્ષય રાઠી કહે છે, ‘આજકાલ સલમાનનો હાથ જ્યાં લાગે છે એ સોનું બની જાય છે. રજાનો દિવસ ન હોવા છતાં આટલું ધરખમ કલેક્શન થયું છે. સોમવારે પણ એ જ ગતિએ કલેક્શન થયું હતું. હવે ૧૧ જાન્યુઆરી સુધી કોઈ નવી મોટી ફિલ્મ નથી આવી રહી ત્યારે લાગે છે કે ફિલ્મ મોટી બ્લૉકબસ્ટર હિટ બનશે.’