રંગોલીનાં ટ્વિટર એકાઉન્ટ, કંગનાની વાત અને બબીતા ફોગટનું કનેક્શન

18 April, 2020 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રંગોલીનાં ટ્વિટર એકાઉન્ટ, કંગનાની વાત અને બબીતા ફોગટનું કનેક્શન

કંગના તેની બહેન રંગોલી સાથે

કંગના રાણૌત બૉલીવુડની પંગા ક્વિન છે અને એ હકીકત કોઇ બદલી શકે એમ નથી ત્યારે તેની બહેન રંગોલી ચંદેલનું ટ્વિટર એકાઉન્ટ ગઇ કાલે જ સસ્પેન્ટ કરાયું છે ત્યારે કંગના શા માટે ચૂપ રહ વળી. જો કે રંગોલીએ કરેલી બેફામ ટિપ્પણીઓને કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ટ કરાયું હતું અને તેમે એક ચોક્કસ વર્ગ વિરુદ્ધ ખોટી ટકોર કરી હતી. કંપના રાણૌતે પોતાની બહેનનું એકાઉન્ટ સસ્પેન્ડ થવાની વાતને લઇને પોતાના વિચાર સોશ્યલ મીડિયા પર જ શેર કર્યા હતા. કંગના રણૌતે કહ્યું કે તેની બહેને જે પણ લખ્યું તેમાં તેણે એમ કહ્યુ હતું કે જે લોકો ડોક્ટરો પર પથ્થર મારા કરે છે તેમને ગોળીએ દઇ દેવા જોઇએ પણ ફરાહ અલી ખાન અને રીમા કાગતીનો દાવો સાવ બોગસ છે કારણકે મારી બહેને ક્યાંય એમ નથી કહ્યું કે મુસલમાનોને ગોળીએ દઇ દેવા જોઇએ, તેણે મુસલમાનોને ટાર્ગેટ કર્યા જ નથી.કંગનાએ તો ત્યાં સુધી કહ્યું કે જો કોઇ સાબિત કરી શકે કે મારી બહેન આવું કંઇ બોલી હતી તો એ સામેથી જ માફી માગી લેશે.કંગનાએ ઉમેર્યું કે, “અમે એમ નથી માનતા કે બધા મુસલમાનો આતંકવાદી હોય છે કે બધા મુસલમાનો પોલીસો કે ડૉક્ટરો પર હુમલા કરે છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે જ્યાં પૈસા ખાઇને અમારી જ હોડીમા કાણાં પાડવામાં આવે છે તે બંધ કરી દેવા જોઇએ. આવા પ્લેટફોર્મ્સનાં દાણા પાણી જ બંધ કરી દેવા જોઇએ.” તેણે ઉમેર્યું કે અહીં લોકો વડાપ્રધાન અને અમિત શાહ માટે પણ બેફામ બોલે છે અને આવા પ્લેટફોર્મ્સ બંધ જ કરી દેવા જોઇએ.આજ જો બબીતાજીને કંઇ થશે તો ફરી ક્યારેય રાષ્ટ્ર માટે કોઇ અવાજ નહીં ઉઠાવે. 

 અહીં કંગનાએ બબીતા ફોગટને સંદર્ભે કહ્યું હતું કારણકે તેણે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે તબલિગી સમાજનાં લોકો તરફથી તેને ધમકી મળી રહી છે. બબીતા ફોગટે પોતે જમાત અંગે અગાઉ ટ્વિટર પર વિરોધી ટિપ્પણી કરી હતી અને તેના સંદર્ભે એમ કહ્યું હતું તે કંઇ ઝાહિરા વસીમ (દંગલ અને સિક્રેટ સુપરસ્ટારની એકટ્રેસ) નથી કે જમાતની ધમકીઓથી ગભરાઇ જાય. બબીતા ફોગટે પોતાના પહેલાંના વિવાદી ટ્વિટમા લખ્યું હતું કે કોરોના વાઇરસ દેશની બીજી સમસ્યા છે પહેલી સમસ્યા હજી પણ તબલીગી જમાત છે. આ ટ્વિટ પછી બબીતા ફોગટને મીડિયા પર બહુ જ ટ્રોલ કરાઇ પણ તેને સમર્થન પણ મળ્યું.

રંગોલીએ કહ્યું આમ

આ તરફ રંગોલીએ કહ્યું કે તેનું ટ્વિટર બંધ કરવું એ પૂર્વગ્રહને કારણે લેવાયેલો નિર્ણય છે તો ફરાહ ખાને તો ટ્વિટર ઇન્ડિયાનો આભાર માન્યો હતો કે તેમણે આ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. ફરાહે લખ્યુ કે તેણે આ એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કારણકે તે એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરે છે અને લિબ્રલ મીડિયા સાથે તેમને પણ ગોળીએ દઇ દેવાની વાત કરીને પોતાની જાતને નાઝીવાદી સાથે સરખાવી.

kangana ranaut farah khan entertainment news bollywood rangoli chandel