કનિકા કપૂર પ્લાઝ્મા થેરાપી માટે રક્તદાન નહીં કરી શકે

13 May, 2020 07:56 PM IST  |  Lucknow | Gujarati Mid-Day Online Correspondent

કનિકા કપૂર પ્લાઝ્મા થેરાપી માટે રક્તદાન નહીં કરી શકે

કોરોનામાંથી મુક્ત થયા બાદ તે હાલમાં લખનૌમાં તેના પરિવાર સાથે રહે છે.

કોરોના વાઇરસને બૉલીવુડ ગાયિકા કનિકા કપૂર ભારે ચર્ચામાં આવી ગઇ હતી અને તેણે કહ્યું હતું કે તે પોતે કોરોનાવાઇરસમાંથી બેઠી થઇ પછી પ્લાઝ્મા ડોનેટ કરવા તૈયાર છે. જો કે તેની ફેમિલી હિસ્ટરીને જોતા ડૉક્ટરોએ તેના પ્લાઝ્માનો ઉપયોગ કરવાની મનાઇ કરી દીધી છે. કિંગ જ્યોર્જ યુનિવર્સિટીનાં બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન વિભાગનાં અધ્યક્ષ ડૉ. તૂલિકા ચંદ્રાએ મંગળવારે કહ્યું કે, સિંગર કનિકાએ પોતાના પરિવારનાં સ્વાસ્થ્યની જે હિસ્ટ્રી જણાવી છે તે જોઇ હૉસ્પિટલે કોરોનાવાઇરસથી સંક્રમિત લોકોની સારવાર માટે તેના પ્લાઝ્મા લેવાની સાફ મનાઇ ફરમાવી દીધી છે.

ડૉ.તૂલિકાએ કહ્યું કે, આ ફેમિલી હિસ્ટ્રીની વિગતો મીડિયામાં તો નહીં આપી શકાય કારણકે તેખાનગી રાખવી એ નિયમ છે. જો કે ભવિષ્યમાં કોઇ રિસર્ચ માટે તેના પ્લાઝ્માનો ઉપયોગ થઇ શકે છે.” આ તરફ કરીમ મોરાનીની દીકરી ઝોયાએ પ્લાઝ્મા થેરાપી ટ્રાયલ્સ માટે રક્તદાન કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ પણ કરી હતી અને લખ્યું હતું કે જે Covid-19માંથી સાજા થયા હોય તેમણે આમાં ભાગ લેવો જોઇએ.

કનિકા કપૂર માર્ચનાં પહેલા અઠવાડિયામાં લંડનથી પાછી ફરી હતી અને ત્યારબાદ તેની તબિયત લથડતાં ટેસ્ટ કરાયો ત્યારે ખબર પડી હતી કે તેને કોરોના પૉઝિટીવ હતી. તેણે લખનૌમાં પાર્ટી પણ કરી હતી જેને પગલે ભારે હોબાળો થયો હતો અને પછી સારવાર દરમિયાન તેના દર બે દિવસે ટેસ્ટ કરાતા હતા. કોરોનામાંથી મુક્ત થયા બાદ તે હાલમાં લખનૌમાં તેના પરિવાર સાથે રહે છે.

coronavirus covid19 mumbai entertainment news bollywood news kanika kapoor