પાકિસ્તાની હોસ્ટે કરી ઇરફાન અને શ્રીદેવીનાં મોતની મજાક, માંગી માફી

04 May, 2020 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પાકિસ્તાની હોસ્ટે કરી ઇરફાન અને શ્રીદેવીનાં મોતની મજાક, માંગી માફી

એંકર આમિરે એમ કહ્યું કે અદનાને રાણી મુખર્જી અને બિપાશા બાસુની જિંદગી બચાવી છે. અદનાને જ્યારે ગુંચવાઇને પુછ્યુ કેવી રીતે તો લિયાકત હુસેને બેહુદી મજાક કરી.

આમિર લિયાકતે હુસેન પાકિસ્તાનના જાણીતા એંકર અને ટેલિવિઝન પર્સનાલિટી છે. તેમણે તાજેતરમાં જ ઇરફાન ખાન અને શ્રીદેવી અંગે અણછાજતી ટિપ્પણી કરી હતી જેને પગલે અંતે માફી માગવાનો વારો આવ્યો હતો. મૂળ તેણે વાત શરૂ કરી હતી જેમાં ઇરફાન અને શ્રીદેવીનો ઉલ્લેખ હતો. તેણે પોતાના શો ના સેગમેન્ટ જીવે પાકિસ્તાનમાં ફિલ્મી દુનિયાને જે મોતનો આઘાત લાગ્યો છે તેનાથી વાત શરૂ કરી અને તેની સાથે એક્ટર અદનાન સિદ્દીકી હતો જેની સાથે તેણે આ ચર્ચા શરૂ કરી હતી. અદનાને શ્રીદેવી અને ઇરફાન ખાન સાથે અભિનય કર્યો છે.

એંકર આમિરે એમ કહ્યું કે અદનાને રાણી મુખર્જી અને બિપાશા બાસુની જિંદગી બચાવી છે. અદનાને જ્યારે ગુંચવાઇને પુછ્યુ કેવી રીતે તો લિયાકત હુસેને બેહુદી મજાક કરતાં કહ્યુ કે પાકિસ્તાનની બહારનાં જે કલાકારોએ અદનાન સાથે કામ કર્યું છે તે મૃત્યુ પામ્યા છે.

તેણે ઉમેર્યું કે, “અદનાને મોમમાં શ્રીદેવી સાથે કામ કર્યુ અને પછી તમે ઇરફાન સાથે પણ કામ કર્યુ અને બંન્ને ગુજરી ગયા. તમને જિસ્મ 2 અને મર્દાની 2 પણ ઑફર થયા હતા પણ તમે એ ન કર્યા, બંન્ને અભિનેત્રીઓની જિંદગી તમારે કારણે જતો બચી છે.”

લિયાકતની આ ટિપ્પણીથી અદનાનને ન ગમ્યું હોય તે સ્પષ્ટ હતું અને તેમણે આ અંગે તેને ટોક્ય અને કહ્યુ કે આમ ન બોલવું જોઇએ, આ મજાકની વાત નથી. અદનાને ઇરફાન ખાન સાથે 2007માં અ માઇટી હાર્ટમાં કામ ક્રયું હતું અને તેમાં એન્જેલિના જોલીએ પણ ઇરફાન સાથે અભિનય કર્યો હતો. લિયાકત હુસેનને માથે આ માટે બહુ માછલા ધોવાયા અને ત્યાર બાદ તેણે આવી ટિપ્પણીઓ કરવા બદલ માફી માગી હતી. તેણે પોસ્ટ કરેલા વીડિયોમાં તેણે કહ્યું હતું કે, “ક્યારેક લાઇવ શોમાં તમે બોલવા પરનો કાબુ ગુમાવી બેસો છો અને અને ત્યારે તમને એ બહુ મોટી વાત નથી લાગતી પણ મને પછી વિચાર આવ્યો ત્યારે સમજાયું કે મેં જે કર્યુ તે ઠીક નહોતું. હું ખરેખ માફી માંગું છું અને માણસાઇનો અને માણસનો મલાજો રાખીને પણ મારે આ રીતે નહોતું બોલવાનું, મેં ભૂલ કરી છે.”

આ તરફ અદનાને એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, “મને નથી ખબર કે મને જે ફિલ થાય છે કયા શબ્દોમાં વર્ણવવું, પણ આ તો મારે કહેવું જ પડશે, મને ચેટ શો જીવે પાકિસ્તાનમાં બોલાવાયો હતો અને એંકર આમિર લિયાકત સાહબે બહુ જ ખોટી બાબત પર મજાક કરી, આ બંન્ને અદાકારો મારી બહુ નજીક હતા અને માણસાઇની દ્રષ્ટિએ પણ આ બહુ ખોટું થયું છે,આ મજાકને તો બિલો ધી બેલ્ટ પણ ન કહી શકાય. જેમનું નિધન થયું છે તેવી વ્યક્તિ પર આ બહુ બેહુદો જોક હતો અને આ માત્ર તેને કે મને નહીં પણ આખા દેશની છબી ખરડે તેવી સ્થિતિ થઇ ગઇ. મને એ શો પર જવાનો અફસોસ છે અને આવું કશું પણ હું ભવિષ્યમાં નહીં ચલાવી લઉં, મને આશા હતી કે આ વસ્તુ ટેલિકાસ્ટ જ ન થાય પણ એમ થયું અને હું ફરી માફી માંગુ છું.” શ્રીદેવીનું મૃત્યુ 2018માં થયું હતું અને ઇરફાન ખાનનું નિધન 29 એપ્રિલના રોજ થયું. ઇરફાન કેન્સરથી પીડાતા હતા.

bollywood sridevi irrfan khan pakistan bollywood news