કપિલ શર્માએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કરી મુલાકાત, કરી આ વાત

05 February, 2019 06:01 PM IST  |  નવી દિલ્હી

કપિલ શર્માએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કરી મુલાકાત, કરી આ વાત

કપિલ શર્માએ મનમોહન સિંહ સાથે સોશિયલ મીડિયા પર તસવીર કરી શેર.

કોમેડિયન કપિલ શર્માના 'ધ કપિલ શર્મા શૉ' એ એકવાર ફરી સારી સ્પીડ પકડી લીધી છે. તાજેતરમાં જ જ્યારે તેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે કપિલ શર્માએ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સાથે મુલાકાત કરી છે અને આ મુલાકાતને લઈને સોશિયલ મીડિયા પર જાણકારી પણ આપી છે.

કપિલ શર્માએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેઓ લખે છે, 'આદરણીય ડૉ. મનમોહન સિંહ, તમારો ઉત્સાહ, હોસ્પિટાલિટી અને અમૃતસરને લઈને અને ખાસ કરીને મારી કોલેજ અને ફૂડને લઈને હાર્ટ ટુ હાર્ટ કન્વર્ઝેશન કરવા માટે ખૂબ ધન્યવાદ. તમારા જેવા સિમ્પલ સ્ટેટ્સમેનને મળવું અને મેડમ પાસેથી આશીર્વાદ મળવા એ સન્માનની વાત છે. ધન્યવાદ.'

આ પોસ્ટને શેર કરીને કપિલ શર્માએ બે તસવીરો શેર કરી છે જેમાં તે ડૉ. મનમોહન સિંહ અને તેમની પત્ની સાથે જોવા મળે છે.

manmohan singh kapil sharma