રણવીરની 83ની મર્ચન્ડાઇઝ લઈને આવ્યો મહેશ ભૂપતિ

07 March, 2020 01:40 PM IST  |  Mumbai

રણવીરની 83ની મર્ચન્ડાઇઝ લઈને આવ્યો મહેશ ભૂપતિ

જે બાત! : ‘૮૩’ની મર્ચન્ડાઇઝ સાથે (ડાબેથી) મહેશ ભૂપતિ, રણવીર સિંહ અને કબીર ખાન.

રણવીર સિંહની ‘૮૩’ની મર્ચન્ડાઇઝ બનાવવામાં આવી રહી છે અને એ ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ બનાવી રહ્યો છે. મહેશ ભૂપતિ ‘સ્વૅગ ફૅશન’ લાઇફસ્ટાઇલ બ્રૅન્ડ ધરાવે છે. તેણે ‘૮૩’ના પ્રોડક્શન હાઉસ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને ફૅન્ટમ ફિલ્મ્સ સાથે આ માટે હાથ મિલાવ્યા છે. ૧૯૮૩માં ભારતે પહેલી વાર ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો એના પર ફિલ્મ બની રહી છે. આ ઐતિહાસિક ઘટનાને લઈને ફિલ્મની હવે મર્ચન્ડાઇઝ બની રહી છે. આ વિશે ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને કહ્યું હતું કે ‘કેટલીક ફિલ્મોને લેગસી બનાવવાનો ચાન્સ મળે છે અને મને ખુશી છે કે ‘૮૩’ને આ ચાન્સ મળ્યો છે. મારી ફિલ્મને આ ચાન્સ મળ્યો છે જે ફિલ્મ બાદ પણ હંમેશાં લોકો માટે યાદગાર રહેશે.’

આ વિશે વાત કરતાં મહેશ ભૂપતિએ કહ્યું હતું કે ‘બ્રૅન્ડ ૮૩ દ્વારા ક્રિકેટ અને બૉલીવુડને એકસાથે આવવાનો અવસર મળ્યો છે. મને લાગે છે કે ઇન્ડિયામાં ક્રિકેટને લઈને બનાવવામાં આવતી બ્રૅન્ડની અછત છે. કપડાં, ઍક્સેસરીઝ, ઘડિયાળ, હોમ રીટેલ અને બૅન્કિંગ જેવા અમારા પાર્ટનર છે જે આ બ્રૅન્ડને આગળ લઈ જવા માટે અમારી મદદ કરશે.’

રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના ગ્રુપ સીઈઓ શિબાશિષ સરકારનું કહેવું છે કે તેઓ આ ફિલ્મને એટલા માટે બનાવી રહ્યા છે કે એનાથી આજની પેઢી એ સમયને ફરી જીવી શકે. તેમ જ આ મર્ચન્ડાઇઝ દ્વારા તેઓ એને ઘરે પણ લઈ જઈ શકે એવી તેમની યોજના છે. ‘૮૩’ને દસ એપ્રિલે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.

ranveer singh kabir khan mahesh bhupathi bollywood news entertainment news