માઇન્ડને કાબૂમાં રાખવા માટે પણ વર્કઆઉટ બહુ મહત્ત્વનું છે

29 November, 2021 09:19 AM IST  |  Mumbai | Rashmin Shah

‘રાધાક્રિષ્ન’, ‘હીરો - ગાયબ મોડ ઑન’થી લઈને અત્યારે એન્ડ ટીવીની સિરિયલ ‘બાલ શિવ’માં જોવા મળતો ક્રિપ સૂરિ વર્કઆઉટ ઉપરાંત દરરોજ પચ્ચીસ કિલોમીટરનું સાઇક્લિંગ કરે છે. ક્રિપ માને છે કે જો માઇન્ડ તમારા કન્ટ્રોલમાં હોય તો તમને ક્યારેય થાક સુધ્ધાં ન લાગે

માઇન્ડને કાબૂમાં રાખવા માટે પણ વર્કઆઉટ બહુ મહત્ત્વનું છે

મેં મોટા ભાગનાં કૅરૅક્ટર જે કર્યાં એ માયથોલૉજી બેઝ કર્યાં. અત્યારે પણ હું ‘બાલ શિવ’માં છું જે માયથોલૉજી સિરિયલ છે. માયથોલૉજીનું કૅરૅક્ટર ઑર્ડિનરી ન હોય. એ કૅરૅક્ટર લાર્જર ધૅન લાઇફ હોય જેના માટે કન્વિક્શન લાવવું પડે અને એ કન્વિક્શન માટે બૉડીથી લઈને બૉડી-લૅન્ગ્વેજ અને ડાયલૉગ ડિસ્કશન પર ડિટેલમાં કામ કરવું પડે. માયથોલૉજી છે એટલે ગેટઅપ અને હેવી કૉસ્ચ્યુમ્સ રહેવાનાં અને એ બધા સાથે સતત કૅમેરા સામે ઊભા રહેવાનું અને એ પણ ફ્લડ-લાઇટ્સ સાથે. નૅચરલી આ બધામાં બૉડી ડીહાઇડ્રેટ ન થાય?
ના, ન થાય. મારા આ જવાબથી તમને નવાઈ લાગે તો પણ આ જ સાચું છે, કારણ કે તમારું બૉડી કમાન્ડ ફૉલો કરે છે જેનો કમાન્ડર છે માઇન્ડ. આપણે બધા એ કમાન્ડરને આધીન છીએ. માઇન્ડ બૉડીને કમાન્ડ આપે છે કે હવે સૂવાનું છે તો બૉડી શું કરે? સૂઈ જાય. માઇન્ડ કમાન્ડ આપે કે હવે થાક લાગ્યો છે તો બૉડીને એ થાકનો અનુભવ થવા માંડે. કહેવાનો ભાવાર્થ એ કે તમારે તમારા માઇન્ડને, તમારા બૉડીના કમાન્ડરને કાબૂમાં લેવો પડે. મારી વાત કરું તો મેં એકધારા સો કલાક કામ કર્યું છે. દસ મિનિટની પણ પાવરનૅપ લીધા વિના અને એ પછી પણ પૂરેપૂરી એનર્જી સાથે. હું કહીશ કે જો માઇન્ડ પર કન્ટ્રોલ નથી તો તમે અડધી બાજી હારી ગયા. આજે પણ મારે જેટલું કામ કરવું હોય એટલું કામ હું કોઈ પણ જાતના બ્રેક વિના કરી શકું છું. મને કોઈ અલાર્મની પણ જરૂર નથી પડી. મારી બૉડી ક્લૉક અને માઇન્ડ મને ઍક્ટિવ રાખે છે. સવારે છ વાગ્યે જાગવું હોય તો ઑટોમેટિકલી ઊંઘ ઊડી જાય. જે સમયે તમે આ કાબૂ માઇન્ડ પર મેળવી લીધો એ સમયે તમે અડધી બાજી જીતી ગયા. ગૅરન્ટી મારી.
માઇન્ડ છે સર્વોચ્ચ
મારું વર્કઆઉટ ફિક્સ છે. એકથી દોઢ કલાક જિમિંગ કરવાનું. જિમ વર્કઆઉટ સાથે રોજ ૨પ કિલોમીટર સાઇક્લિંગ હોય. મલાડથી ચાર બંગલા સુધીનું મારું સાઇક્લિંગ ફિક્સ છે. એમાં કોઈ બ્રેક નહીં લેવાનો. વિન્ટર હોય, મૉન્સૂન હોય કે પછી કોઈ પણ સીઝન હોય - સાઇક્લિંગ કરવાનું એટલે કરવાનું જ.
આ બન્ને રૂટીન ફિક્સ છે. બૉડીને કોઈ એક પ્રકારે ઢાળવાનું શરૂ કરો ત્યારે બૉડી રેઝિસ્ટ કરે. રૂટીન બનાવવું હોય તો તમારે સતત એ કામ કરતા રહેવું પડે. જો ચેઇન બ્રેક થાય તો રૂટીન ક્યારેય સેટ ન થાય. આ જ કારણે મેં વર્કઆઉટ અને સાઇક્લિંગના રૂટીનને ક્યારેય તૂટવા નથી દીધું.
વર્કઆઉટ ફિક્સ

વર્કઆઉટ માત્ર સારા લુક માટે થાય એવું નથી. એ તો વર્કઆઉટની બાય-પ્રોડક્ટ છે. વર્કઆઉટનો સૌથી મોટો ફાયદો એ છે કે બ્લડ-સર્ક્યુલેશન અને હાર્ટ-પમ્પિંગ એનાથી સુધરે છે. આ બન્ને ફાયદાઓને કારણે માઇન્ડ અને બૉડી એક લેન્ગ્થ પર આવે છે, પૉઝિટિવિટી આવે છે અને મેન્ટલી સ્ટ્રૉન્ગનેસ પણ આવે છે. બ્લડ-સર્ક્યુલેશનના બાહ્ય લુકમાં પણ ઘણા ફાયદાઓ છે. વાળ વધે, સ્કિન ગ્લો કરે, સ્ટ્રેસ રહે નહીં. હું કહીશ કે આ બધું કરવા માટે તમે વર્કઆઉટ કરો અને એ માટે જરૂરી નથી કે તમે જિમમાં જાઓ. કોઈ પણ પ્રકારનું ફિઝિકલ વર્કઆઉટ કરો, પણ કરો. વર્કઆઉટ માઇન્ડને મોલ્ડ કરવાનું બેસ્ટ માધ્યમ છે. સાઇક્લિંગ કરો, સ્વિમિંગ કરો, જૉગિંગ-બૉક્સિંગ કંઈ પણ કરો; પણ એવું કરો કે જે તમારા હાર્ટબીટ્સ વધારી દે, પરસેવો પાડી દે, શ્વાસ અધ્ધર કરે અને એ પછી એ બધું કન્ટિન્યુ રહે. જો કન્ટિન્યુ રહેશે તો જ ફાયદો થશે. જો માઇન્ડ બૉડીને પૉઝિટિવલી હૅન્ડલ કરવા માંડે એવું જોઈતું હોય તો એને તમારે તમારા કબજામાં લેવું પડશે. એ જો તમને કબજામાં લેશે અને મૅનિપ્યુલેટ કરશે તો ક્યારેય કોઈ ગોલ પૂરા નહીં થાય. જો એવું ન થવા દેવું હોય તો માઇન્ડને અને બૉડીને કન્ટ્રોલ કરો.

 ગોલ્ડન વર્ડ‌્સ
સૂપ કરતાં પણ રૉ વેજિટેબલ અને જૂસ કરતાં રૉ ફ્રૂટ્સ વધારે ફાયદાકારક છે.

પેટ છે મોટું પાપી

વર્કઆઉટની જેમ ડાયટ પણ મારું ફિક્સ છે. ફ્રાઇડ કે જન્ક ફૂડ હું નથી ખાતો. દિવસ દરમ્યાન મારાં કુલ છ મિલ છે જેમાં ફાઇબર અને પ્રોટીન પર વધારે ધ્યાન આપું છું. મારું ડાયટ સેટ પૂજા મખીજાએ કર્યું છે. પૂજા ફેમસ ડાયટિશ્યન છે, ફૂડ-ઇન્ટેકની બાબતમાં હું હંમેશાં તેની ઍડ્વાઇઝને ફૉલો કરું. 
હું એક વાત કહીશ કે ક્યારેય પેટ ભરીને ખાવું ન જોઈએ. પેટ ભરીને ખાવાથી વધારાની એનર્જી ફૅટમાં ટ્રાન્સફર થાય છે અને ફૅટ જેટલી જૂની એટલી જ એને દૂર કરવી અઘરી છે. મને લાગે છે કે આપણા બૉડીમાં સૌથી વધારે જો કોઈ જોખમી પાર્ટ હોય તો એ પેટ છે. બીમારી અહીંથી જ શરૂ થાય છે અને એ બીમારી આપણા આખા બૉડીની સાઇકલને ડિસ્ટર્બ કરે છે. હું બહારનું ખાવાનું રીતસર અવૉઇડ કરું છું. પાર્ટીઓમાં જવાનું હોય તો હું મારું ફૂડ ઘરેથી લઈ 
જાઉં અને પાર્ટીમાં જૂસ કે ગ્રીન સૅલડ જ લઉં. મૅરેજ ફંક્શનમાં પણ હું આવું જ કરું. ક્યાંક આઉટસ્ટેશન ગયા હોઈએ તો 
હું નેચરોપેથીના રૂલ મુજબ ફ્રૂટ્સ, જૂસ અને સૅલડ પર ફોકસ વધારી દઉં.

Rashmin Shah columnists