પસારું હાથ ક્યોં આગે કિસી કે તરીકે ઔર ભી હૈ ખુદકુશી કે!

04 May, 2022 04:51 PM IST  |  Mumbai | Pravin Solanki

બુલો સી. રાનીના સમયકાળ દરમ્યાન ડી. એન. મધોક, ગુલામ હૈદર, ખેમચંદ પ્રકાશ જેવા  સંગીતકારોનો જમાનો હતો.

પસારું હાથ ક્યોં આગે કિસી કે તરીકે ઔર ભી હૈ ખુદકુશી કે!

૧૯૫૮માં બુલો સી. રાનીએ ફિલ્મ ‘અલ હિલાલ’માં જે કવ્વાલીની રચના કરી હતી એનાથી દેશભરમાં તેમનું નામ ગાજ્યું હતું. જોકે એક સારા સંગીતકાર તરીકે સંગીતની દુનિયામાં ૧૯૫૦માં જ તેમનું નામ સ્થાપિત થઈ ગયું હતું. ‘જોગન’ ફિલ્મનાં ગીતો ઘર-ઘર પહોંચ્યાં હતાં. 
તલત મહેબૂબ, ગીતા દત્ત, મુકેશ, જ્યુથિકા રૉયને પ્રસિદ્ધ કરવામાં તેમનો ફાળો ગણાય છે. ‘સુંદરતા કે સભી શિકારી’ ગીતે તલતને, ‘મત જા મત જા જોગી’ ગીતે ગીતા દત્તને, ‘બદરિયા  બરસ ગઈ ઉસ પાર’ ગીતે મુકેશને, ‘ઘૂંઘટ કે પટ ખોલ તોહે પિયા મિલેંગે’ ગીતે જ્યુથિકાને  સારી એવી પ્રસિદ્ધિ અપાવી હતી. 
બુલો સી. રાનીએ ૭૦ જેટલી ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. ૧૯૫૦થી ૧૯૬૦નો દાયકો તેમનો સુવર્ણકાળ રહ્યો હતો. તેમના પિતા પણ સારા સંગીતકાર હતા,. સિંધી સમાજમાં તેમનું નામ હતું. 
બુલો સી. રાનીના સમયકાળ દરમ્યાન ડી. એન. મધોક, ગુલામ હૈદર, ખેમચંદ પ્રકાશ જેવા  સંગીતકારોનો જમાનો હતો. શરૂઆત તેમણે ખેમચંદ પ્રકાશના સહાયક તરીકે કરી હતી. ખૂબ મહેનત અને પરિશ્રમ પછી ૧૯૩૯માં રણજિત મૂવીટોન સાથે સંકળાયા. તેમની પહેલી ફિલ્મ ‘કારવાં’ ૧૯૪૩માં રજૂ થઈ હતી. 
સમય બદલાઈ ગયો, લોકોની રુચિ બદલાઈ ગઈ, નવા-નવા સંગીતકારો અવનવા પ્રયોગ કરવા માંડ્યા. શંકર-જયકિશને અને સી. રામચંદ્રે હિન્દી ફિલ્મ સંગીતની પરિભાષા બદલી નાખી  એવા સમયે પણ બુલો સી. રાનીએ પોતાની સ્ટાઇલ ન છોડી. એમાં વળી રણજિત મૂવીટોનની સ્થિતિ પણ કથળવા માંડી હતી. રાનીની ડિમાન્ડ ઓછી થવા માંડી. એક સમય પછી તો તેઓ ‘બેકાર’ બની ગયા. શિવાજી પાર્કમાં આવેલો બંગલો વેચીને વર્સોવાના નાનકડા ફ્લૅટમાં આવી જવું પડ્યું. 
આ આઘાત તેઓ જીરવી ન શક્યા. તેમની માનસિક હાલત કથળી ગઈ. આર્થિક સ્થિતિ કરતાં મનઃસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ અને એક દિવસ ૧૯૯૩ની ૨૪ મેએ ફ્લૅટમાં એકલા હતા ત્યારે શરીર પર ઘાસલેટ છાંટીને સળગી મર્યા. અમર રહ્યા તેમનાં ગીતો ‘મત જા મત જા જોગી’થી માંડીને ‘હમેં તો લૂટ લિયા...’ સુધીનાં.
ખાસ વાત ‘લૂટ લિયા હુસ્નવાલોં ને’ની કરવાની છે. એ કવ્વાલીએ લેખક રિઝવી, ગાયક ઇસ્માઇલ આઝાદ અને કવ્વાલી સ્વરૂપને યાદગાર બનાવી દીધું. કવ્વાલીની દરેકેદરેક બેતના   શબ્દોએ યુવાનોને ઘેલા-ઘેલા કરી મૂક્યા હતા. ગલી-ગલી, ઘર-ઘર, કૉલેજ, સંગીતના દરેક કાર્યક્રમમાં એ કવ્વાલી અનિવાર્ય બની હતી. દિલફેંક આશિકોની એ વેદનાની વાચા બની ગઈ હતી.
‘હમેં તો લૂટ લિયા મિલ કે હુસ્નવાલોં ને
કાલે કાલે બાલોં ને, ગોરે ગોરે ગાલોં ને 
નઝર મેં શોખિયાં બચપના શરારત મેં 
અદાએં દેખકર હમ ફસ ગયે મુહબ્બત મેં 
હમ અપની જાન પે જાએંગે જીનકી ઉલ્ફત મેં 
યકીન હૈ કિ ન આએંગે વો હી મૈયત મેં 
ખુદા સવાલ કરેગા અગર કયામત મેં 
તો હમ ભી કહ દેંગે હમ લૂટ ગયે શરાફત મેં... હમેં તો...
વહીં વહીં કયામત હો વો જિધર જાએં 
 ઝૂકી ઝૂકી હુઇ નઝરોં સે કામ કર જાએં 
તડપતા છોડ દે રસ્તે મેં ઔર ગુઝર જાએં 
સિતમ તો યે હૈં કિ દિલ લે લે ઔર મુકર જાએં 
સમઝ મેં કુછ નહીં આતા કિ હમ કિધર જાએં 
યહી ઇરાદા હૈ યે કહ કે હમ તો મર જાયે... હમેં તો... 
રૂપાળી લલનાઓનું રસ્તામાં ચાલવું મુશ્કેલ થઈ ગયું હતું. એક સમય એવો આવ્યો કે લોકલાગણી ભડકી અને આ ગીત જાહેરમાં ન ગાવાની માગણી ઊઠી. સ્ત્રીઓનું રૂપ, મારકણી અદા, મલકતી ચાલ, આંખના ઇશારા પુરુષો પર કેવા સિતમ કરે છે એનું વર્ણન આગળ  વાંચો...
વફા કે નામ પે મારા હૈ બેવફાઓં ને 
કે દમ ભી હમ કો ન લેને દિયા ઝફાઓં ને
ખુદા ભુલા દિયા ઇન હુસ્ન કે ખુદાઓં ને
મિટા કે છોડ દિયા ઇશ્ક કી ખતાઓં ને
ઉડાયા હોંશ કભી ઝુલ્ફ કી હવાઓં ને 
હયા ને, નાઝ ને, લૂટા કભી 
અદાઓં ને... હમેં તો 
હઝારોં લૂટ ગએ નઝરોં કે ઇક ઇશારે પર 
હઝારોં બહ ગયે તૂફાન બન કે ધારે પર 
ન ઇન કે વાદોં કા કુછ ઠીક હૈ ન બાતોં કા
ફસાના હોતા હૈ ઇનકા હઝાર રાતોં કા 
બહુત હસીન હૈ વૈસે ભોલપન ઉસકા 
ભરા હુઆ હૈ મગર ઝહર સે બદન ઉનકા
 યે જિસકો કાટ લે પાની વો પી નહીં સકતા 
દવા તો ક્યા હૈ દુઆ સે ભી જી નહીં શકતા
ઇન્હીં કે મારે હુએ હમ ભી હૈં ઝમાને મેં 
હૈ ચાર લબ્ઝ મુહબ્બત કે ઇસ ફસાને મેં... હમેં તો... 
નારીવાદી સંગઠનોએ ઝુંબેશ ઉઠાવી, પણ તેમનો ગજ વાગ્યો નહીં, ઊલટાની કવ્વાલીને વધારે પ્રસિદ્ધિ મળી. નીચેની પંક્તિઓ દરેક મજનુને મોઢે ચડી ગઈ હતી. 
ઝમાના ઇનકો સમઝતા હૈ નેક ઔર માસૂમ 
મગર યે કૈસે હૈ, ક્યા હૈં, કિસી કો ક્યા માલૂમ 
ઇન્હેં ન તીર, ન તલવાર કી ઝરૂરત હૈ  
શિકાર કરને કો કાફી નિગાહે-ઉલ્ફત હૈ 
હસીન ચાલ સે દિલ પાયમાલ કરતે હૈં 
નઝર સે કરતે હૈં, બાતેં કમાલ કરતે હૈં 
હર એક બાત મેં મતલબ હઝાર હોતે હૈં 
 યે સીધે-સાદે, બડે હોશિયાર હોતે હૈં
ખુદા બચાએ હસીનોં કી તેઝ ચાલોં સે
 પડે કિસી કા ભી પાલા ન હુસ્નવાલોં સે... 
 સમાપનની પંક્તિઓથી આશિકો સાવધાન થઈ જજો.

 શકીલાબાનુ ભોપાલીનો એક અનોખો ઠાઠ હતો. તેની મારકણી અદા પર પ્રેક્ષકો ફિદા-ફિદા થઈ જતા. પાટકર હૉલમાં તેની અદા પર ઓળઘોળ થઈને રૂપિયાની નોટો ઉડાડતા લોકોને મેં નરી આંખે  જોયા છે. કવ્વાલીની રજૂઆતનો એક અનોખો અંદાજ હતો તેનો.

સમાપન
હુસ્નવાલો મેં મુહબ્બત કી કમી હોતી હૈ
ચાહનેવાલોં કી તકદીર બુરી હોતી હૈ
ઉનકી બાતોં મેં બનાવટ હી બનાવટ દેખી 
શર્મ આંખો મેં, નિગાહોં મેં બનાવટ દેખી
આગ પહલે તો મુહબ્બત કી લગા દેતે હૈં
અપને રુખસાર કા દીવાના બના દેતે હૈં 
દોસ્તી કર કે ફિર અંજાન નઝર આતે હૈં
સચ તો યે હૈં કિ બેઇમાન નઝર આતે હૈં
મૌત સે કમ નહીં દુનિયા મેં મુહબ્બત ઇનકી
ઝિંદગી હોતી હૈ બર્બાદ બદૌલત ઉનકી
દિન બહારોં કે ગુઝરતે હૈં મગર મર મર કે
લૂટ ગએ હમ તો હસીનોં પે ભરોસા કર કે
આયી બાત સમઝ મેં?

columnists Pravin Solanki