આજે શું કરશો? નેક્સ્ટ વીકમાં શું કરશો?

20 November, 2022 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંચો અહીં....

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન શ્રીજા ચતુર્વેદી

આજે શું કરશો?

સુપિરિયારિટી કૉમ્પ્લેક્સ

સ્ટૅન્ડ-અપ કૉમેડિયન શ્રીજા ચતુર્વેદીના એક કલાકના સેશનમાં ભલભલા લોકો પેટ પકડીને હસે છે. એનું કારણ છે તેના જોક્સમાં રોજબરોજના જીવનની ઘટનાઓ સંકળાયેલી છે. આર્ટને ન સમજી શકનારા લોકો માટે આર્ટ શું છે એ પણ એના જોક્સમાં બહુ સરસ રીતે બહાર આવે છે. શો ઇંગ્લિશ-હિન્દી મિક્સ ભાષામાં રહેશે.
ક્યારે?: ૨૦ નવેમ્બર
સમય : ૭થી ૮.૨૦
ક્યાં?: ગોદરેજ થિયેટર, એનસીપીએ
કિંમત : ૬૪૫થી ૭૦૦ રૂપિયા 
રજિસ્ટ્રેશન: ncpamumbai.com

 

ઑસ્ટ્રેલિયન કૉમેડિયન ફેસ્ટિવલ

ઍલેક્સ વૉર્ડ અને ડેન સિમ્પસન જેવા ઑસ્ટ્રેલિયાના બિગેસ્ટ કૉમેડી સ્ટાર્સને ઇન્ડિયામાં રૂબરૂ માણી શકાય એવો ઑસ્ટ્રેલિયાનો કૉમેડી ફેસ્ટિવલ મુંબઈમાં શરૂ થઈ રહ્યો છે. ઑસ્ટ્રેલિયન હ્યુમર સ્ટાર્સના આ કાર્યક્રમને હોસ્ટ કરશે રાહુલ સુબ્રમણ્યમ. 
ક્યારે?: ૨૦ નવેમ્બર
સમય : રાતે ૮
ક્યાં?: ધ હૅબિટેટ, ખાર
કિંમત : ૩૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

 

ટ્રાઇબલ ફોક આર્ટ

શું તમારે ઇન્ડિયાની વિવિધ લોકકલાઓ શીખવી છે? વારલી પેઇન્ટિંગ પ્રમાણમાં ખૂબ સહેલું છે, પરંતુ એના વિવિધ શેપ્સ બનાવવા પાછળની ટ્રિક જો સમજી લેવામાં આવે તો એ વધુ સુલભ થાય. નૉર્થ સહ્યાદ્રિ રેન્જમાં રહેતા આદિવાસીઓની આ કળાનો ઇતિહાસ સમજવામાં આવે તો આ કળાને વધુ ઊંડાણથી આત્મસાત્ કરી શકાય એમ છે. 
ક્યારે?: ૨૦ નવેમ્બર
સમય : બપોરે ૧૨થી ૨
ક્યાં? : ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશન : bookmyshow

 

નેક્સ્ટ વીકમાં શું કરશો?

ભીલ આર્ટ

મૂળ ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતી ભીલ પ્રજાતિ સાથે સંકળાયેલી આર્ટનાં મૂળિયાં પૌરાણિક સમયમાં છે. એમાં વધુ નેચર સાથે જોડાયેલી વાતો હોય છે જેમાં વિવિધ કૅરૅક્ટર દ્વારા એક વાર્તા ઊપસતી હોય. સૂર્ય અને ચંદ્ર પણ તેમની વાર્તાનો મહત્ત્વનો હિસ્સો હોય છે. આવી આર્ટ શીખવી હોય તો તૈયાર થઈ જાઓ.
ક્યારે?: ૨૧ નવેમ્બર
ક્યાં: રૂફટૉપ ઍપ પર
સમય : સવારે ૧૧
કિંમત : ૩૯૯ રૂપિયા
રજિસ્ટ્રેશન : bookmyshow

 

યુક્લેલી પ્લે લેસન

તમારી પાસે યુક્લેલી છે, પણ કોની સાથે વગાડવું એની કંપની નથી? તો ફિકર નૉટ, ઑનલાઇન વર્કશૉપમાં તમે યુક્લેલી વગાડી પણ શકો છો અને તમારી કોઈ મૂંઝવણ હોય તો એ પણ સૉલ્વ કરી શકો છો. 
ક્યારે?: ૨૧ નવેમ્બર
સમય : બપોરે ૧થી ૨
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
કિંતમ: ફ્રી
રજિસ્ટ્રેશન : www.swadeh.com

 

પટ્ટચિત્ર વર્કશૉપ

બાળકોથી લઈને પુખ્તો સુધીના લોકો એકસાથે બેસીને શીખી શકે એવી આર્ટિસ્ટ અપિન્દ્રા સ્વેનની વર્કશૉપમાં પટ્ટચિત્ર કલાની બારીકીઓ શીખવવામાં આવશે. બેસિક ડ્રૉઇંગ પટ્ટચિત્રમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. બે દિવસની આ વર્કશૉપમાં ડ્રૉઇંગ અને રંગપૂરણી બન્ને શીખવવામાં આવશે.
ક્યારે?: ૨૨-૨૩ નવેમ્બર
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
સમય : ૪થી ૬
કિંમત : ૧૨૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : memeraki.com

 

આર્ટ એક્ઝિબિશન

મુંબઈ, પુણે અને બૅન્ગલોરના કેટલાક અનુભવી આર્ટિસ્ટ્સનાં યુનિક આર્ટવર્ક એક જ સ્થળે જોવા મળે એવો મહાકુંભ શરૂ થઈ રહ્યો છે જે લગભગ આખું વીક ચાલશે.
ક્યારે?: ૨૧થી ૨૭ નવેમ્બર
સમય : ૧૧થી ૭
ક્યાં?: જહાંગીર આર્ટ ગૅલરી

 

પૉટરી સેલ

હૅન્ડક્રાફ્ટેડ પૉટરી આઇટમ્સ ખૂબ મોંઘી હોય છે, પણ જો એને સસ્તામાં ખરીદવી હોય તો સ્વદેહ દ્વારા એન્ડ ઑફ સીઝન સેલ શરૂ થયું છે. એમાં હાથથી બનેલી ક્રૉકરી અને આર્ટિસ્ટિક પૉટ્સ ૩૦થી ૫૦ ટકા સેલમાં વેચવામાં આવી રહ્યાં છે. એ પણ ઑનલાઇન તેમની વેબસાઇટ પર જ એટલે ક્યાંય જવાની જરૂર નથી.
ક્યારે?: ૨૫ નવેમ્બર સુધી 
ક્યાં?: www.swadeh.com

columnists