નેક્સ્ટ વીકમાં શું કરશો?

04 December, 2022 06:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુક્રિતી ગ્રોવર દ્વારા રંગબેરંગી ઑર્નામેન્ટ્સ અને ક્રિસમસ ગિફ્ટ આઇટમો માટીમાંથી ઘડીને તૈયાર કરવાની વર્કશૉપ લેવાશે.

નેક્સ્ટ વીકમાં શું કરશો?

ક્રિસમસ ઑર્નામેન્ટ્સ

અર્બનહૅન્ડ સ્ટુડિયો દ્વારા માટીમાંથી ક્રિસમસની સજાવટની ચીજો બનાવવાની વર્કશૉપ થઈ રહી છે જે તમારી ક્રિસમસને એકદમ ઇકો-ફ્રેન્ડલી બનાવશે. સુક્રિતી ગ્રોવર દ્વારા રંગબેરંગી ઑર્નામેન્ટ્સ અને ક્રિસમસ ગિફ્ટ આઇટમો માટીમાંથી ઘડીને તૈયાર કરવાની વર્કશૉપ લેવાશે. કેટલાક માસ્ટરપીસ એવાં પણ હશે જે તમે મોઝેઇક સ્ટાઇલમાં ક્રીએટ કરીને સ્ટેપ બાય સ્ટેપ બિલ્ટ અપ કરી શકો.
ક્યારે?: ૧૦ ડિસેમ્બર
સમય : સાંજે ૫થી ૮
કિંમત : ૨૫૦૦ રૂપિયા
ક્યાં?: મિટ્ટી સ્પેસ, ખાર
રજિસ્ટ્રેશન : @mitti.space

દેવનાગરી કૅલિગ્રાફી 

અક્ષરોને મરોડદાર કૅલિગ્રાફીમાં લખવાનું ગમતું હોય તો હવે દેવનાગરી લિપિ સ્ટાઇલમાં કૅલિગ્રાફી શીખવતી વર્કશૉપ વિપુલ સોદાગર દ્વારા થઈ રહી છે. ૧૦ દિવસની આ વર્કશૉપમાં કૅલિગ્રાફીની તમામ બારીકીઓ શીખવવામાં આવશે અને પ્રૅક્ટિસ તેમ જ હોમવર્ક દ્વારા એ કળાને આત્મસાત કરવામાં પણ મદદ થશે. 
ક્યારે?: ૫થી ૧૫ ડિસેમ્બર
સમય : સવારે ૯
કિંમત : ૨૫૦૦ રૂપિયા
ક્યાં?: ઑનલાઇન ઝૂમ પર
રજિસ્ટ્રેશન : 
@vipul_caligraphy

મિનિએચર ફ્લાવર બૉર્ડર પેઇન્ટિંગ 

સૌથી પહેલાં કંઈ પણ દોરવાની શરૂઆત કરવાની હોય તો તમે ફૂલ દોરતા હો છો, પરંતુ એ ફૂલોને પણ મિનિએચર ફૉર્મમાં રજૂ કરવાનાં હોય તો એ ચૅલેન્જિંગ આર્ટ બની જાય છે. બેસિક બૉર્ડર ડ્રૉઇંગ દ્વારા કઈ રીતે મિનિએચર આર્ટ ક્રીએટ થઈ શકે એની ટેક્નિક જાણીતા આર્ટિસ્ટ મોહન પ્રજાપતિ પાસેથી શીખી શકાશે. 
ક્યારે?: ૭થી ૯ ડિસેમ્બર
સમય : સાંજે ૫થી ૭
કિંમત : ૧૫૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : memeraki.com

પિન્ક ઇઝ ધ ન્યુ બ્લૅક

સાત ભારતીય મહિલાઓ એક ડિજિટલ વિડિયો ડાયરી ઍપ ડાઉનલોડ કરે છે અને એમાં તેઓ પોતાના ઇન્ટિમેટ અને પર્સનલ સીક્રેટ્સ શૅર કરે છે. આ સાતેય એકમેકને ઓળખતી નથી, પણ તેમની વચ્ચે ઘણું કૉમન છે. એમાં કોઈ પ્રિન્સેસ છે તો કોઈ ટીનેજર અને કોઈ ડોમેસ્ટિક વર્કર છે, તો કોઈ મલ્ટિનૅશનલ કૉર્પોરેટ વુમન. આ ઍપ થકી તેઓ કઈ રીતે કમ્યુનિકેટ કરીને એકબીજાના વિશ્વની વાતો સમજવાનો પ્રયત્ન કરે છે એના પર આધારિત ડ્રામા છે પિન્ક ઇઝ ધ ન્યુ બ્લૅક.
ક્યારે?: ૪ ડિસેમ્બર
ક્યાં?: તાતા થિયેટર
સમય : સાંજે ૭ વાગ્યાથી
કિંમત : ૪૫૦થી ૨૦૦૦ 
રૂપિયા સુધી
રજિસ્ટ્રેશન : ncpamumbai

અપરક્રસ્ટ એક્ઝિબિશન 

લક્ઝરીથી લઈને ઑર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સનું વિશાળ માર્કેટ દર વર્ષે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ભરાય છે, જેની ફૂડ અને વાઇન‌રસિયાઓ બહુ સમયથી રાહ જોતા હોય છે. લગભગ ૧૫ વર્ષથી ચાલતા આ એક્ઝિબિશનમાં ઇન્ટરનૅશનલ ક્વિઝીન માટે જરૂરી ઇન્ગ્રેડિયન્ટ્સનો ખજાનો મળી જાય એમ છે. 
ક્યારે?: ૪ ડિસેમ્બર
સમય : સવારે ૧૦થી સાંજે ૭
ક્યાં?: વર્લ્ડ ટ્રેડ સેન્ટર, કફ પરેડ

પ્રી-પાર્ટી અને પેટ ફેડ 

જો તમે ડૉગ કે કૅટના પેરન્ટ હો તો આ રવિવારની સાંજ તેમને માટે મોજથી ભરપૂર કરી શકાય એવો પેટ ફેડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ડૉગો એડિશન પેટ ફેડમાં તમારી સાથે તમારા ડૉગને એન્ટ્રી ફ્રી છે અને તેને ડૉગ બુફે, ગુડીઝનો લુત્ફ ઉઠાવવા મળશે. ઇનહાઉસ હેલ્થ ચેકઅપ અને બીજી ઘણી એક્સાઇટિંગ સર્વિસિસ પણ આ ફેસ્ટિવલમાં મળશે. 
ક્યારે?: ૪ ડિસેમ્બર
સમય: ૪થી ૭
ક્યાં?: ઍન્ટિ-સોશ્યલ, લોઅર પરેલ
કિંમત: ૨૫૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : allevents.in

સલામ આશા 

આશા ભોસલેની યાદમાં તેમનાં યાદગાર ગીતો ઉત્તરા કેળકરના કંઠે સાંભળવા મળશે. આ સંગીતની સંધ્યામાંથી જે ફન્ડ ભેગું થશે એ કુપોષિત બાળકોના પોષણ તેમ જ તેમને લગતી સોશ્યલ અપલિફ્ટમેન્ટ ઍક્ટિવિટીઝ માટે વપરાશે. રૉટરી ક્લબ ઑફ કલ્યાણ રિવરસાઇડ દ્વારા આ પ્રવૃત્તિઓ થશે. 
ક્યારે?: ૪ ડિસેમ્બર
ક્યાં?: સાવિત્રી ફુલે નાટ્યગૃહ, ડોમ્બિવલી
સમય : રાતે ૮.૩૦ વાગ્યાથી
કિંમત : ૩૦૦થી ૧૦૦૦ રૂયિપા 
રજિસ્ટ્રેશન : bookmyshow

ગુરુસેવા થાળી 

તમે ભરપેટ ભોજન કરો અને એને કારણે બીજાનું પણ પેટ ભરાય એવું કંઈક થતું હોય તો કેવું સારું? એવું જ કંઈક કરી રહી છે અમ્રિતસરના ગોલ્ડન ટેમ્પલના લંગરમાંથી પ્રેરણા લઈને લગભગ એક દાયકા પહેલાં શરૂ થયેલી ઓયેકાકે રેસ્ટોરાં. આ ચેઇન રેસ્ટોરાં લગભગ ૬ મહિનાથી ગુરુવારે ગુરુસેવા થાળી પીરસે છે, જેમાં લંગરમાં હોય એવું જ શુદ્ધ, સાત્ત્વિક અને પંજાબી ફૂડ આઇટમો રાખી છે. દર ગુરુવારે જેટલી આ થાળી વેચાય એટલા અનપ્રિવિલેજ્ડ લોકોને પણ ફૂડ પીરસવાનું મિશન ઓયેકાકેએ લીધું છે. આ અનલિમિટેડ થાળીમાં સીઝનલ સરસોં દા સાગથી લઈને મા કી દાલ અને અમ્રિતસરી કુલચાની વિવિધ ફ્લેવર સહિત કુલ વીસથી વધુ વાનગીઓ છે. અત્યારે ઘાટકોપર અને લોઅર પરેલના આઉટલેટ પર દર ગુરુવારે આ ગુરુસેવા થાળી મળે છે. ૧૦૦ ટકા વેજિટેરિયન થાળીનો જૈન ઑપ્શન પણ અવેલેબલ છે. એની કિંમત છે લગભગ ૬૪૯ રૂપિયા. 

columnists