બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:41 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

હું ૩૫ વર્ષનો પરિણીત પુરુષ છું. મારાં લગ્નને ૯ વર્ષ થયાં છે. હું પત્નીને આખા શરીર પર હાથ ફેરવું અને કિસ કરું ત્યારે જલદી ઉત્તેજિત થઈ જાઉં છું, જેને લીધે ઇન્ટિમેટ રિલેશન સમયે પણ મારું એક્સાઇટમેન્ટ જલદી પૂરું થઈ જાય છે. બીજી વાર સેક્સ કરવાનું મન થાય, પણ લિંગમાં જલદી સખતપણું નથી આવતું. મારે સેક્સ લાંબા સમય સુધી ચલાવવું છે તો એનો ઉપાય બતાવશો. સેક્સની બે સાઇકલ વચ્ચે કેટલા સમયનું અંતર રાખવું જોઈએ? મારે મારા પ્રાઇવેટ પાર્ટમાં ઝડપથી સખતપણું જોઈતું હોય તો એને માટે કોઈ મેડિસિન હોય તો એ પણ સજેસ્ટ કરો એવી વિનંતી. - અંધેરીના રહેવાસી

સંભોગ કેટલી વખત કરો છો એ અગત્યનું નથી, પણ કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે. સંભોગ કેટલો લાંબો ચાલે એના કરતાં કેટલો આનંદદાયક નીવડે છે એ વધારે અગત્યનું છે. સંભોગમાં સંતોષ મહત્ત્વનો છે, એ તમે કોઈ પણ રીતે તમારા પાર્ટનરને આપી શકો છો અને એને માટે તમે આંગળીથી માંડીને ઇન્દ્રિય, જીભ કે વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકો છો.
બે સંભોગ વચ્ચે કેટલું અંતર રાખવું એ તમારી ઇચ્છા પર આધાર રાખે છે. જો તમને યોગ્ય ઉત્તેજના આવી શકતી હોય તો બે સંભોગ વચ્ચે અંતર હોય તો પણ કોઈ ફરક નથી પડતો. હકીકતમાં બીજા સંભોગ માટે હસબન્ડ-વાઇફ બન્નેની અનુમતિ હોવી આવશ્યક છે. એક વાત યાદ રાખજો કે સંભોગ કેટલી વાર કરો છો એના કરતાં એ કેટલો સંતોષજનક છે એ વધારે અગત્યનું છે.
તમે મેડિસિન માટે પૂછ્યું છે, પણ હું તમને અંગત સલાહ આપીશ કે એવી કોઈ મેડિસિનની આવશ્યકતા નથી. કામ કે પછી સેક્સ એક એવું વિશ્વ છે જેની સાથે કુદરતી આવેગથી જ જોડાણ કરવામાં આવે તો એની મજા જુદી હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મેડિસિન લેવાને બદલે બહેતર છે કે તમે નૅચરલ કોર્સથી જ આગળ વધો. એ જાણ્યા પછી પણ જો તમને મન થતું હોય તો તમે તમારા ફૅમિલી ડૉક્ટર કે પછી સ્થાનિક સેક્સોલૉજિસ્ટને રૂબરૂ મળીને દવા લઈ શકો છો.

columnists sex and relationships