ડાન્સને શું કામ પેરન્ટ્સ સ્વીકારે નહીં?

04 December, 2022 07:53 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

ડાન્સ એક આર્ટ છે. એવી કલા જે કલા લેખકમાં હોય છે, આર્કિટેક્ટ અને એન્જિનિયરમાં હોય છે. જો દીકરો કે દીકરી આર્કિટેક્ટ બને તો પેરન્ટ્સ પ્રાઉડ ફીલ કરે તો પછી એ જ સંતાન કોરિયોગ્રાફર બનવા મહેનત કરે તો પેરન્ટ્સને પ્રાઉડ થવું જ જોઈએ

ડાન્સને શું કામ પેરન્ટ્સ સ્વીકારે નહીં?

અનેક રિયલિટી શોમાં એવું જોવા પણ મળ્યું છે કે સ્ટેજ પર આવેલો કન્ટેસ્ટન્ટ એવું કહે કે ઘરે કોઈને ખબર જ નથી કે તે ડાન્સમાં ઍક્ટિવ છે અને આવું કહેનારો અદ્ભુત ડાન્સ કરતો હોય. આપણે ત્યાં આજે એસ્ટૅબ્લિશ્ડ કોરિયોગ્રાફરોનો પણ આવો ભૂતકાળ રહ્યો છે અને આજે તેમની નામના, તેમની શોહરત પેરન્ટ્સ હૅપિલી જોઈ રહ્યા છે.

ડાન્સને આજે પણ ઘણી ફૅમિલીમાં પ્રોફેશન તરીકે સ્વીકારવામાં નથી આવતો. ડાન્સ એક શોખ હોઈ શકે, પણ એ પ્રોફેશન કોઈ હિસાબે ન હોઈ શકે. નસીબજોગે અમારી ફૅમિલીમાં એ સ્તરે કોઈ વાંધો નહોતો, પણ આજની તારીખે અનેક ફૅમિલી એવી છે જે પોતાના દીકરા કે દીકરી ડાન્સમાં કરીઅર બનાવે એ સ્વીકારી નથી શકતી. ડાન્સના આટલા રિયલિટી શો ચાલે છે, એ શોની પૉપ્યુલરિટીમાં વધારો થયો છે એ પછી પણ લોકોના માઇન્ડસેટમાં ચેન્જ આવ્યો હોય એવું દેખાતું નથી. કૉલેજ કે નવરાત્રિ પૂરતા ડાન્સ કે ગરબાને આવકારનાર ફૅમિલીએ પોતાના આ માઇન્ડસેટમાં ચેન્જ લાવવો જોઈએ, કારણ કે હવે તો ડાન્સ એટલે કે કોરિયોગ્રાફી એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. ફિલ્મો કે ઇવેન્ટને છોડીને પણ કોરિયોગ્રાફર પાસે કામ લેનારાઓનું પ્રમાણ વધ્યું છે. તમે જુઓ, આજે મૅરેજમાં પણ સંગીતસંધ્યા માટે રીતસરની તૈયારીઓ કરવામાં આવે છે અને એ ફંક્શન માટે ખાસ બજેટ હોય છે. એવું નથી કે મુંબઈમાં જ આ માહોલ છે. ગુજરાત અને દેશનાં અન્ય રાજ્યોનાં નાનાં શહેરોમાં પણ એવો જ માહોલ છે અને એને લીધે કોરિયોગ્રાફરના કામની એક નવી જ દુનિયા ખૂલી છે. 
મૅરેજ ઉપરાંત બીજાં પણ ફંક્શન એવાં હોય છે જેમાં કોરિયોગ્રાફર્સની પ્રોફેશનલ હેલ્પ લેવામાં આવે છે. સ્કૂલના ઍન્યુઅલ ફંક્શનથી લઈને સિટીનાં બીજાં ફંક્શન્સમાં કોરિયોગ્રાફર સામેલ થાય છે અને એની ઇન્કમ પણ સારી હોય છે. કહેવાનો ભાવાર્થ છે કે કોરિયોગ્રાફી કે પછી ડાન્સને ઊતરતાં માનવાની જે માનસિકતા છોડવી જ હિતાવહ છે.
અમે ઘણાં એવાં છોકરા-છોકરીઓને મળતાં હોઈએ છીએ, જેના ફૅમિલી મેમ્બર્સ તેમને ડાન્સ-કરીઅરમાં સપોર્ટ કરવા રાજી નથી હોતા. દીકરી હોય તો પપ્પા અને દીકરો હોય તો મમ્મી સપોર્ટ ન કરતાં હોય એવું પણ કેટલાક કિસ્સામાં જોવા મળે છે, પણ ડાન્સને પૅશન્સ તરીકે જોવામાં આવશે તો દીકરા-દીકરીઓની કરીઅરને એક મોટું બૂસ્ટ મળશે, જેની બહુ જરૂર છે.
પેરન્ટ્સ એવું માને છે કે નાનાં બાળકો ડાન્સ શીખે તો વાજબી છે. ઘણા પેરન્ટ્સ એવા પણ છે જે દીકરી નાની હોય ત્યારે તેની ડાન્સની કરીઅરમાં ઇન્ટરેસ્ટ લઈને તેને ભરતનાટ્યમ કે કથક કે એવા ક્લાસિકલ ડાન્સ શીખવે પણ ખરા અને ક્લાસની બહાર કલાક-કલાક સુધી બેસી રહે, પણ એ જ બાળક મોટું થાય અને ડાન્સમાં કરીઅર બનાવવા વિશે સિરિયસ બને ત્યારે તેને સપોર્ટ આપવામાં સંકોચ કરે. તેમને મનમાં  છે કે લોકો શું વાત કરશે?
લોકો વિશે વિચારવાને બદલે બહેતર છે કે તમે તમારાં સંતાનોનો વિચાર કરો, તેમના શોખનો, તેમના પૅશનનો વિચાર કરો અને યાદ રાખો કે ડાન્સ એક આર્ટ છે, એક એવી કલા છે જેને ભગવાને પણ સ્વીકારી છે અને એટલે જ નટરાજના તાંડવની વાતો ઇતિહાસમાં બહુ ગંભીરતા સાથે કહેવામાં આવી છે.
અમે કહીશું કે ડાન્સ એક એવી કળા છે જે બહુ ઓછા લોકોને મળે છે. લખવું જેમ એક આર્ટ છે, ડ્રૉઇંગ એક આર્ટ છે અને ઍક્ટિંગ એક આર્ટ છે એવી જ રીતે કોરિયોગ્રાફી પણ એક એવી આર્ટ છે જે ભાગ્યે જ લોકોમાં જોવા મળે. આ આર્ટને માન આપીને તમારાં સંતાનોની કરીઅરમાં તમે યોગદાન આપો એ બહુ, બહુ, બહુ જરૂરી છે.
હમણાં એવું ઓછું બને છે, પણ શરૂઆતનાં વર્ષોમાં એવું બહુ બનતું કે અમારે ફૉરેન ટૂર પર જવાનું હોય અને અમે જે ટીમ સિલેક્ટ કરી હોય એ ટીમના કેટલાક મેમ્બર એવી રિક્વેસ્ટ કરતા કે તમે પ્લીઝ ઘરેથી પરમિશન લઈ આપોને. નૅચરલી, આ રિક્વેસ્ટમાં કશું ખરાબ નથી. દીકરો કે દીકરી કોઈ ટ્રુપમાં બહાર જાય અને પેરન્ટ્સની પરમિશન લેવી પડે તો એ લેવી જ રહી, પણ વાત ખરાબ ત્યારે છે જ્યારે એ ખબર પડે કે તેમને આ પરમિશન ડાન્સને કારણે મળતી નથી. અનેક રિયલિટી શોમાં એવું જોવા પણ મળ્યું છે કે સ્ટેજ પર આવેલો કન્ટેસ્ટન્ટ એવું કહે કે ઘરે કોઈને ખબર જ નથી કે તે ડાન્સમાં ઍક્ટિવ છે અને આવું કહેનારો અદ્ભુત ડાન્સ કરતો હોય. આપણે ત્યાં આજે એસ્ટૅબ્લિશ્ડ કોરિયોગ્રાફરોનો પણ આવો ભૂતકાળ રહ્યો છે અને આજે તેમની નામના, તેમની શોહરત પેરન્ટ્સ હૅપિલી જોઈ રહ્યા છે. જો આવતી કાલે તમને ગર્વ થવાનું છે તો આજે તમારા દીકરા કે દીકરીની સ્ટ્રગલમાં પણ તમે તેને સાથ આપો, સહકાર આપો તો એ ચોક્કસ એવું ફીલ કરશે કે મારા પેરન્ટ્સ મારું બૅકબોન બનીને ઊભા છે અને સ્ટ્રગલમાં બૅકબોનની બહુ જરૂર હોય છે.

columnists