પૉર્ન ફિલ્મ જોવાથી પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા ઊભી થઈ છે

06 January, 2021 08:05 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

પૉર્ન ફિલ્મ જોવાથી પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા ઊભી થઈ છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ: લગ્નને આઠ વર્ષ થયાં છે. ડિલિવરી દરમ્યાન વાઇફને સેક્સમાં રસ ન રહેતો હોવાથી હું પૉર્ન ક્લિપ્સ જોતાં-જોતાં મૅસ્ટરબેશન કરતો હતો. વાઇફ સાથે સમાગમ શરૂ થયા પછી પણ મને એવું કરવું ગમતું હોવાથી ક્યારેક એ પણ કરી લેતો હતો. મારી વાઇફને એ ગમતું નહોતું, પણ મારાથી એ જોયા વિના રહેવાતું નહોતું એટલે ચોરીછૂપીથી એ કામ ચાલુ રહ્યું. શરૂઆતમાં તો બહુ વાંધો ન આવ્યો, પણ હવે મને પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા ઊભી થઈ છે અને પૉર્ન ફિલ્મ જોવાથી એ સમસ્યામાં વધારો થયો છે. ઇન ફૅક્ટ, પત્નીને પણ ખબર પડી છે કે કે હું બીજી ક્લિપ્સ જોઉં છું એટલે વગરકારણના ઝઘડા થાય છે. પત્ની સાથેના સંબંધોમાં ઝઘડા વધી ગયા હોવાથી ઇન્ટિમસીમાં સમસ્યા આવી રહી છે, શું કરવું એ સમજાતું નથી.

જવાબ: તમારી સેક્સલાઇફ પર પૉર્ન દૃશ્યોની અસર છે. જોકે એ માનસિક અસર છે, શારીરિક નહીં. પતિ-પત્નીના સંબંધોમાં થયેલા આ ખાટામીઠ્ઠા ઝઘડા અને એમાં પાછું પૉર્ન ફિલ્મો જોવાને કારણે થયેલી તકરારને કારણે તમારા સંબંધોમાં એન્ગ્ઝાયટી ઘર કરી ગઈ હોય એવું લાગે છે. શીઘ્ર સ્ખલન થઈ ગયું છે એવી માન્યતા બળતામાં ઘી હોમે છે. પૉર્ન ફિલ્મ જોવાને અને તમારી શીઘ્ર સ્ખલનની સમસ્યાને ડાયરેક્ટ કોઈ કનેક્શન નથી, પણ સંબંધોમાં ટેન્શન વધુ કારણભૂત છે. જ્યાં સુધી સંબંધોની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી તકલીફ રહેશે. પૉર્ન જોવાના કોઈ જ ફાયદા નથી એટલે એ છોડી દો એ જ બહેતર છે. ફેન્ટસીમાં રાચવા કરતાં પત્ની સાથે રિયલ ઇન્ટિમસી માણશો તો સંતોષ પણ મળશે અને સંબંધો પણ સુધરશે.

બીજી તરફ તમે વાઇફ સાથે સમાગમ કરવાનું ચાલુ રાખો અને પોઝિશનમાં વૈવિધ્ય માણવાની કોશિશ કરો. મેલ સુપિરિયર પોઝિશનની સરખામણીએ ફીમેલ સુપિરિયર પોઝિશનમાં સમાગમ કરવાથી સ્ખલન લંબાય છે. જો તમે હંમેશાં ઉપરની પોઝિશનમાં રહેતા હો તો આ ચેન્જ કરો. શરૂઆતમાં એકાદ વાર ઝાયલૉકેન બે ટકા જેલ ઇન્દ્રિય પર લગાવી જુઓ. એમ કરવાથી આપમેળે સ્ખલનનો સમય લંબાશે. એ પણ કારગત ન નીવડે તો ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને ડિપોક્સિટિન ૨૦ મિલિગ્રામની ગોળી સમાગમના એક કલાક પહેલાં ભૂખ્યા પેટે લો.

એક વાર ટેન્શન દૂર થઈ જશે પછી તમને કોઈ ગોળી કે જેલની જરૂર નહીં રહે.

columnists dr ravi kothari sex and relationships