આ સિનેમા છે, બદલાવનું સિનેમા તો એ છે જે અત્યારે બૉલીવુડમાં બને છે

16 April, 2022 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્ટરટેઇનમેન્ટ એ જ સાચું જે રિયલિટી સાથે જોડાયેલું હોય. તમે સુપરમૅનને જુઓ, તમને ખબર જ છે કે સુપરમૅન જેકંઈ કરે છે એ થવાનું નથી, પણ સુપરમૅનને ગર્લફ્રેન્ડ છે, તેની જૉબના ઇશ્યુઝ છે એ બધી વાતો તમને નક્કર લાગશે; કારણ કે એ રિયલિટી છે, વાસ્તવિકતા છે

આ સિનેમા છે, બદલાવનું સિનેમા તો એ છે જે અત્યારે બૉલીવુડમાં બને છે

‘ધ કશ્મીર ફાઇલ્સ’ માટે તો એટએટલું બોલાયું, લખાયું કે ઑનેસ્ટલી સ્પીકિંગ આવી ધારણા નહોતી. દૂર-દૂર સુધી એના વિશે વિચાર્યું સુદ્ધાં નહોતું. ફિલ્મ રિલીઝ સમયે પણ જે પ્રકારનો માહોલ હતો એનાથી પણ સાવ જુદો માહોલ અમે સતત જોતા આવ્યા છીએ. ‘મિડ-ડે’ના જ કૉલમનિસ્ટ અને ઍક્ટર-ફ્રેન્ડ મનોજ જોષી સાથે મારી વાત થતી હતી ત્યારે મેં તેને કહ્યું પણ ખરું ફ્રૉમ ડે-વન, આ ફિલ્મ કોઈ જુદું જ રિઝલ્ટ લાવશે એવું અમને લાગતું હતું અને એવું જ બન્યું. એક સમયે એવું લાગ્યું કે ફિલ્મ રિલીઝ નહીં થાય. માંડ એમાં ચેન્જ આવ્યો તો એ વાતનું ટેન્શન આવ્યું કે ફિલ્મ રિલીઝ થશે તો એને સ્ક્રીન નહીં મળે. અમે - મેં અને પલ્લવી જોષીએ નક્કી કર્યું કે આપણે કાઉન્ટમાં નહીં પડીએ. બસ, ફિલ્મ રિલીઝ કરીશું. એમાંથી બહાર આવ્યાં ત્યાં પ્રમોશન સામે ઇસ્યુઝ ઊભા થયા. થ્રૂઆઉટ અમે પ્રૉબ્લેમ ફેસ કર્યા છે અને ફિલ્મ પૂરી થયા પછી જ નહીં, ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારથી એ જ ચાલતું હતું.
‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ બની, એ રિલીઝ થઈ અને એને સારો રિસ્પૉન્સ મળ્યો એ બધાએ જોયું છે, પણ અમે આ કામ તો એ પહેલાં જ શરૂ કરી દીધું હતું. ‘બુદ્ધા ઇન ટ્રાફિક જૅમ’ ફિલ્મે જ અમને એ દેખાડી દીધું હતું કે આ કામ કરવાની બહુ જરૂર છે. ‘બુદ્ધા ઇન ટ્રાફિક જૅમ’ મેં યુથ માટે બનાવી હતી અને ઇન્ડિયાના દરેક સ્ટુડન્ટ કૅમ્પસમાં એ જોવાઈ છે અને એને લીધે ભારતની રાજનીતિમાં પણ તમે જુઓ કેવો ચેન્જ આવ્યો. ‘બુદ્ધા ઇન ટ્રાફિક જૅમ’ પછીનું આપણું ઇન્ડિયન પૉલિટિક્સ જુઓ અને એ ફિલ્મ પહેલાંનું પૉલિટિક્સ તમે જુઓ. આ જે ચેન્જ છે માત્ર કોઈ બેચાર સ્ટેટમાં નહીં, પણ ઑલમોસ્ટ દરેક સ્ટેટમાં દેખાયો છે અને એનો જશ ‘બુદ્ધા ઇન ટ્રાફિક જૅમ’ને જાય છે. યુથનું માઇન્ડ ચેન્જ કરવાનું અને પોતાના હક માટે લડવા ઊભા થવાનું કામ આ ફિલ્મે કર્યું તો તમે ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ પણ જુઓ. 
હાર્ડલી સો-સવાસો સ્ક્રીનમાં એ ફિલ્મ રિલીઝ થઈ હતી અને એમ છતાં ફિલ્મ ૧૨૦ દિવસથી વધારે સમય ચાલી. આ જે સક્સેસ છે એ કન્ટેન્ટની સક્સેસ છે. આ બન્ને ફિલ્મોએ અમને હિંમત આપી અને એ હિંમતના આધારે જ અમે નક્કી કર્યું કે હવે આપણે આ જ કામ કરવું છે, એવા સબ્જેક્ટ પર કામ કરવું છે જે વાત, જે સબ્જેક્ટ આપણા દેશને વધુ સારો, વધુ બૌદ્ધિક બનાવવાનું કામ કરે. 
‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના આધારે હું બિલકુલ એવું નથી કહેતો કે હવે બૉલીવુડ ચેન્જ થઈ જશે. ના, બિલકુલ નહીં, પણ હા, મારી કોશિશ એવી રહેશે કે પાંચ-છ વિવેક અગ્નિહોત્રી ઊભા થાય અને જો એવું થશે તો જ આપણને લાભ થશે. જનરલી શું બને છે ઇન્ડસ્ટ્રીમાં કે અહીંથી પૈસા કમાવામાં આવે છે, પણ એ પૈસો પછી તેમની પાસે જ રહી જાય છે, તેઓ એ પૈસો ફરી ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ નથી કરતા, ઇન્ડસ્ટ્રીને વધારે સ્ટ્રૉન્ગ કરવા માટે કામ નથી કરતા, પણ અમે એવું નથી કરતા. અમારું પ્રોડક્શન-હાઉસ બહુ નાનું છે, પણ હું કહીશ કે અમારું પ્રોડક્શન-હાઉસ એકમાત્ર એવું પ્રોડક્શન-હાઉસ છે જે રિસર્ચ બેઝ કામ કરે છે. મારો નવો પ્રોજેક્ટ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ની જ વાત કહું તો અમે આ પ્રોજેક્ટ પર પૅન્ડેમિક આવ્યું એ સમયથી કામ કરીએ છીએ. કહો કે બે-અઢી વર્ષ થઈ ગયાં અને હજી પણ અમે એના પર કામ કરીશું. જ્યાં સુધી અમને એવું નહીં લાગે કે હા, માસની આ ફરિયાદ છે ત્યાં સુધી અમે કામ કરીશું.
‘ધ કશ્મીર ફાઇલ્સ’ માટે પણ હું કહી ચૂક્યો છું કે અમે ૭૦૦થી વધારે એવા લોકોને મળ્યા જેઓ કાશ્મીરની એ ત્રાસદી સાથે કોઈ ને કોઈ રીતે જોડાયેલા હતા અને તેમની પાસે ફર્સ્ટ-હૅન્ડ રિપોર્ટ હતો. જેનોસાઇડ અટૅક સમયે ત્યાં હતા એવા લોકોને પણ અમે મળ્યા અને મળ્યા એટલું જ નહીં, અમે એ બધાં પ્રૂફ પણ એકઠાં કર્યાં જે અમારી સ્ક્રિપ્ટ માટે ઉપયોગી હતાં, તો આ જે ટાઇમનું, પૈસાનું, મેનપાવર, ટ્રાવેલિંગનું ઇન્વેસ્ટમેન્ટ છે એ આજે અમારા સિવાય કોઈ કરતું હોય એવું મેં તો જોયું નથી. મારે અહીં બીજી પણ એક વાત કહેવી છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ની સૌથી મોટી બ્યુટી જો કોઈ હોય તો એ કે એમાં અમે કંઈ નવું નથી કર્યું. અમે જઈને એ લોકો સાથે બેઠા છીએ, એ લોકોની વાતો જાણી છે અને એ વાતોને અમે સ્ક્રીન પર લાવ્યા છીએ. જજમેન્ટ આપવાનું કામ અમારું નથી અને અમારે એ આપવું પણ નથી. જે બન્યું એ વાત, એ જ રીતે અને એ જ પ્રકારે અમે રજૂ કરી છે. કોઈ જાતના મસાલા અમે એમાં ઍડ નથી કર્યા અને સિનેમાનું એ જ કર્તવ્ય છે, પણ આ કર્તવ્ય આજે કોઈ નિભાવવા તૈયાર નથી. કારણ કે હવે ફિલ્મો બનતી જ નથી, હવે પ્રોજેક્ટ બને છે.
રાઇટ, બૉલીવુડમાં ફિલ્મ નહીં, પણ પ્રોજેક્ટ્સ બને છે. ફાઇનૅન્સર અને હીરો મળી જાય એટલે કંઈ પણ બનાવી લેવાનું, એ બની જાય એટલે રિલીઝ કરી દેવાનું અને સ્ટાર્સના ફૅન-ફૉલોઅર્સના આધારે બિઝનેસ કરી લેવાનો, પણ ઑનેસ્ટલી હું કહું, એ રેસથી અમે બિલકુલ દૂર નીકળી ગયા છીએ. ઘણા અમારી આ ફિલ્મો જોઈને એવું કહે છે કે આ બદલાવનું સિનેમા છે, પણ હું કહીશ કે ના, આ બદલાવનું સિનેમા નથી, આ સિનેમા છે અને આ જ સિનેમા છે. રાજ કપૂર, બલરાજ સાહનીના સમયમાં આ જ સિનેમા હતું, પણ આજે આ સિનેમા ક્યાંય જોવા નથી મળતું. હા, હું કહીશ કે બદલાવનું સિનેમા એ છે જે અત્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બની રહ્યું છે. ન્યુ-એજ સિનેમાના નામે એ કંઈ પણ બનાવે છે અને બહાર ફેંકે છે, પણ ના, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ કે ‘બુદ્ધા ઇન ટ્રાફિક જૅમ’ કે ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ બદલાવનું સિનેમા બિલકુલ નથી, આ સિનેમા છે અને અમારે એ સિનેમા સાથે જોડાયેલા રહેવું છે. જ્યારે હું ટિપિકલ ફિલ્મો કરતો હતો, ટિપિકલ બૉલીવુડની ફિલ્મો, ત્યારે એ સંઘર્ષ બહુ અઘરો લાગતો હતો. એવું લાગવાનું એક કારણ પણ હતું. એ સમય એવો હોય છે જેમાં સીધી કમ્પેરિઝન થતી રહે છે અને કહેવાતું રહે કે તમે ફલાણાથી પાછળ છો અને ફલાણાની સરખામણીમાં તમારામાં ઓછપ છે. હંમેશાં માપતોલ થયા કરે. ૧૦૦ કરોડનો બિઝનેસ કરે તેને કહેવાય કે ૨૦૦ કેમ ક્રૉસ ન કર્યા અને ૨૦૦-૩૦૦ કરોડનો બિઝનેસ કરે તેને કહેવામાં આવે કે રેકૉર્ડ કેમ નથી બનાવ્યો? ઇન શૉર્ટ, તમને સતત એવું જતાવવામાં આવે કે તમારામાં કમી છે એટલે એ ટાઇમે તમે સક્સેસફુલ હો તો પણ તમે ગજબનાક સ્ટ્રેસ વચ્ચે જ જીવતા હો છો, પણ ૨૦૧૦માં મેં એ બધું છોડી દીધું અને હું મારા એક સ્વતંત્ર રસ્તા પર આગળ વધી ગયો. એ પછીનો જે સંઘર્ષ હતો એ સંઘર્ષ વાર્તા લખવાનો અને વાર્તા શોધવાનો જ હતો. ફિલ્મ કેવી ચાલશે અને કોણ એ જોશે એનું ટેન્શન રહ્યું જ નહીં, કારણ કે મને ખબર હતી કે હું ફિલ્મ એ મકસદથી બનાવું છું એ મકસદ સિદ્ધ થશે. પહેલાં શું હતું કે બૉક્સ-ઑફિસ એકમાત્ર પર્પઝ રહેતો, પણ હવે, હવે ઑડિયન્સ મારો પહેલો પર્પઝ છે.

‘બુદ્ધા ઇન ટ્રાફિક જૅમ’ કે પછી ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’થી મને કોઈ ફાયદો નથી થયો. હું મૉનિટરિંગ બેનિફિટની વાત કરું છું, પણ આ ફિલ્મોએ મને અંદરથી બહુ રિચ કર્યો, અંદર જે એક પ્રકાશ હોય છે એ પ્રકાશે મને બહુ બધું લાઇટ એ રસ્તા પર આપ્યું જેના પર મારે આગળ વધવું હતું અને મારી જર્ની સરળ થઈ. અત્યારે પણ સ્ટ્રગલ છે અને આવતા સમયમાં પણ સ્ટ્રગલ આવવાની જ છે. સ્ટ્રગલ વિનાની લાઇફ હોય જ નહીં, સંઘર્ષ વિનાનું જીવન નકામું છે માટે ક્યારેય સંઘર્ષ વિનાના દિવસો ઇચ્છતા નહીં, પણ સંઘર્ષ એ સારો જે તમને વધારે સારી રીતે ઉજાગર કરે. હું આજે પણ કહું છું, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પછી પણ સ્ટ્રગલ ચાલુ જ રહેશે. તમને કહ્યુંને, નવી ફિલ્મ માટે જે સબ્જેક્ટ પર રિસર્ચ ચાલુ છે એ રિસર્ચ જ્યાં સુધી પૂરું નહીં થાય, જ્યાં સુધી એની સ્ક્રિપ્ટ તૈયાર નહીં થાય ત્યાં સુધી એ સંઘર્ષ રહેવાનો છે, પણ એ સંઘર્ષમાં જાત સાથે જ કૉમ્પિટિશન છે, બીજા સાથે કમ્પેરિઝન નથી થવાની, કોઈ તમને સતત ઓછું કે નીચું નથી દેખાડવાના અને એટલે નૅચરલી એ સંઘર્ષમાં મન શાંત હોય છે.

 જ્યારે હું ટિપિકલ ફિલ્મો કરતો હતો, ટિપિકલ બૉલીવુડની ફિલ્મો, ત્યારે એ સંઘર્ષ બહુ અઘરો લાગતો હતો. એવું લાગવાનું એક કારણ પણ હતું. એ સમય એવો હોય છે જેમાં સીધી કમ્પૅરિઝન થતી રહે છે અને કહેવાતું રહે કે તમે ફલાણાથી પાછળ છો અને ફલાણાની સરખામણીમાં તમારામાં ઓછપ છે. હંમેશાં માપતોલ થયા કરે.

columnists vivek agnihotri saturday special