અનીસનો દીકરો - અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

01 March, 2020 03:17 PM IST  |  Mumbai | Vivek Agarwal

અનીસનો દીકરો - અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

પ્રતીકાત્મક તસવીર

અનીસના દીકરાનું નામ બાવા છે.

કરાચી અને મુંબઈમાં તે આ જ નામથી ઓળખાય છે.

દેશની સૌથી મોટી ગૅન્ગ સાથે તે જોડાયેલો છે.

અને એ પણ પિતાના પગલે જ ચાલી રહ્યો છે.

૨૦૧૨માં એવી માહિતી આવી કે આ બાવા કરાચીમાં રહેતા દાઉદના નાના ભાઇઈ અનીસનો દીકરો છે. અત્યારે તે તેના પિતા અનીસના પગલે ચાલી રહ્યો છે.

માહિતી મળી કે બાવા કરાચીમાં મનોરંજનના વ્યવસાયમાં મોટા પાયે જોડાયો છે.

જાણવા મળ્યું કે ૨૦૧૪ સુધીમાં આશરે પાંચ વર્ષમાં તેણે પાકિસ્તાનની સાથોસાથ ભારત અને ખાડીના દેશોમાં પણ મનોરંજન ઉદ્યોગમાં સારુંએવું રોકાણ કર્યું છે અને એમાંથી તે ખાસ્સું કમાયો પણ ખરો.

ડી-કંપનીના કામકાજથી અલગ, બાવાનો આ કાયદેસર વ્યવસાય ચાલી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે સંપૂર્ણપણે કાયદેસર વ્યવસાય સ્થાપવામાં તેને કોઈ મુશ્કેલી નડી નહીં. એનું કારણ એ છે કે ખાડીના દેશોમાં પહેલેથી જ અનીસ અને દાઉદ ઘણા કાયદેસર વ્યવસાય ધરાવે છે.

દાઉદ અને અનીસના કાયદેસર વ્યવસાયોની જાણકારી બહારની દુનિયાને નથી. દાઉદ અને અનીસે આ કંપનીઓમાંથી બાવાની નવી કંપનીમાં રકમ ટ્રાન્સફર કરી. ત્યાર પછી તો બાવાનો વ્યવસાય જામી ગયો.

ડી-કંપનીનાં નિકટનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બાવા સ્પીડનો શોખીન છે. સારી કારનું તેને આકર્ષણ રહે છે. તે હંમેશાં નવી-નવી અને મોંઘીદાટ કાર ખરીદતો રહે છે.

આ જણાવતાં બાતમીદારનો ચહેરો ચમકી ઊઠ્યોઃ

બોલે તો, ભાઈલોગ કે બેટે ભી એકદમ ફાસ્ટ હૈ રે બાવા.

columnists vivek agarwal