સ્વિમિંગ એવી એક્સરસાઇઝ છે જે રિલૅક્સેશન પણ આપે છે

09 May, 2022 12:26 PM IST  |  Mumbai | Rashmin Shah

‘સ્ટેટ ઑફ સેજ -ટેમ્પલ અટૅક’ જેવી વેબ-સિરીઝમાં જોવા મળતા પરવીન દબાસની ફિટનેસ જોઈને જ ઍક્ટ્રેસ પ્રીતિ જાંગિયાની તેના પ્રેમમાં પડી અને મૅરેજ કર્યાં. પરવીનના ફિટનેસ માટેના ફન્ડા જાણવા જેવા છે 

ઘી અને તેલમાં ઘી બેસ્ટ છે. જો ઘી ભાવતું અને ફાવતું હોય તો બધું ફૂડ ઘીમાં બનાવવું જોઈએ.

‘રાગિણી એમએમએસ-2’, ‘ઘનચક્કર’, ‘મિરર ગેમ’,  ‘ખોસલા કા ઘોસલા’, ‘મૈંને ગાંધી કો નહીં મારા’ જેવી અનેક ફિલ્મો તો ‘સ્ટેટ ઑફ સેજ -ટેમ્પલ અટૅક’ જેવી વેબ-સિરીઝમાં જોવા મળતા પરવીન દબાસની ફિટનેસ જોઈને જ ઍક્ટ્રેસ પ્રીતિ જાંગિયાની તેના પ્રેમમાં પડી અને મૅરેજ કર્યાં. પરવીનના ફિટનેસ માટેના ફન્ડા જાણવા જેવા છે 

Need અને Want.
લાઇફમાં નીડ પણ હોય અને વૉન્ટ પણ હોય, પણ બન્ને અલગ જ હોવાનાં. તમને જે જોઈએ છે, જે મેળવવાની તમારી ઇચ્છા છે એ જરૂરી નથી કે તમારી નીડ હોય. હા, તમે તમારી ઇચ્છાને જરૂરિયાત મુજબ વાળી લો તો લાઇફ સહેલી થઈ જાય. એવું નથી કે હું ટૉપિકની બહારની વાત કરું છું. આપણો ટૉપિક છે ફિટનેસનો અને એમાં તમારી નીડ છે ફિટ રહેવાની, નહીં કે સિક્સ-પૅક ઍબ્સ બનાવવાની કે પછી બૉડી-બિલ્ડિંગની. તમે હેલ્ધી હો, કોઈ બીમારી તમને આવતી ન હોય અને ધારો કે તમને એ આવે તો પણ ઝડપથી ચાલી જતી હોય. તમારી સ્ટ્રેન્ગ્થ એવી હોય કે તમે બધાં કામ કરી શકતા હો. બૉડી પરફેક્ટ હોય અને તમે ઇચ્છો એ ખાઈ શકતા હો. ધારો ત્યારે જાગી શકતા હો અને સૌથી અગત્યનું તમે ખુશ રહેતા હો તો એનાથી બેસ્ટ બીજું કંઈ નથી. સિક્સ-પૅક ઍબ્સ બનાવવાથી કે પછી બૉડી-બિલ્ડિંગ કરીને કૉમન મૅનને કોઈ ફાયદો થવાનો નથી અને જેનો ફાયદો નથી એની તમને જરૂરિયાત હોવી ન જોઈએ.
હું મારા ફૅન્સને પણ વારંવાર આ જ વાત કહેતો હોઉં છું કે પ્લીઝ, એવી દેખાદેખી ન કરો. સ્ટાર્સના ફૂડથી માંડીને ટ્રેઇનર અને એક્સપર્ટ્સ એવા હોય છે કે તે લોકો એ કામ કરી શકે. બીજું એ કે તેમણે એવું કૅરૅક્ટર કરવાનું હોય છે, કૅમેરા સામે શર્ટ ઉતારવાનું હોય છે. કૉમન મૅને કોની સામે શર્ટ ઉતારવું છે કે સ્ટાર્સ જેવા દેખાવાની ચિંતા કરવાની હોય? હા, ફિટ રહેવું જોઈએ. તમારા ખભા પહોળા હોવા જ જોઈએ, છાતીથી પડછંદ તમે લાગવા જોઈએ અને પેટ બહાર દેખાવું ન જોઈએ. આ તો તમે રેગ્યુલર વર્કઆઉટથી પણ લાવી જ શકો છો. 
પ્રોફેશન, પસંદગી અને રિક્વાયરમેન્ટ | 
ઍક્ટિંગ મારું પ્રોફેશન છે. પ્રો-પંજા લીગનો હું ઓનર છું તો તમે મને ફિટનેસ ઍક્ટિવિસ્ટ પણ કહી શકો છો. ફિટનેસ અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા ઘણા લોકોને હું મળતો હોઉં છું. કોચ પણ મળે અને ટ્રેઇનર પણ મળે. એ દરેકનું કહેવું એક જ છે કે હ્યુમન બૉડી ઇમેજિનેશન કરતાં પણ વધારે કૅપેસિટી સાથે કામ કરી શકે છે, પણ એ માટે તમને તમારી રિક્વાયરમેન્ટની ખબર હોવી જોઈએ.
તમને મારી જ વાત કહું. મારું વર્કઆઉટ બહુ સિમ્પલ છે અને ફૂડ-ઇન્ટેક પણ સિમ્પલ છે. મારો સિમ્પલ નિયમ છે કે જે કામમાં વર્કઆઉટ મળે અને કૅલરી બર્ન થાય એ બધી ઍક્ટિવિટી કરવાની. જિમિંગ, વૉકિંગ, રનિંગ, સ્વિમિંગ, સ્કિપિંગ, ફંક્શનલ ટ્રેઇનિંગ અને સાથોસાથ માર્શલ આર્ટ અને બૉક્સિંગની ટ્રેઇનિંગ પણ હું કરું છું. એટલું યાદ રાખવાનું કે દરેક વર્કઆઉટ પ્રૉર્પર ફૉર્મમાં કરશો તો જ એનો ફાયદો છે. ફિટનેસ ઍક્ટિવિસ્ટ તરીકે હું હંમેશાં કહું છું કે તમારો ગોલ ફિટ થવાનો હોવો જોઈએ, સારા દેખાવાનું બાય-પ્રોડક્ટ તરીકે તમને મળી જશે. મારા બધા વર્કઆઉટમાં મને કોઈ વર્કઆઉટ ગમતો હોય તો એ છે કે બૉક્સિંગની ટ્રેઇનિંગ. બૉક્સિંગ હોલ બૉડી-વર્કઆઉટ છે. એમાં સ્ટૅમિના, એનર્જી, ફ્લેક્સિબિલિટી જોઈએ અને સાથોસાથ પાવર, ફોર્સ અને સ્પીડ પણ જોઈએ તો મેન્ટલ સ્ટેબિલિટી પણ જોઈએ. બૉક્સિંગ દરમ્યાન શરીરના દરેક જૉઇન્ટ્સ અને પાર્ટ્સ વર્ક કરતા હોય છે. બૉક્સિંગ ઉપરાંત સ્વિમિંગની ખાસિયત કહું. એ વર્કઆઉટમાં તો હેલ્પફુલ બને જ, પણ એ શાંતિ પણ આપે.
કહો, કુછ ખાયા ક્યા? | મારો સિમ્પલ નિયમ છે. ઓવરઈટિંગ બિલકુલ નહીં કરવાનું. તમે ફિટનેસની બાબતમાં અલર્ટ થઈ જશો એ પછી ઓવરઈટિંગ અવૉઇડ કરવું તમારા માટે સાવ જ ઈઝી થઈ જશે. તમારું બૉડી જ તમને ના પાડશે અને બૉડી પાસે એ કામ માઇન્ડ કરાવશે. 
મારે મન ઘરનું બનાવેલું ફૂડ સૌથી બેસ્ટ છે, પણ ડીપ ફ્રાઇડ કે પછી તીખું હોય એવું ફૂડ ટાળવાનું. મારા ઘરે એવું ફૂડ બનતું જ નથી. અમે મૅક્સિમમ રૉ ફૂડ ખાવાનું પસંદ કરીએ. રૉ પછી આવે બૉઇલ ફૂડ. ફ્રૂટ્સ અમારા ઘરમાં સૌથી વધારે ખવાતાં હોય છે. બૉડી માટે ફાઇબર અને લિક્વિડ પૉર્શન બહુ જરૂરી છે, જે તમને ફ્રૂટ્સમાંથી મળે છે.
પ્રોટીન માટે હું એક પણ પ્રકારના પાઉડરનો ઉપયોગ નથી કરતો. ચણા પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે તો ડ્રાયફ્રૂટ્સ, પનીર, અને ટોફુ સૅલડ પણ બેસ્ટ ઑપ્શન છે. સૅલડ પરથી યાદ આવ્યું કે શક્ય હોય ત્યાં સુધી વેજિટેબલ્સ અને ફ્રૂટસ ડાયરેક્ટલી દાંતથી ખાવાં જોઈએ. એ જ્યારે કાપવામાં આવે ત્યારે એમાંથી જે લિક્વિડ નીકળે છે એ બૉડી માટે બહુ લાભદાયી હોય છે.

 ગોલ્ડન વર્ડ‍્સ
ઘી અને તેલમાં ઘી બેસ્ટ છે. જો ઘી ભાવતું અને ફાવતું હોય તો બધું ફૂડ ઘીમાં બનાવવું જોઈએ.

columnists Rashmin Shah