જો ઇચ્છા થાય તો છોકરાઓને સેનામાં મોકલજો, પણ સાધુ નહીં બનાવતા

09 January, 2019 09:40 AM IST  |  | Swami Sachchidanand

જો ઇચ્છા થાય તો છોકરાઓને સેનામાં મોકલજો, પણ સાધુ નહીં બનાવતા

એક ચપટી ધર્મ 

યુદ્ધ નહીં કરનારાના પક્ષે બે જ વાત આવતી હોય છે- એક તો માર ખાવાનો અને બીજું શરણાગતિ. જો તમે એવું કરો તો ધર્મનો નાશ થાય અને અધર્મનો જયજયકાર થાય. આ જ કારણે ભગવદ્ગીતાનો સંદેશો જીવનમાં ઉતારવા જેવો છે. ભગવદ્ગીતા કહે છે, અંદરના અને બહારના શત્રુઓ સાથે પૂરી શક્તિથી લડવાનું હોય અને રાષ્ટ્રને બન્ïને પક્ષે, અંદરથી અને બહારથી નિષ્કંટક બનાવવું જોઈએ. આપણો પ્રfન હજી ઉકેલાયો નથી. ભારતને યુદ્ધનેતાની જરૂર હતી. અત્યારે જે નેતા મYયા છે એ નેતાને પણ પૂરી આઝાદી સાથે કામ કરવા નથી મળતું એ પણ વાસ્તવિકતા છે એટલે એવું કહેવામાં ખોટું નથી કે આપણે યુદ્ધનેતા વિનાના છીએ.

ભારતના વિકાસ માટે જો સૌથી વધારે જરૂરી હોય તો એક જ કે ભારતને સારામાં સારો યુદ્ધનેતા મળે, સારામાં સારી સેના મળે અને સારામાં સારાં શસ્ત્રો તથા સારી લૉબી મળે. યાદ રાખજો મારા શબ્દો, જો ઉધાર ઇચ્છતા હો તો સેનાલક્ષી વિચારધારા મનમાં રાખજો. જો બેચાર છોકરા હોય તો એકાદને સૈનિક બનાવો, પણ સાધુ કોઈને બનાવવો નહીં. એ કુદરતી માર્ગ નથી. સાધુજીવનમાં ઉદ્ધાર નથી, ઉદ્ધાર રાષ્ટ્રસેવામાં છે અને રાષ્ટ્રસેવાથી ઉત્તમ બીજી કોઈ સેવા નથી. જે રાષ્ટ્રને સેવાની જરૂર પડતી હોય એ રાષ્ટ્રનો એક પણ સમાજ ખમીતધર છે એવું કહી ન શકાય અને એટલે જ કહું છું, જો સંતાનોને સાધુ બનાવવાનું વિચારતા હો તો એ વિચારને પડતા મૂકીને સંતાનને સેના તરફી કરજો, સેનામાં મોકલજો. દેશનું હિત થશે.

યુદ્ધ ખરાબ નથી, યુદ્ધ પણ સાધના છે અને એ સાધનાથી પણ સમાજનું હિત થાય છે. આજે બધા હિંસાથી દૂર કરવાનું કામ કરે છે, પણ એવું કરવાની આવશ્યકતા છે જ નહીં. જરૂરી હોય એ હિંસાને પણ અપનાવવી પડે. શિવાજી રામદાસ પાસે ગયા ત્યારે તેમણે શિવાજીને તલવાર ફેરવતા કર્યા. આપણે પલાયનવાદી નથી બનવાનું. ભાગેડુ નહીં બનો, નિરાશ્રય નહીં બનો. જો એવું કરશો તો જ તમારો ઉદ્ધાર થશે અને જો એવું કરશો તો જ વિશ્વમાં ભારતનો ઉદ્ધાર થશે. રાષ્ટ્રના ઉદ્ધારથી જ સમાજનો ઉદ્ધાર છે અને રાષ્ટ્રના ઉદ્ધારથી જ વ્યક્તિનો વિકાસ છે.

columnists