પઠાણોથી પંગો!

21 July, 2019 12:51 PM IST  |  મુંબઈ ડેસ્ક | વિવેક અગરવાલ - તમંચા

પઠાણોથી પંગો!

પ્રતીકાત્મક તસવીર

તમંચા

દાઉદ અને પઠાણ-કંપની વચ્ચે વિવાદ તો થવાના જ હતા... આપસી મારકાટ તો થવાની જ હતી... જૂના જમાનાના જામી ગયેલા લોકો જરાય પસંદ નથી કરતા કે તેમના કારોબારમાં કોઈ પ્રતિદ્વંદ્વી પેદા થાય... ... પણ દાઉદ પઠાણ-કંપનીની તિજોરીમાં સેંધ લગાવીને બહુ ખુશ થઈ રહ્યો હતો.
જાણકારો અનુસાર મિસાબંદીમાંથી બહાર આવ્યો ત્યારે દાઉદ ઊંચી ઊડાન ભરવાની તૈયારીમાં હતો. તેણે તસ્કરીના માલમાંથી મોટો નફો મારવાનું શરૂ કરી દીધું.
અમીરજાદા-આલમઝેબને તેની તરક્કી પસંદ ન આવી. લોકો જાણે છે કે પઠાણ-કંપની અને દાઉદ વચ્ચે કારોબારને કારણે દુશ્મની વધી હતી.
જોકે કોઈક લોકોનું એવું કહેવું છે કે કારોબાર એની જગ્યાએ હતો, અસલ કારણ તો છોકરી હતી.
અહીં પણ છોકરી?
કહેવાય છે કે દાઉદ એક છોકરીને પ્રેમ કરતો હતો, પણ તેનું નામ આજ સુધી સામે નથી આવ્યું. તેની સાથે એક બીજો માણસ પણ તેને પ્રેમ કરતો હતો. મોહબ્બત એકતરફી હતી અને આગ બન્ને તરફ બરાબરની લાગી હતી એ કોઈ જાણતું નથી.
એ માણસનું નામ અયુબ ખાન હતું અને તે કરીમલાલાનો કરીબી અને પઠાણ ટોળકીનો મજબૂત સભ્ય હતો.
દાઉદ અને અયુબ વચ્ચે છોકરીને લઈને એવો વિવાદ વધ્યો કે દાઉદે અયુબ પર હુમલો કરાવી દીધો.
ચૉપરથી થયેલા આ હુમલામાં અયુબના હાથ પર ગંભીર ઘા થયા હતા. અયુબ તો હવે દાઉદના લોહીનો તરસ્યો બની ગયો હતો.
બીજી બાજુ હાલાત તેજીથી બદલાઈ રહ્યા હતા. દાઉદ પણ લગાતાર પઠાણ-કંપનીનાં પ્યાદાંઓ પર હુમલા કરી રહ્યો હતો. પઠાણ-કંપની પણ બદલો લઈ રહી હતી. દરરોજ સડકો પર લોહી વહેતું હતું. આમજનતાને જોકે કોઈ પરેશાની નહોતી, પણ પોલીસ ત્રાસી ગઈ હતી.
હવે એ બુઝુર્ગે થોડું રોકાઈને પાણી પીધું પછી સુફિયાના અંદાજમાં કહ્યું,
‘જર ઔર જોરુકે લિએ સારી દુનિયાને ફસાદ કર રખે હૈં... યે ઇન્સાની ફિતરત ભી બડી અજીબશી હૈ જનાબ.’
વિદેશી ઉપન્યાસ અને બૅન્ક ડકૈતી
મન્યા સુર્વેને જ્યારે જેલ થઈ... અપરાધની નવી ટેક્નિક શીખવા માટે... તે દિવસભર જેમ્સ હેડલી ચેઇઝની જાસૂસી વાર્તાઓ વાંચતો... એમાં લૂંટ અને ડકૈતીની શાનદાર રીતો હોય છે... તેને કેવી રીતે સુલઝાવાય છે એ જાણકારી પણ હોય છે... એનાથી જાણવા મળ્યું કે યોજના કેવી રીતે તૈયાર કરાય... એ પણ જાણ્યું કે કઈ ભૂલ ન કરવી... જેથી પોલીસ પોતાના સુધી પહોંચી ન શકે.
જ્યારે મન્યા ફરાર થઈને મુંબઈ પહોંચ્યો ત્યારે ધારાવીનિવાસી શેખ મુનીર, ડોમ્બિવલીનિવાસી વિષ્ણુ પાટીલ, મુંબઈનિવાસી ઉદય શેટ્ટી સહિત દયાનંદ શેટ્ટી, પરશુરામ કાટકર, મોરેશ્વર નાર્વેકર, કિશોર સાવંતને સાથે જોડ્યા. આ બધા એ જમાનાના ખતરનાક ડાકુ હતા. મન્યાએ ૧૯૮૦ની પાંચમી એપ્રિલે દાદરમાંથી એક ઍમ્બૅસૅડર કાર ચોરી. ટોળીના સભ્યોએ આ જ કારમાં કરી રોડની લક્ષ્મી ટ્રેડિંગમાં જઈને ધાવો હુમલો કર્યો, ૫૭૦૦ રૂપિયા લૂંટ્યા અને ફરાર થઈ ગયા.
મન્યા ટોળીને પહેલી સફળતા હાંસલ થઈ અને પોલીસને ખબર પણ ન પડી.
મન્યા ગૅન્ગની હિંમત આ લૂંટથી વધી ગઈ. તેમણે બીજા અનેક નાનામોટા ડકૈતી કાંડ કર્યા. એ જ દિવસે મન્યાએ પોતાની ટોળકી સાથે શેખ અઝીઝ પર હુમલો કર્યો.
આ દબંગ યુવાન ધારાવીના કાળા કિલ્લા વિસ્તારમાં રહેતો હતો. અઝીઝ અને શેખ મુનીરની જૂની અદાવત હતી. શેખ મુનીર અને મન્યાની ઘેરી દોસ્તી હતી. દોસ્ત માટે મન્યાએ અઝીઝને મારવામાં સાથ આપવાનો કૉલ આજે પૂરો કર્યો.
મન્યાની કાર્યશૈલી જાણનારા ખબરી અનુસાર તેણે માહિમમાં બરખા બીજલી ઇલાકામાં કાર ચોરીને ગોવંડીમાં ૧.૨૬ લાખ અને સાયનમાં કૅનેરા બૅન્કમાંથી ૧.૫ લાખ રૂપિયાની ડકૈતી કરી હતી. આ કારનામાંઓને તેણે જેમ્સ હેડલી ચેઇઝના એક ઉપન્યાસમાંથી શીખીને અંજામ આપ્યો હતો.
એક વાર મન્યાએ માત્ર એટલી વાત પર એક દોસ્ત પર ગોળી ચલાવી દીધી જેણે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. એવો દોસ્ત જે કૉલેજમાં તેની સાથે ભણ્યો હતો, જેના રસોડામાં ચૂલા પર રાખેલું ખાવાનું લઈ ખાઈ લેવાનો હક રાખતો હતો.
એ માણસે કહ્યું જે મન્યા હમેશાં કહેતો હતો : ‘મૈં અપરાધી નહીં બનના ચાહતા... મુઝે તો દેશ કી વ્યવસ્થાને અપરાધી બનાયા હૈ.’

columnists weekend guide