ગણપતિ પંડાલ વચ્ચે બિટ-ચોકી

16 June, 2019 01:43 PM IST  |  | વિવેક અગરવાલ - તમંચા

ગણપતિ પંડાલ વચ્ચે બિટ-ચોકી

પ્રતીકાત્મક તસવીર

તમંચા

એસીપી વાયસી પવારને તત્કાલીન પોલીસ આયુક્ત જુલિયસ એફ. રિબેરોએ એક મોકો આપ્યો...

મોકો એ કે તે મુંબઈ માફિયાને પૂરી રીતે નેસ્તનાબૂદ કરી દે...

એ પછી વાયસીએ પોતાની પૂરી તાકાત એમાં ઝોંકી દીધી.

વાયસીનાં કારનામાં પણ એવાં રહ્યાં હતાં કે એ દિવસોમાં તસ્કરીનો બાદશાહ કહેવાતો વરદરાજન મુદલિયાર ઉર્ફે વરદાભાઈ પણ હતપ્રભ બની ગયો. વાયસીએ તેના એ હાલ કર્યા કે ચૂપચાપ તે મુંબઈ છોડી ગયો. દક્ષિણ ભારતના પોતાના ગામમાં પાછો જઈને વસી ગયો.

વરદા મુંબઈથી જવાને કારણે હાજી મસ્તાન, કરીમ લાલાથી શાબિર અને દાઉદ સુધીના તમામને ખુલ્લું મેદાન મળ્યું હતું.

દક્ષિણ ભારતમાં હાર્ટ-અટૅકથી વરદાનું મોત થયું હતું. હાજી મસ્તાને ખુદ જઈને તેનું શબ ખાસ વિમાન દ્વારા મુંબઈ લાવીને હજારો લોકો વચ્ચે પોતાની સામે માટુંગામાં તેના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

મુંબઈમાં તો દક્ષિણ ભારતીય લોકોમાં વરદાભાઈ ભગવાનની જેમ પૂજાતો હતો. વાયસી પવારે વરદાની દાદાગીરી ખતમ કરવા સૌથી પહેલાં તેના ગણપતિ-પંડાલને આકારમાં નાનો કરાવ્યો હતો. પછી એની વચ્ચોવચ એક પોલીસચોકી-બિટ પણ બનાવડાવી.

ત્યાર બાદ તો વરદાના તમામ સાથીઓને અબાધ્ય રીતે ત્યાં આવવા-જવામાં તકલીફ પડવા માંડી. આને કારણે પણ વરદાને જબદદસ્ત નુકસાન થયું.

વરદાનું જે રીતે મોત થયું હતું અને તેની જે ગત બની હતી એ જણાવતાં ખુદ માણસ દુખી દેખાવા લાગ્યો. તેણે મોબાઇલથી ટેબલ ઠકઠકાવતાં કહ્યું,

‘ભાઈ, શેર ભી કિતના જબર ક્યોં ના હો...જબ મર જાતા હૈ તો ઉસકુ ચિંટી લોગ ખાતા હૈ...વરદા કા સાથ ભી ઐસા હુઆ... ઐસાઈચ હુઆ.’

દાઉદનો તસ્કરી ગુરુ

તે સોના-ચાંદીની તસ્કરીનો સૌથી મોટો ખેલાડી હતો...

તે દમણનો સૌથી તાકાતવર તસ્કર હતો...

તે દાઉદના તસ્કરી કારોબારનો પહેલો ગુરુ હતો...

તે દમણનો સૌથી મોટો તસ્કર લલ્લુ જોગી હતો.

લલ્લુની પોતાની ઘણી નાવ હતી. પોતાની ગોદી હતી. દરિયાકિનારે શાનદાર બંગલો હતો, જેની ફર્શ સમંદરની બરાબર ઉપર હતી. આ બંગલાની નીચેથી સીધી નાવ અંદર આવતી હતી. માલ સીધો ઘરમાં ઊતરતો હતો. જીપો-ટ્રકો-કારોમાં ભરી-ભરીને સીધો મુંબઈ કે ગુજરાતનાં ઠેકાણાંઓ પર રવાના થઈ જતો.

એ દિવસોમાં દાઉદની હરકતોથી દમણ-દીવ અને ગુજરાતના લૅન્ડિંગ એજન્ટો ભારે ડરતા. કોઈ તેના માલની ઊતરાઈ કરતું ન હતું. આવા સમયમાં લલ્લુ જોગી એકમાત્ર માણસ હતો જે દાઉદનું કામ હાથમાં લેતો હતો. લલ્લુ કોઈથી ડરતો નહોતો, દાઉદથી પણ નહીં.

બધા જાણતા હતા કે દાઉદ પોતાના કામ અને મહેનતના પૈસા હજમ કરી જશે. લલ્લુને જોકે પોતાની ખુદ્દારી પર એટલો ભરોસો હતો કે દાઉદનું કામ તેણે હંમેશાં કર્યું, બેધડક કર્યું, પૂરા વટથી કર્યું... અને શાનથી કર્યું. દાઉદે ક્યારેય તેના પૈસા હજમ ન કર્યા.

આ પણ વાંચો : ઇન્સ્પેક્ટરની ઍક્ટિંગ

એ લલ્લુ જોગી જ હતો જેણે દાઉદને તસ્કરી, સડક અને જલમાર્ગે માલ સુરક્ષિત લાવવા-લઈ જવાના ઢગલાબંધ ગુણ શીખવાડ્યા હતા.

લલ્લુને લીધે જ દાઉદ અને સાબિરે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કાફી કામ કર્યું હતું.

એ તો તમે પણ જાણો છો, આખો સંસાર જાણે છે કે દાઉદ ક્યાંથી ક્યાં પહોંચી ગયો.

કહાણી સંભળાવતાં લલ્લુના જૂના જાણકારે ભાગ્યનો ખેલ દર્શાવતાં કહ્યું,

‘ગુરુ ગુડ રહે ગયા, ચેલા ચિની હો ગયા.’

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

columnists weekend guide