કલકત્તાથી જમાનત!

02 June, 2019 12:48 PM IST  |  | વિવેક અગરવાલ - તમંચા

કલકત્તાથી જમાનત!

તમંચા

આ ખરેખર મજેદાર કિસ્સો છે....

એકદમ ફિલ્મી સ્ટોરી છે ભાઈ....

‘બોલે તો દીવાર કે અમિતાભ બચ્ચન કે માફિક....’

‘બડે સ્યાને કો એક કાંડી કે માફિક પુલિસવાલા હરા દિયા....’

એક વાર વરદાની એક તસ્કરીની ખેપને રત્નાગિરિ પોલીસે સૂચનાને આધારે પકડી લીધી.

વરદા પણ ઓછો ખેલાડી નહોતો. તેને ખબર હતી કે જિદ્દી વાય.સી. હશે ત્યાં સુધી મહારાષ્ટ્રની કોઈ પણ અદાલત કે મુંબઈ હાઈ કોર્ટ જમાનત લેવી શક્ય નહોતી. તેણે કલકત્તા હાઈ કોર્ટમાંથી રત્નાગિરિમાં પકડાયેલા માલ પર વરદાની જમાનત મેળવીને બધાને ચોંકાવી દીધા હતા.

વાય.સી.ને ઝટકો લાગ્યો, પણ તે વરદાના ખાતમા માટે વધુ ઉતાવળા બની ગયા. પંજા ઝાડીને તે હવે તેની પાછળ પડી ગયા.

વરદાએે વાય.સી.ને ધમકાવવાથી માંડીને ખરીદવા સુધીના તમામ પ્રયત્નો કરી જોયા, પણ તેઓ માન્યા નહીં.

છેવટે વરદાએ જ ઝૂકવુ પડ્યું, નાછૂટકે મુંબઈ છોડીને તેણે મદ્રાસ જતા રહેવું પડ્યું.

વાય.સી.એ તો પણ તેનો પીછો ન છોડ્યો. તેમણે વરદા સામે કેટલાય મામલા દર્જ કર્યા હતા અને તેને એક ‘ઇશ્તેહારી મુઝરિમ’ બનાવી દીધો હતો.

મુંબઈ પોલીસે વરદાને મદ્રાસથી પકડી લાવવાની ઘણી કોશિશ કરી જોઈ, પણ ત્યાંના કાનૂનના જાણકારોએ તેને દરેક વાર બચાવી લીધો.

ખબરીની આંખમાં જબરદસ્ત ચમક આવી, તેણે કહ્યું, ‘યે બાત અલગ હૈ કી ઈધર બૉમ્બે મેં જોસેફ, ખાજા, સોમા, ટકલુ, જૈસા વરદાને નવરતન લોક કો પકડ કે જેલ કે પીછે ઠૂંસ કે વરદા કા અખ્ખા સિસ્ટમ પૂરી તરહ ખતમ કર ડાલા.’

વાય.સી.ને સુરક્ષા

૧૯૮૮નું વર્ષ હતું...

મુંબઈમાં વાય.સી. પવાર સુરક્ષા મેળવનારા પહેલા અધિકારી બન્યા...

તેમને માફિયાથી બચવા માટે સિક્યૉરિટી કવર મળ્યું...

...રાજ્ય સરકારે તેમને માટે ખાસ બુલેટ-પ્રૂફ કાર વિદેશથી મગાવી.

થયું હતું એમ કે પોલીસ-આયુક્ત જુલિયો રિબેરોના કહેવાથી વાય.સી.એ મુંબઈ માફિયાની કમર તોડવાનું અભિાયન શરૂ કર્યું.

રિબેરો પાસે ખુફિયા સૂચના પહોંચી કે વાય.સી.ને રસ્તામાંથી હટાવવા મુંબઈ માફિયાના કેટલાક ગિરોહના સરદારો અને સિપેહસાલારોએ યોજના બનાવી છે. તેમના હિટલિસ્ટમાં વાય.સી. સૌથી ઉપર છે.

તેઓ પહેલા એવા અધિકારી બન્યા જેની સુરક્ષા માટે મુંબઈ પોલીસ તરફ ન કેવળ હથિયારબંધ બૉડીગાર્ડ તહેનાત કરાયા, બલકે ખાસ તેમને માટે વિદેશમાં બનાવડાવીને બુલેટ-પ્રૂફ કાર મગાવાઈ અને તહેનાત કરાઈ.

આ પણ વાંચો : કૉલમ : શરાબની કારનો પીછો

આ કાર અને તેમની સુરક્ષા, તેમની સેવાનિવૃત્તિ પણ જારી રખાયાં હતાં.

વાય.સી.નો જમાનો જોઈ ચૂકેલા એક સેવાનિવૃત્ત એ.સી.પી.એ નામ ન છાપવાની શરતે કહ્યું, ‘વાય.સી. પવારસાહબ કો મિલી સુરક્ષા પર તો નહીં... લેકિન બુલેટ-પ્રૂફ કાર કે કારન દેશ કે તમામ બડે પુલીસ-અફસર ઔર નેતાઓં કી છાતીયોં પર સાંપ રેંગતે રહે... ઉનકી કાર કો લેકર બહુત બબાલ ભી બડે લોગોંને ખડા કિયા, લેકિન રિબેરો સાહબ કી કાર કિસી કે પાસ નહીં થી. ઉન્હોંને પવાર સાહબ કી સિક્યૉરિટી તો નહીં કટને દી.’

લેખક જાણીતા ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિસ્ટ અને ક્રાઇમ રાઇટર છે.

columnists weekend guide