ઇન્સ્પેક્ટરની ઍક્ટિંગ

09 June, 2019 12:48 PM IST  |  | વિવેક અગરવાલ - તમંચા

ઇન્સ્પેક્ટરની ઍક્ટિંગ

પ્રતીકાત્મક તસવીર

તમંચા

વરદાની જિંદગી પર કમલ હાસનની એક ફિલ્મ ‘નાયકન’ આવી...

તેની હિન્દી ફિલ્મ ફિરોઝ ખાને બનાવી...

જેમાં વરદાનું પાત્ર વિનોદ ખન્નાએ નિભાવ્યું...

...પણ વાય.સી. તો અલગ જ માટીના બનેલા હતા.

બહુ ઓછા લોકોને ખબર છે કે વાય.સી. પવારે પોતે પણ એક મરાઠી ટીવી ધારાવાહિકમાં કામ કર્યું હતું.

તેમના જમાનાના લોકો કહે છે કે તે પહેલા એવા પોલીસ-અધિકારી બન્યા જેને જિલ્લાની હકૂમતે ટીવી-સિરિયલમાં કામ કરવાની મંજૂરી આપી અને હા,

આ સિરિયલ તેમના જ જીવન પર બની હતી.

તેણે નાક પર ચશ્માં ચડાવ્યાં, ધ્યાનથી નજર નાખી અને બોલ્યો:

‘ક્યા સમઝા હૈ આપને વાય.સી. કો... ઉનકે કારનામોં કો દેખ ફિલ્મવાલે ભી હૈરાન થે...

ઉન્હોંને વાય.સી.સા’બ પર મરાઠી ફિલ્મ ‘રનાવટ તૂફાન’ ભી બનાઈ થી.’

ગળામાં ફસાયેલી ગોળી

ક્યારેક તમે સાંભળ્યું હશે, બે લંગોટિયા યાર હતા...

અચાનક કોઈક વાત પર બન્ને વચ્ચે અનબન થાય છે...

બે દોસ્તો અચાનક દુશ્મન બની જાય છે...

દોસ્તી એવો ખતરનાક મોડ લે છે કે એક દિવસ...

... દોસ્ત જ દોસ્તનો જાની દુશ્મન બની જાય છે.

મુંબઈ અન્ડરવર્લ્ડમાં ઘણા લોકો જાણે છે કે સોનાની તસ્કરીનાં સૌથી મોટાં નામો હાજી મિર્જા મસ્તાન અને યુસુફ પટેલ ખૂબ ખાસ અને જિગરી દોસ્ત હતા...

એનો એક કિસ્સો એવો પણ છે કે બન્નેએ એકબીજા પર ગોળી ચલાવી હતી. કારણ હતું યુસુફની એક કમજોરી. તે બધા સાથે ધોખાધડી કરતો હતો.

સોનાની ખેપો ઉતારવા અને પહોંચાડવાનો તે ઠેકો લેતો હતો એમાં પોલીસ કે કસ્ટમની નકલી છાપામારી બતાવી, માલ દરિયામાં ફેંકી દીધો એવું બતાવીને તે ખુદ હજમ કરી જતો હતો.

એક વાર તેણે મસ્તાન સાથે પણ આવો જ ખેલ કરી નાખ્યો. તેને ખબર નહોતી કે અત્યાર સુધીમાં મસ્તાન ક્યાંનો ક્યાં પહોંચી ગયો હતો.

હાજીએ પોતાના ઘોડા દોડાવ્યા તો થોડી જ મિનિટોમાં તેને ખબર પડી ગઈ કે ગુજરાતના તટ પર કસ્ટમના છાપામારીના નામ પર માલ દરિયામાં ફેંકી દેવાનો દાવો યુસુફે કર્યો હતો એ ખોટો હતો. એે દિવસે તો કસ્ટમની એક પણ નાવ દરિયામાં ઊતરી નહોતી, છાપામારીનો તો દૂર-દૂર સુધી કોઈ સવાલ જ ઊભો થતો નહોતો.

આ વાતનો મસ્તાનને જબરો આઘાત લાગ્યો. મસ્તાને યુસુફ સાથે વાત કરી અને સોનું પાછું આપવાનું કહ્યું. યુસુફે એમ છતાં છાપામારીની કહાની જ દોહરાવી.

મસ્તાને ગુસ્સામાં આવીને યુસુફને ઠોકી દેવા માટે સુપારી આપી. સુપારી-હત્યારાઓએ એક વાર મોકો જોઈને ગોળીબાર કર્યો. ગોળીઓ ચાલી. યુસુફને વાગી. યુસુફનું ભાગ્ય ભારે બળવાન નીકળ્યું.

યુસુફને ગોળી ગળામાં વાગી તો ખરી, પણ દૈવયોગે તે જીવતો બચી ગયો. એ ગોળી તેના શરીરમાં જીવનભર ફસાયેલી રહી. ગળામાં અટકેલી આ ગોળી લોકોને દેખાતી પણ હતી.

આ પણ વાંચો : કૉલમ : શરાબની કારનો પીછો

બન્નેમાં જોકે ધંધાને લઈને દુશ્મની ચાલતી રહી, પણ ગોળીબારની ઘટના પછી અંદરોઅંદરની મારકાટ બંધ થઈ ગઈ. મસ્તાને પણ માની લીધું કે જેને ખુદા પણ નથી મારવા માગતો તેને પોતે નહીં મારે.

આ કિસ્સો સંભળાવતાં બુઝુર્ગે કહ્યું:

‘ધંધે કા ઉસૂલ, હ૨ ધંધે મેં રિશ્તે નહીં દેખે જાતે... લેકિન ખુદા કે ઉસૂલ કે ઉપર ધંધા નહીં હોતા.’

columnists weekend guide