મચમચ બન્યો વસૂલીભાઈ

15 December, 2019 06:20 PM IST  |  Mumbai Desk | તમંચા - વિવેક અગરવાલ

મચમચ બન્યો વસૂલીભાઈ

એક સમય હતો જ્યારે તેની વાતો સાંભળીને કોઈના પણ હાંજા ગગડી જતા.
જ્યારે તે તેની બોલીની ગોળી ચલાવતો ત્યારે કોઈ બોલી શકતું નહીં.
જ્યારે તેનો ફોન આવતો ત્યારે ભલભલા ચમરબંધીઓને પરસેવો છૂટી જતો.
તેનું નામ છે ફહીમ મચમચ.
વાત છે ૨૦૧૨ની. દાઉદનો જૂનો અને વિશ્વાસુ સાગરીત ફહીમ મચમચ ડી-કંપની માટે પાકિસ્તાનમાં હપ્તાવસૂલી અને ઉઘરાણીમાં વ્યસ્ત હતો. પ્રશ્ન એ છે કે એમાં નવું શું હતું?
નવું એ હતું કે આ ઉઘરાણી વાસ્તવમાં ધમકી આપીને હપ્તાવસૂલી કરવાની નહીં, બલકે ધંધાનાં નાણાં જેની પાસે ફસાયાં છે એ રકમની ઉઘરાણીની છે. એટલું જ નહીં, આ ગૅન્ગે બીજા ધંધાદારીઓ અને ઉદ્યોગપતિઓનાં ફસાયેલાં મબલક નાણાંની ઉઘરાણીનો ધંધો પણ શરૂ કર્યો હતો.
ફહીમ મચમચ પહેલાં મુંબઈમાં હપ્તાવસૂલી કરતો હતો. ત્યાર પછી દાઉદે નકલી નોટો
(ચલણ)નું કામ પણ થોડા સમય માટે સોંપ્યું. વાક્‍છટાથી લોકોને આંજી દેવાની કળાને પગલે તેને પૈસાની વસૂલાતનું કામ સોંપવામાં આવ્યું. આ ધંધામાં ડી-કંપનીને સારોએવો ફાયદો થયો.
આને કહેવાય : આમ કે આમ, ગુટલિયોં કે દામ.

columnists weekend guide