ગુજરાતમાં દાઉદ ગિરફ્તાર

11 August, 2019 04:11 PM IST  |  મુંબઈ | તમંચા: વિવેક અગરવાલ

ગુજરાતમાં દાઉદ ગિરફ્તાર

પ્રતીકાત્મક તસવીર

ગિરોહનો સરગના દાઉદ ઇબ્રાહિમનો મુંબઈ અને મહારાષ્ટ્ર સાથે ઊંડો નાતો રહ્યો છે. ગુજરાતથી જોકે એનો નાતો રહ્યો છે એ કોઈ નથી જાણતું. સાચું તો એ છે કે ગુજરાત સાથે તેનું જોડાણ ૨૦ વર્ષ રહ્યું.

ગુજરાતના એક પોલીસ-અધિકારી કહે છે કે દાઉદને ગુજરાતમાં ૧૯૮૩માં હત્યાની કોશિશના મામલામાં ગિરફ્તાર કર્યો હતો. તે પણ જામીન પર છૂટીને એવો ગાયબ થયો કે આજ સુધી પોલીસને મળ્યો નથી.

જ્યારે તે પકડાયો હતો ત્યારે લાલ રંગની હૉન્ડા કાર ચલાવી રહ્યો હતો. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે કહ્યું, ‘મુંબઈનો બિઝનેસમૅન છું.’

ગુજરાતના આપીએસ અધિકારી પી. સી. ઠાકુરે તેને ગુજરાતમાં પહેલી વાર ગિરફ્તાર કર્યો હતો. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે કે દાઉદ ત્યારે દાણચોરી કરતો હતો. તે લલ્લુ જોગી માટે કામ કરતો હતો.

તેઓ કહે છે કે દાઉદને ગિરફ્તાર કરીને બરોડા જેલમાં એક મહિનો રાખ્યો હતો. તેની સામે ગુજરાતમાં ૩૨ મામલા નોંધાયા છે. આ મામલા બૉમ્બકાંડ, હત્યા, હથિયાર તસ્કરી, હપ્તાવસૂલી, ધમકી, સોનાની તસ્કરી સંબંધી છે.

દાઉદ જોકે ગુજરાતમાં સીધી રીતે કામ કરતો નહોતો, પણ ગુજરાત પોલીસ માટે આજે પણ તે એક ગંભીર આરોપી છે.

૧૯૯૮માં અબ્દુલ લ‌તીફ અબ્દુલ વહાબ શેખના મોત પછી ‘ડી’ કંપનીનુ ગુજરાત સાથેનું સીધું જોડાણ ઓછું થયું. એ વાત અલગ છે કે અબ્દુલ લતીફના મોતથી થોડા સમય માટે દાઉદને ધક્કો લાગ્યો હતો.

અબ્દુલ લતીફના મોત પછી ગુજરાતની કમાન દાઉદે સીધી છોટા શકીલને સોંપી દીધી હતી. આ ઉપરાંત કેટલાક સ્થાનિક ગુંડાઓને ગૅન્ગમાં જોડી દીધા.

એક વરિષ્ઠ પોલિસ અધિકારી કહે છે :

‘અબ્દુલ લતીફ કે કારણ હી દાઉદ કો ગુજરાત કે હર હિસ્સે મેં પૈર જમાને કા મૌકા મિલા... અબ્દુલ લતીફ ઝિંદા રહેતા તો દાઉદ ભી ગુજરાત મેં હી બના રહતા.’

જેલમાં ડૉનની ભૂખહડતાળ

તે દાંડેકર હત્યાકાંડમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યો હતો. અપરાધી મન્યા સુર્વે માટે એક મોકો હતો. પોતાના અપરાધિક હુન્નર અને કૌશલ્યને વધુ ધારદાર બનાવવાનો મોકો. એ સુધરવાનો તો શું હતો, તેની અંદર અપરાધભાવના પ્રબળ બની રહી હતી. જેલમાં તેને એકથી એક ચડિયાતા મુજરિમ મળી રહ્યા હતા. તેની કહાણીઓ સાંભળીને પણ તેને ન લાગ્યું કે તે કોઈ મોટો કારનામો કરી ગુજર્યો છે. તે બધાને તુચ્છતાની નજરે જ જોતો.

પુણે જેલમાં તેણે કેટલાક યુવાન છોકરાઓને પોતાની ટોળકીમાં સામેલ કરી લીધા. તમામ કેદીઓ પર દાદગીરી કરીને તેનો એક છત્ર સરગના બનવા માંડ્યો. જે કેદી સલામ ન કરે તેની પિટાઈ કરતો.

ગિરોહબાજ સુહાસ ભટકરના ગુંડા યેરવડા જેલમાં હતા. તેને મન્યા ચૂંટી-ચૂંટીને નિશાન બનાવતો. કોઈ કારણ ન મળે તો પણ તેની સાથે ટકરાતો. પરાણે પંગો લેતો. મન્યાની હરકતોથી હેરાન જેલ પ્રશાસને ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી. નક્કી એ થયું કે તેને રત્નાગિરિ જેલમાં મોકલવો. ત્યાં ગિરોહ નહીં હોય તો હંગામો પણ ઊભો નહીં કરી શકે. ત્યાં ભટકર ગિરોહના સભ્યો પણ નથી.

આ પણ વાંચો : દિલીપકુમાર-ઇકબાલ મિર્ચીના સંબંધો

મન્યાને રત્નાગિરિ જેલમાં મોકલી દેવાયો. મન્યાએ જેલના અધિકારીઓને કહ્યું કે તેને આમકેદીઓની જેમ રાખવામાં આવે. જેલ પ્રશાસને તેની એક ન સાંભળી. આખરે કેદીઓની વાત સાંભળીને જેલના અધિકારીઓ કામ ન જ કરે. આ વાત પર મન્યા પૂરી રીતે વીફર્યો. મન્યા એવો નારાજ થયો કે જેલમાં જ ઉપવાસ પર બેસી ગયો. ઉપવાસથી મન્યાનું વજન ૨૦ કિલો ઘટી ગયું. તેની તબિયત કથળવા લાગી. ડૉક્ટરોએ જેલના અધિકારીઓને સ્વાસ્થ્ય સંબંધી આંકડાઓ જણાવ્યા. ડૉક્ટરોએ કહ્યું કે મામલો નાજુક છે. તેને તરત જ દવાખાનામાં દાખલ કરીને નસ દ્વારા ખોરાક આપવો પડશે, નહીંતર બચશે નહીં. થોડા દિવસ હૉસ્પિટલમાં મન્યો શાંતિથી પડ્યો રહ્યો. ૧૪ નવેમ્બર, ૧૯૭૯ના રોજ પોલીસ નિગરાનીને ચકમો આપીને મન્યો ફરાર થઈ ગયો. મન્યા પાછો મુંબઈ આવ્યો. વિખેરાયેલી ગૅન્ગ એકઠી કરી. તેની સાથે મોટા પાયે અપરાધ શરૂ કરી દીધા.

columnists