સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો?

15 February, 2021 07:29 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: લગ્નને નવ વર્ષ થયાં છે અને બેડરૂમની લાઇફમાં જાણે સાવ જ મોનોટોની આવી ગઈ છે. આમ તો મારી વાઇફ જાતીય જીવનમાં મને બધી જ રીતે સપોર્ટ આપે છે, પણ તેને પોતાને ક્યારેય જાતે ઇચ્છા નથી થતી. પહેલાં એવું નહોતું, પણ હવે તે ઠંડી થઈ ગઈ છે. મારે જાણવું છે કે પુરુષો કામવર્ધક તેલ લગાવીને હસ્તમૈથુન કરે છે એમ સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટ્સમાં કામવર્ધક તેલનો ઉપયોગ કરી શકાય? એક વાર મારા માટે લાવેલા તેલથી તેને આંગળીથી ઑર્ગેઝમ કરાવી આપ્યું તો તેને એ ખૂબ ગમ્યું હતું. તો મને સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને આનંદ વધારે એવું તેલ સજેસ્ટ કરશો? મારી વાઇફને અવારનવાર એ ભાગમાં ઈચિંગ થયા કરે છે તો શું તેલથી એમાં કોઈ તકલીફ થાય? 

જવાબ: એક વાત તમે સમજી લો કે કામેચ્છા વધારી શકે એવી કોઈ જ દવા હજી સુધી શોધાઈ નથી. કામેચ્છા એ માનસિક બાબત છે, શારીરિક નહીં. કામેચ્છા થયા પછી અંગોમાં કામોત્તેજના વધારી શકવાનું સંભવ છે, કામેચ્છા જ ન હોય અને છતાં ઉત્તેજના આવે એવું શક્ય નથી.  એટલે કહી દઉં કે માર્કેટમાં જે તેલો આવે છે એનાથી કોઈની કામેચ્છા વધારવા સક્ષમ નથી હોતી. કામવર્ધક પ્રોડક્ટની અંદર જે પ્રોડક્ટ છે એના કરતાં એના રૅપર પરના ઉત્તેજિત કરે એવા ચિત્રને જોઈને વધુ ફાયદો થાય છે. તેલ માત્ર સ્નિગ્ધતાનું કામ કરે છે. એ પછી સાદું કોપરેલ હોય કે મોટા દાવા કરતું કામવર્ધક તેલ, બન્નેનું એક જ કામ છે. તેલમર્દન કરવાથી અંગો વધુ મજબૂત થાય છે એવું નથી હોતું. એ ભાગમાં સ્પર્શ થવાથી ઉત્તેજના વધે છે અને સ્નિગ્ધતા હોય તો ઘર્ષણ વિના સ્પર્શ માણી શકાય છે.

બીજું, સ્ત્રીઓનાં અંગો પરનું તેલ અંદરના ભાગોમાં પણ સહેલાઈથી જઈ શકતું હોવાથી જો તેલ ચોખ્ખું અને સ્ટરિલાઇઝ્ડ ન હોય તો અંદર ઇન્ફેક્શન થવાના ચાન્સિસ રહે છે. તમે આડાઅવળા અખતરા કરવા કરતાં સાદું સુગંધ વિનાનું કોપરેલ વાપરો એ જ બહેતર છે. તેલ લગાવ્યા પછી એ ભાગની હૂંફાળા ગરમ પાણી અને સાબુથી યોગ્ય સફાઈ થાય એ જરૂરી છે નહીંતર ઇન્ફેક્શન અને ઈચિંગ વધી શકે છે.

columnists dr ravi kothari sex and relationships