સ્નૂકર અને બિલિયર્ડ એવી ગેમ છે જે મેન્ટલ ફિટનેસ પણ બહુ માગે

18 October, 2021 10:37 AM IST  |  Mumbai | Rashmin Shah

‘વર્કઆઉટની સાથે મેડિટેશન અને યોગ જેવી ટ્રેડિશનલ રીત અપનાવીને મનથી પણ ફિટ થવું ખૂબ જરૂરી છે’

સ્નૂકર અને બિલિયર્ડ એવી ગેમ છે જે મેન્ટલ ફિટનેસ પણ બહુ માગે

માત્ર ૩૬ વર્ષની ઉંમરે અર્જુન અવૉર્ડ, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવૉર્ડ, પદ્‍મશ્રી અને પદ્‍મભૂષણ જેવા સન્માનનીય ખિતાબ મેળવી લેનારા અને બિલિયર્ડમાં ૨૩ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા પંકજ અડવાણી કહે છે, ‘વર્કઆઉટની સાથે મેડિટેશન અને યોગ જેવી ટ્રેડિશનલ રીત અપનાવીને મનથી પણ ફિટ થવું ખૂબ જરૂરી છે’

આપણે ત્યાં મોસ્ટ્લી ફિઝિકલ ફિટનેસની જ વાતો થાય છે, મેન્ટલ ફિટનેસની વાત કોઈ કરતું નથી, એ બહુ ખોટું છે. લોકો જિમમાં જે વર્કઆઉટ કરે છે એ પણ ફિઝિકલી દેખાય એ પ્રકારનું હોય છે, પણ હું કહીશ કે ફિટનેસ ફિઝિકલી જ નહીં, મેન્ટલી પણ હોવી જોઈએ. ઍક્ચ્યુઅલી મેન્ટલ ફિટનેસને હું વધારે પ્રાધાન્ય આપીશ, કારણ કે જો મેન્ટલી તમે ફિટ ન હો તો એની સીધી આડઅસર ફિઝિક્સ પર પડતી હોય છે અને મેન્ટલી અનહેલ્ધીનેસ તમને ફિઝિકલી પણ ઍક્ટિવિટી રહેવા નથી દેતી.
મારી વાત કરું તો બિલિયર્ડ અને સ્નૂકર મારી ગેમ, જેમાં માત્ર ફિઝિકલ ફિટનેસ જ નહીં, મેન્ટલ ફિટનેસ પણ મારે માટે બહુ રિક્વાયર હોય છે. જ્યારે પણ ટુર્નામેન્ટ હોય ત્યારે સતત ઊભા રહેવાનું, એટલું જ નહીં, બૅન્ડ થવાનું, સોલ્ડર સપોર્ટ અને ની-સપોર્ટ લેવાનો. આ બધા માટે કોર ફિટનેસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. સતત ત્રણ-ચાર કલાક ઊભા રહેવાનું અને પછી બેસ્ટ શૉટ્સ રમવાના. જો ફિઝિકલી ફિટ હોઉં તો જ હું એ મુજબના શૉટ્સ રમી શકું, પણ જો હું મેન્ટલી ફિટ હોઉં તો એ શૉટ્સ માટે પ્રૉપર પ્લાનિંગ કરી શકું અને ધીમે-ધીમે આગળ વધતી ગેમને ફાઇનલ સ્ટેજ સુધી કેવી રીતે પહોંચાડવી એના પર ધ્યાન આપી શકું. 
અપર બૅક, લોઅર બૅક અને શોલ્ડર એ ત્રણ મારા જેવા પ્લેયર્સ માટે ક્રુશિયલ બૉડી પાર્ટ્સ છે. અમે મૅક્સિમમ એનો સપોર્ટ લેતા હોઈએ એટલે જ્યારે એ પાર્ટમાં ઇન્જરી આવે ત્યારે રમવાનું સદંતર બંધ કરવું પડે. મને યાદ છે કે ૨૦૧૮માં મારે ૬ મહિના ગેમ છોડવી પડી હતી. અપર-બૅકમાં ઇન્જરી થવાને કારણે સપ્ટેમ્બર સુધી મારે અનેક ચૅમ્પિયનશિપ છોડવી પડી હતી. ઇન્જરીની સીધી અસર મેન્ટલ લેવલ પર થતી હોય છે, એ તમારું ફોકસ ડાઇવર્ટ કરી દે. આ જ કારણે હું કહું છું કે મેન્ટલ ફિટનેસ પણ સૌકોઈ માટે એટલી જ મહત્ત્વની છે જેટલી ફિઝિકલ ફિટનેસ.
 વર્કઆઉટમાં કૉમ્બિનેશન
મેન્ટલ ફિટનેસ માટે હું મેડિટેશન કરું છું તો સાથે યોગ પણ કરું છું. આ ઉપરાંત સ્ટ્રેચિંગ, પ્લેન્ક્સ, આર્મ્સ અને લેગ્સની એક્સરસાઇઝ સાથે હું ટ્રેઇનર પાસે અપર અને લોઅર બૉડી વર્કઆઉટ પણ કરું છું. મારી એક્સરસાઇઝ પ્લાન્ડ હોય છે અને એ મારી ગેમને આધારિત હોય. હું યોગ-મેડિટેશન પર વધુ આધાર રાખું. 
મારી એક આદતની તમને વાત કહું. ગેમ શરૂ થવાની હોય એ પહેલાં હું એકદમ શાંત જગ્યાએ જઈને બેસી જાઉં. એ જગ્યાએ કોઈ ન હોવું જોઈએ. સાવ એકાંતમાં રહેવાનું અને મેડિટેશન કરવાનું. આ મેડિટેશન પિરિયડમાં હું મારી આખી ગેમ પ્લાન કરું, શૉટ્સ વિઝ્‍યુઅલાઇઝ કરું અને એ વિઝ્‍યુઅલાઇઝેશન મને જબરદસ્ત પાવર આપે છે, કારણ કે આખી ગેમ મારા મગજમાં ઑલરેડી રમાતી હોય છે. દરેક શૉટ કે પછી મારા હરીફના દરેક શૉટને કઈ રીતે હું બીટ કરું છું એ જાણવું બહુ જરૂરી હોય છે. સ્પોર્ટ્સમૅન જ નહીં, રિયલ લાઇફમાં પણ આ વાત એટલી જ ઉપયોગી છે. જો તમે તમારી જાતને એક ચોક્કસ ટાસ્ક સાથે જોતા હો તો તમારે એ ટાસ્કના હૅપી-એન્ડિંગ સાથે વિચારવાનું અને વિઝ્‍યુઅલ કરવાનું શરૂ કરવું જોઈએ, પણ એને માટે તમારી મેડિટેશન, પ્રાણાયામ અને યોગ જેવી ટ્રેડિશનલ પ્રોસેસનો ઉપયોગ કરી મેન્ટલી ફિટ થવું જોઈએ.
હું એક કલાક વર્કઆઉટ, બે કલાક મારી ગેમની પ્રૅક્ટિસ અને ૪૫ મિનિટ મેડિટેશન અને યોગ કરું. જેનો મને બહુ બેનિફિટ થાય છે. પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં હું વર્લ્ડ કપ જીત્યો એનું પ્લાનિંગ મારા મનમાં ૩૦ દિવસથી ચાલતું હતું. 
આજ ખાને મેં ક્યા હૈ?
મારું ડાયટ બેઝિક અને સાદું હોય છે. હું ઘરે બનાવેલી વરાઇટી જ પ્રિફર કરું છું અને દિવસ દરમ્યાન સતત ફ્રૂટ્સ ખાતો રહું છું. મારા દિવસની શરૂઆત જ ફ્રૂટ્સથી થાય. મારા ફૂડમાં નૉર્મલી રોટલી-શાક, પનીર, દાળ-ભાત જેવી વરાઇટી હોય છે. મને કોઈ ચીજની આદત નથી અને એ પડતી પણ નથી, સિવાય એક ચીજ, મમ્મીના હાથની ચા. 

ઘરે હોઉં ત્યારે મારા દિવસની શરૂઆત મમ્મીના હાથની ચાથી જ થાય. મને ચાનું એડિક્શન નથી, પણ સવારે જો મને અફલાતૂન ચા મળી જાય તો મજા પડી જાય. એ સિવાય કોઈ ચીજની મને આદત નથી. બસ, ઘરનું ખાવાનું જોઈએ અને એ પણ જો મમ્મી કે વાઇફે બનાવ્યું હોય તો મજા પડી જાય.

 ગોલ્ડન વર્ડ્સ
મેન્ટલ ફિટ રહેનારો ક્યારેય ફિઝિકલી વીક નથી હોતો.

columnists Rashmin Shah