છેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?

26 February, 2021 11:49 AM IST  |  Mumbai | Dr.Ravi Kothari

છેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?

છેલ્લા ચારેક વર્ષથી સેક્સ ડ્રાઇવ લો છે, સમાગમમાં પણ રસ નથી, શું કરવું?

સવાલ : અમારાં પ્રેમલગ્નને પાંચ વર્ષ થયાં છે. એ પહેલાં અમારો કોર્ટશિપ પિરિયડ ચાર વર્ષનો હતો, પણ એ દરમ્યાન અમે એકબીજાથી ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી રાખ્યું હતું. લગ્ન પછી અંગત જીવનની શરૂઆતનાં બે વરસ સેક્સ-લાઇફ સારી રહી, પણ પરિવારથી દૂર જાતે સંસાર વસાવવાનો હોવાથી અમે બન્ને કામ કરી રહ્યાં હતાં. મારે અઠવાડિયાંઓ સુધી ટ્રાવેલિંગ કરવાનું અને બહાર રહેવાનું થાય છે એને કારણે જાતીય જીવનમાં નિયમિતતા નથી રહી. સ્ત્રીઓને તમામ આર્થિક સુવિધાઓ જોઈતી હોય છે, પણ એ માટે હું રાતદિવસ એક કરું છું એ દેખાતું નથી. મારી વાઇફ સાથે પણ ઝઘડા થાય છે અને તેને લાગે છે કે મને તેનામાં રસ નથી રહ્ના. પહેલાં સ્ટ્રેસને કારણે મન નહોતું થતું, હવે રોજેરોજની બબાલને કારણે ઇચ્છા નથી થતી. છેલ્લાં ચારેક વરસથી મારી સેક્સ-ડ્રાઇવ ઘણી જ લો રહી છે. મહિને એકાદ વાર માંડ સંબંધ થાય છે અને એ પણ મન વિનાનો. શું કરવું?
જવાબ : લગ્નજીવનમાં જાતીય નિકટતા એક ખાસ અને ગાઢ સંબંધ બનાવવામાં નિમિત્ત બને છે. સેક્સ વિના લગ્ન ન જ ટકી શકે એવું નથી, પણ જ્યારે બે પાર્ટનરની જરૂરિયાતોમાં મતભેદ હોય ત્યારે જરૂર તકલીફ થઈ શકે. જો બન્ને વ્યક્તિઓની સેક્સ-ડ્રાઇવ લો હોય તો ચાલી જાય, પણ એકની હાઈ અને બીજાની લો હોય તો એક પ્રકારનું ઘર્ષણ અચૂક રહેવાનું.
કદાચ તમે સેટલ થવા માટે અથવા તો દુન્યવી સુખ-સુવિધાઓ પરિવારને રળી આપવા માટે થઈને એટલું સ્ટ્રેસ ઉઠાવી લીધું છે કે હવે તમને તમારી ખુદની લાઇફ જીવવામાં, એને એન્જાય કરવામાં રસ નથી રહ્યો. તમે સેટલ થવા માટે મહેનત કરો છો એ બરાબર છે, પણ જસ્ટ વિચાર કરો કે તમે પૈસા અને એશઆરામમાં આળોટતા હો ત્યારે તમે સાવ એકલા પડી ગયા હો તો એ સુખ-સુવિધાઓ ભોગવવી ગમશે?
તમે લવમૅરેજ કર્યા છે, મતલબ કે તમને વાઇફ ગમે છે. માત્ર જરૂર છે સ્ટ્રેસનો ભાર ઘટાડવાની. જસ્ટ એક વીકની છુટ્ટી લઈને જ્યાં ફોન, ઇન્ટરનેટ કશું જ ન ચાલતું હોય ત્યાં જતા રહો. જસ્ટ તમે અને તમારી વાઇફ. બધી જ ચિંતાઓ કોરાણે મૂકીને માત્ર એકમેકની કંપની માણો. મસ્ત મજાના વેકેશન પછી પણ ઍટ લીસ્ટ અઠવાડિયામાં એક દિવસ માત્ર ને માત્ર તમારી પત્ની માટે ફાળવો.

columnists sex and relationships dr ravi kothari