રવિની સાથીદાર શીલાભાભી

25 November, 2019 02:15 PM IST  |  Mumbai Desk | vivek agarwal

રવિની સાથીદાર શીલાભાભી

શીલાભાભી વિશે પોલીસ પાસે ખાસ કશી જાણકારી નથી.
તેનું અસલી નામ પણ પોલીસ જાણતી નથી.
તેના સરનામાની પણ કોઈને ખબર નથી.
તે પણ મુંબઈ માફિયાનાં રહસ્યોની રાણી છે.
એ છે શીલાભાભી. તે રવિ પુજારીની ઘણી જૂની સાથીદાર હતી. બાળપણથી જ તે રવિને ઓળખતી હતી.
શીલાભાભી જોગેશ્વરી-ઈસ્ટમાં જેવીએલઆર પર એલઍન્ડટી કારખાના સામે આવેલા તુંગા ગામમાં રહેતી હતી. શીલાને તેના પહેલા પતિ થકી બે બાળકો હતાં. પતિ-બાળકોને છોડીને તે હમેશ માટે અંધારી આલમમાં ગુમનામ જ રહી. તેનો પહેલો પતિ ડ્રાઇવર હતો. શીલા સામે તેનું કાંઈ ચાલતું નહોતું.
શીલા બિલ્ડરોની જાસૂસી કરતી, તેમની તમામ માહિતી, સંપર્ક, આવવા-જવાના માર્ગોની માહિતી ભેગી કરતી, હુમલાખોરોને તાકીદે હથિયાર પહોંચાડવાં અને સગેવગે કરી દેવાં, નાણાંની વ્યવસ્થા કરવી તથા નાણાં પહોંચાડવાં વગેરે કામમાં તે માહેર હતી. તે પોતે કદી શૂટર નહોતી બની.
શીલાએ પડઘામાં રિયાઝને કહીને એક બિલ્ડરની હત્યા કરાવી હતી. રિયાઝને હંમેશાં લાગતું કે તેમણે પણ પોતાની રીતે મોટાં કામો કરવાં જોઈએ. આ હત્યાનું કાવતરું શીલાએ જ ઘડ્યું હતું. અમિત અને રમેશ કાલિયા એમાં મુખ્ય શાર્પ શૂટર હતા.
શીલાને એક વખત ડીસીપી ડૉ. શશિકાંત હરિશ્ચંદ્ર મહાવલકરની ખાસ ટીમે પેણથી પકડીને બેલાપુર ગુના શાખાના ડેપ્યુટી કમિશનરને હવાલે કરી હતી. દીપક પાટીલ હત્યાકાંડમાં પણ શીલાભાભીની સંડોવણી હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં શીલા સામે પડઘામાં થયેલા એક હત્યાકાંડ સહિત કુલ ૧૨ કેસ નોંધાયા છે.
તે વડીલ બાતમીદાર ઘણી જ સાવધાનીપૂર્વક શીલાભાભી વિશે વાત કરતો હતો. શીલાની ઓળખ છતી કરી દે એવો કોઈ શબ્દ તેના મોઢામાંથી સરી ન પડે એ માટે તે સતત પ્રયત્નશીલ હતો.
છેલ્લે તેણે હળવેકથી આંખ મારતાં કહ્યું...
એવી ચાલુ, લફરાંબાજ, નફ્ફટ છે શીલાભાભી કે ભલભલા શરમાઈ જાય. તેની સામે કોઈ જીતી નથી શકતું.

columnists