મુખમૈથુન બાબતે અણગમો પણ છે અને રોગ થવાની ચિંતા પણ. આનું શું કરવું?

11 August, 2020 06:16 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મુખમૈથુન બાબતે અણગમો પણ છે અને રોગ થવાની ચિંતા પણ. આનું શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. મારી વાઇફ દેખાવમાં સુંદર છે, પણ સમાગમની બાબતમાં થોડીક નીરસ છે. તેને હું ઓરલ સેક્સ કરી આપું કે મને કરી આપવા કહું એ ગમતું નથી. ક્યારેક તેને હું પરાણે કરી આપું તો તે એન્જાય કરે છે. તેનું કહેવું છે કે એમ કરવાથી વધુ ઉત્તેજના આવે છે, પણ એમ કરવામાં કે કરાવવામાં તેને સૂગ ચડે છે. પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ સંકોચશીલ છે. કંઈક નાવીન્ય લાવવાની વાત કરું એટલે સૌથી પહેલાં તો ના જ હોય. તેનું પહેલું વાક્ય હોય, ‘આવું તે કરાતું હશે?’
બે સંતાનો છે અને હવે કૉપર ટીથી ગર્ભનિરોધ કરીએ છીએ. એટલે તેને પ્રેગ્નન્સી રહી જાય એની ચિંતા ન રહે. તેને અંગત જીવનમાં રસ પડે એ માટે સેક્સની સમજણ આપતી એક બુક લાવીને વાંચવા આપી તો કહે કે આવું ગંદુ સાહિત્ય તમે ઘરમાં લાવશો તો છોકરાઓમાં શું સંસ્કાર પડશે? મુખમૈથુન બાબતે તેને અણગમો પણ છે અને રોગ થવાની ચિંતા પણ. આનું શું કરવું?


જવાબ- તમારી પત્નીને સેક્સમાં નાવીન્ય સમજાવવા માટે પુસ્તક આપ્યું એ ખૂબ જ સારું કર્યું. જોકે આ પુસ્તક કોઈ સારા અને અનુભવી સેક્સોલૉજિસ્ટનું હોય એની કાળજી રાખવી, કેમ કે સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતાં અને માત્ર ગલગલિયાં પેદા કરવા માટે બનેલાં ચોપાનિયાંઓ અને મૅગેઝિનોની ભરમાર ખૂબ વધી ગઈ છે. ખોટું સાહિત્ય વ્યક્તિના મનમાં જાતીય જીવનને લઈને ખોટા ખ્યાલો પેદા ન કરી દે એની કાળજી રાખવી આવશ્યક છે.
મુખમૈથુનની ક્રિયા ભારતમાં ગેરકાનૂની છે. જોકે પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયાને મહર્ષિ વાત્સ્યાયને પણ વર્ણવી છે. એકબીજાને વફાદાર પાર્ટનરો પરસ્પરને મુખમૈથુન કરી આપે તો એનાથી ચેપી રોગો ફેલાવાની શક્યતાઓ નહીંવત્ રહે છે. જોકે એ માટે સ્ત્રી અને પુરુષ બન્ને પોતાનાં જનનાંગોની સ્વચ્છતાની વિશેષ કાળજી લે એ જરૂરી છે. ગુપ્તાંગો પાસેના વાળ સમયાંતરે કાઢીને રોજ સાબુ અને પાણીથી ધોઈને એ ભાગને સ્વચ્છ રાખવાનું જરૂરી છે.
સમાગમ પહેલાં અને પછી પણ ગુપ્ત ભાગોને ચોખ્ખા પાણીથી સાફ કરવા જરૂરી છે.

dr ravi kothari columnists sex and relationships