36 વર્ષની ઉંમરે શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે ગિલ્ટ ફીલ થાય છે

15 August, 2019 01:46 PM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

36 વર્ષની ઉંમરે શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે ગિલ્ટ ફીલ થાય છે

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર ૩૬ વર્ષ અને બે દીકરા છે. હમણાંથી મને જલદી સ્ખલન થવાની સમસ્યા છે. યોનિપ્રવેશ થયાની એક-બે મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. પરિણામે પત્નીને ચરમસીમાનો આનંદ નથી મળતો. પહેલાં તો તે મને જણાવતી નહોતી, પરંતુ તેને સેક્સમાં રસ ઓછો પડી રહ્યો છે એ સ્પષ્ટ વર્તાતું હતું. એક-બે વાર સમાગમ માટે ફોર્સ કરતાં તેણે મને કહ્યું કે તમે તો કામ પતાવીને સૂઈ જાઓ છો, પણ તેને સંતોષ નથી મળતો. આ વાત સમજ્યા પછી હું તેને સંતોષ ન થયો હોય તો ફરી સમાગમ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ક્યારેક ઉત્થાન આવે ને ક્યારેક નહીં. મોટા ભાગે એક જ રાતમાં બે વાર ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે. પ્રયત્ન છતાં સમસ્યા રહેતી હોવાથી ગિલ્ટ ફીલ થાય છે.

જવાબ : પત્નીને ચરમસીમા પર લઈ જવા માટે બે-બે વાર સમાગમ કરવો જરાય જરૂરી નથી. સંતોષ આપવા માટે બેસ્ટ અને સેફ રસ્તો છે કે યોનિપ્રવેશ થાય એ પહેલાં જ મુખમૈથુન કે હસ્તમૈથુનથી સંતોષ આપી દેવો. જીભની મદદથી મુખમૈથુન કરીને અથવા આંગળીની મદદથી હસ્તમૈથુન કરશો તો પત્નીને ખૂબ ગમશે. અગત્યની વસ્તુ છે કે પત્નીને સંતોષ થાય. તમે સંતોષ સમાગમથી જ આપી શકાય એવું માનો છો, પણ એવું જરૂરી નથી. જેમ સફરમાં મહત્ત્વની વસ્તુ મંઝિલે પહોંચવું છે, તમે કઈ રીતે પહોંચો છો (ચાલીને, દોડીને, સાઇકલ પર કે કારમાં) એ નહીં. એ જ રીતે સમાગમમાં પણ ચરમસીમા ફીલ થાય એ અગત્યનું છે, એ માટે તમારે શું કરવું પડે છે એ નહીં.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

તમને એક-બે મિનિટમાં જ સ્ખલન થાય છે એને શીઘ્રસ્ખલન કહી શકાય. શીઘ્રસ્ખલનનાં કારણોમાં વધુપડતો કામાવેગ, પ્રોસ્ટેટ અથવા મૂત્રનલિકામાં ઇન્ફેક્શન અથવા ડાયાબિટીઝની શરૂઆત મુખ્ય છે. આ બધાં કારણોમાંથી એક અથવા એક કરતાં વધુ કારણો તમારી શીઘ્રસ્ખલનની સમસ્યા માટે જવાબદાર હોઈ શકે. કારણ શોધીને યોગ્ય ઇલાજ કરવામાં આવે તો શીઘ્રસ્ખલનની સમસ્યા વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે. એમ છતાં ડૅપોક્સિટિનની ૩૦ મિલીગ્રામની ગોળી સમાગમના ત્રણથી ચાર કલાક પહેલાં લેવામાં આવે તો ઘણાખરા કિસ્સાઓમાં શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જાય છે.

sex and relationships columnists life and style