લગ્ન પહેલાં જ પથરીની તકલીફ થઇ, પથરી તો હવે ગઈ, પણ સેક્સલાઇફનું શું?

24 June, 2019 10:44 AM IST  |  મુંબઈ | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

લગ્ન પહેલાં જ પથરીની તકલીફ થઇ, પથરી તો હવે ગઈ, પણ સેક્સલાઇફનું શું?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : લગ્ન પહેલાં જ મને કિડનીમાં પથરીની તકલીફ હતી. પહેલાં દવાથી ઓગાળવાની કોશિશ કરેલી પણ અધવચ્ચે ખૂબ દુખાવો વધી જતાં ડૉક્ટરે પથરી તોડીને કાઢવી પડેલી. તૂટેલી પથરી યુરિન વાટે જ બહાર નીકળી હતી. આ સારવારને અઢી-ત્રણ મહિના થઈ ગયા છે. હૉસ્પિટલથી આવ્યા પછી પહેલો એક મહિનો તો મેં કંઈ જ નહોતું કર્યું, પણ એ પછી હસ્તમૈથુ કરવા જતાં સમસ્યા વર્તાય છે. મને લાગે છે કે ઇન્દ્રિયમાં શિથિલતા વધુ છે અને કડકપણું જોઈએ એવું નથી આવતું. ડૉક્ટરે કહેલું કે પથરી નીકળી એ પહેલાં કે પછી લોહી નીકળે તો ચિંતા જેવું છે, પણ મને કદીયે લોહી નથી નીકળ્યું. પથરી તો હવે ગઈ, પણ સેક્સલાઇફનું શું? ડિસેમ્બરમાં મારાં લગ્ન છે.

જવાબ : ચિંતા ન કરો, ડિસેમ્બરમાં લગ્ન પણ થશે અને સુંદર લગ્નજીવન પણ જીવાશે. ખોટી ચિંતા કરવાથી ન હોય ત્યાંથી સમસ્યા ઊભી થાય છે. પથરીના ઑપરેશન પછી નાનો ભૂકો થયો હોય તો યુરિન વાટે મૂત્રનલિકા દ્વારા બહાર નીકળી જાય એ બહુ સામાન્ય પ્રક્રિયા છે. જાતીય ઉત્તેજનાને અને મૂત્ર નલિકાને કોઈ લેવાદેવા નથી. યુરેથ્રાની આજુબાજુની જે માંસપેશીઓ હોય છે એમાં લોહીનો ભરાવો થવાથી ઉત્થાન થતું હોય છે. કોઈ કહે કે પેશાબના રંગમાં તકલીફ હોવાને કારણે ઉત્થાન નથી થતું તો એ માનસિક સમસ્યા જ કહેવાયને?

આ પણ વાંચો : મારી ગર્લફ્રેન્ડને શંકા થાય છે કે હું છોકરા સાથે વિચિત્ર સંબંધ ધરાવું છું

જાતીય જીવનનો સૌથી મોટો દુશ્મન ડર, ચિંતા અને ઍન્ગ્ઝાયટી છે. તમારા મનમાં જો ઘૂસી ગયું હશે કે આ ઑપરેશનને કારણે તમારી ઉત્તેજના ઘટી ગઈ છે તો એમાં શરીરની નહીં, મનની સમસ્યા છે. ઉત્તેજના ઓછી આવશે કે વધુ એની ચિંતા કરવાને બદલે તમે રિલૅક્સ થઈને મૅસ્ટરબેશન કરો. જો કૉન્ફિડન્સ વધારવા માટે જરૂર લાગે તો ફૅમિલી ડૉક્ટર પાસે જઈને દેશી વાયેગ્રાનું પ્રિસ્ક્રિપ્શન લખાવી લાવો. ૫૦ મિલીગ્રામની એક ગોળી તમારો આત્મવિશ્વાસ વધારી દેશે. આ દવા એકાદ વાર જ લેવાની જરૂર છે. આત્મવિશ્વાસ આવી ગયા પછી તો કોઈ વાંધો નહીં આવે. રિલૅક્સ થઈને કરેલી રોમૅન્ટિક કલ્પનાઓ પણ ઘણી વાર વાયેગ્રા કરતાં વધુ સારું કામ આપતી હોય છે.

sex and relationships life and style columnists