મારી ગર્લફ્રેન્ડને શંકા થાય છે કે હું છોકરા સાથે વિચિત્ર સંબંધ ધરાવું છું

Published: Jun 21, 2019, 13:49 IST | સેક્સ-સંવાદ : ડૉ. રવિ કોઠારી

મારી ઉંમર ૨૦ વર્ષની છે. ગર્લફ્રેન્ડ સાથે મેં વધુ છૂટછાટ નથી લીધી પરંતુ ક્યારેક નાની-મોટી રોમૅન્ટિક ચેષ્ટાઓ જરૂર થઈ જાય છે. એ વખતે હું બહુ એક્સાઇટ પણ થઈ જાઉં છું અને ક્યારેક આગળ વધવાનું મન રોકી શકાય એવું નથી હોતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૨૦ વર્ષની છે. ગર્લફ્રેન્ડ સાથે મેં વધુ છૂટછાટ નથી લીધી પરંતુ ક્યારેક નાની-મોટી રોમૅન્ટિક ચેષ્ટાઓ જરૂર થઈ જાય છે. એ વખતે હું બહુ એક્સાઇટ પણ થઈ જાઉં છું અને ક્યારેક આગળ વધવાનું મન રોકી શકાય એવું નથી હોતું. જોકે મારી ગર્લફ્રેન્ડ બહુ સ્માર્ટ હોવાથી હવે એકાંતમાં મળતી જ નથી. બીજું, મને મારી જ કૉલેજનો બીજો એક છોકરો પણ લાઇન મારી રહ્યો છે. તેણે એકલો પડે ત્યારે વિચિત્ર હરકતો પણ મારી સાથે કરેલી. તમને આ પૂછવાનું કારણ એ કે આ છોકરા સાથે હોઉં ત્યારે પણ મને એક્સાઇટમેન્ટ અને આનંદ આવે છે. છોકરા સાથે હું ઓરલ સુધી પહોંચ્યો છું. બીજી તરફ મારી ગર્લફ્રેન્ડને શંકા થઈ ગઈ છે કે હું આ છોકરા સાથે કંઈક વિચિત્ર સંબંધો ધરાવું છું. મારે નક્કી કરી લેવું પડશે કે મારે બેમાંથી કોની પસંદગી કરવી. જોકે આ પસંદગી બહુ અઘરી છે.

જવાબ : વીસીમાં પ્રવેશનાર યુવાનો જાતીય જીવનમાં અખતરા કરવામાં પેટ ચોળીને શૂળ ઊભું કરી લેતા હોય છે. આ જ કારણ છે કે તમે મૂળ વિજાતીય જાતીય પ્રેફરન્સ ધરાવતા હોવા છતાં પહેલા છોકરા સાથે ભેરવાઈ ગયા છો. તમે જ લખો છો કે તમે ગર્લફ્રેન્ડ સાથે એકાંત માણો છો ત્યારે જાતને રોકી નથી શકતા. એ બતાવે છે કે તમે હેટરોસેક્સ્યુઅલ પસંદગી ધરાવો છો. તમે ક્યારેય સામેથી કોઈ છોકરા સાથે સંબંધ ધરાવવાની કલ્પના કરી નથી, પરંતુ આ છોકરો સામેથી આવ્યો અને તમે એની સાથે અડપલાં કરીને કંઈક નવો અનુભવ મેળવવાની લાયમાં લપસી પડ્યા છો. તમારે જો હેલ્ધી સેક્સલાઇફ જોઈતી હોય તો આવા લલચામણા અખતરાઓમાં પડવાનું મન રોકવું જરૂરી છે. બની શકે કે તમે બાયસેક્સ્યુઅલ પ્રેફરન્સ ધરાવતા હો.

આ પણ વાંચો : અમારા ગ્રુપની એક ફ્રેન્ડ લગ્ન પછી મુસીબતમાં હોય એવું લાગે છે, શું કરવુ?

આવા સંજોગોમાં તમને સ્ત્રીઓ અને પુરુષો બન્ને સાથે જાતીય સુખ માણવાની કલ્પના અને ઇચ્છા થતી હોઈ શકે. આવા સંજોગોમાં તમારે એ વિચારવું જોઈએ કે તમને બેમાંથી કયો સંબંધ નહીં મળે તો તમે એને મિસ કરશો. જસ્ટ મોજમજાના દૃષ્ટિકોણથી નહીં, લાંબા ગાળાની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ વિચારશો તો નિર્ણય સહેલો થઈ જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK