નાઇટફૉલને કારણે અને ભણવાના ટેન્શનને કારણે સ્ટ્રેસ રહે છે શું કરું?

12 July, 2019 10:30 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

નાઇટફૉલને કારણે અને ભણવાના ટેન્શનને કારણે સ્ટ્રેસ રહે છે શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : હું ૨૧ વર્ષનો છું અને પોસ્ટ ગ્રૅજ્યુએશન કરી રહ્યો છું. ટેક્નિકલ ફીલ્ડનું ભણું છું એટલે સ્ટડીનું ખૂબ ભારણ રહે છે. મારી સાથે ભણતા છોકરાઓ હૉસ્ટેલ રૂમમાં મૉડલ્સનાં પોસ્ટર્સ રાખે છે એ જોઈને મને ખૂબ ઉત્તેજના અનુભવાય છે. મારી સાથેના છોકરાઓ તો ગર્લફ્રેન્ડ પણ ફેરવે છે, મારા માટે આ ઘણું ક્રિટિકલ વર્ષ હોવાથી સેક્સ અને ગર્લફ્રેન્ડ વિશે વિચારાય એવું નથી. ભણતી વખતે ફૅન્ટસી આવે તોય હું ભણવામાં ધ્યાન પરોવી લઉં છું. એમ છતાં છેલ્લા કેટલાક મહિનાથી મને અઠવાડિયામાં એકાદ વાર નાઇટફૉલ થઈ જાય છે. હું બીજા છોકરાઓ જેવો કામુક નથી, ઈવન સેક્સ્યુઅલ વિચારો પણ કરવાનું હું ટાળું છું અને છતાં નાઇટફૉલ થઈ જાય છે. બીજી કોઈ રીતે મને કોઈ જ તકલીફ નથી, પરંતુ આ નાઇટફૉલની ફ્રીક્વન્સીને કારણે અને ભણવાના ટેન્શનને કારણે સ્ટ્રેસ બહુ રહે છે.

જવાબ : ખોટી માન્યતા એ તમારી ચિંતાનું મૂળ કારણ છે. બહુ કામુક વિચારો કરનારા લોકોને જ નાઇટફૉલ થાય છે એ તમારી ખોટી ભ્રમણા છે. નાઇટફૉલ એટલે કે ઊંઘમાં સ્ખલન થવું એ એકદમ કુદરતી છે. તમે કામુક વિચારો વધુ કરો છો એટલે નાઇટફૉલ થતો નથી. ઊંઘમાં સ્ખલન થવું એ શરીરમાં કુદરતી હૉર્મોન્સનું ચક્ર બરાબર ચાલી રહ્યું છે એ સૂચવે છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

એક ઉદાહરણથી સમજાવું. તમે એક ગ્લાસમાં છલોછલ પાણી ભરો. થોડા સમય પછી એમાં વધુ પાણી ઉમેરવાની કોશિશ કરો તો શું થશે? પાણી છલકાઈ જશે. જો પાણી ભરેલા પ્યાલામાંથી તમે થોડી-થોડી વારે પાણી પીતા રહેશો તો પ્યાલામાં જગ્યા થશે અને નવું પાણી પણ છલકાવાને બદલે એમાં જ સમાઈ જશે. પુરુષના શરીરમાં નિયમિત ધોરણે વીર્યની ઉત્ત્પત્તિ થયા જ કરે છે. જો સમયાંતરે એ વીર્યને હસ્તમૈથુન કે મૈથુનથી બહાર કાઢવામાં ન આવે તો એ નાઇટફૉલ રૂપે આપમેળે છલકાઈ ઊઠે છે. હૉર્મોન્સને કારણે યુવાન વયે વીર્યની ઉત્ત્પત્તિ થોડી વધારે થાય છે. ભણવાના સ્ટ્રેસમાં તમે કલ્પના અને ઇચ્છાનું દમન કરો છો એને બદલે જો હસ્તમૈથુન કરી લેશો તો રિલૅક્સ પણ થશો. બાકી જો હસ્તમૈથુન ન કરવું હોય તો એનીયે જરૂર નથી. એની મેળે નાઇટફૉલ થઈ જાય એનું સ્ટ્રેસ લેવાનું છોડી દો, કેમ કે એ કુદરતી છે.

sex and relationships columnists life and style