મારી કામેચ્છા વધુ છે કે હસબન્ડને ઉત્તેજનાની તકલીફ હશે?

22 July, 2019 11:35 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

મારી કામેચ્છા વધુ છે કે હસબન્ડને ઉત્તેજનાની તકલીફ હશે?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : હું ૩૯ વર્ષની છું. લગ્નને સોળેક વર્ષ થયાં. લવમૅરેજ થયાં છે અને પહેલેથી અમારી સેક્સલાઇફ પ્રમાણમાં સારી કહી શકાય એવી રહી છે. પરિવાર બધી જ રીતે સુખી છે. જોકે છેલ્લા સાત-આઠ મહિનાથી મને ખૂબ પ્રબળ કામેચ્છા અનુભવાય છે. મને પહેલાં કરતાં વધુ વાર ઇન્ટિમસીની ઇચ્છા થાય છે, પણ મારા હસબન્ડ ઠંડા હોય છે. પહેલાં રોમૅન્ટિક મોસમ હોય તો મારા હસબન્ડ એક્સાઇટેડ રહેતા. હવે ઊલટું છે. ત્રણ-ચાર ઑફિસો કરી હોવાથી ધંધામાં તેમનું ધ્યાન વધુ હોય છે. એને કારણે પહેલાં જેવો રોમૅન્સ દેખાતો નથી અને આઉટિંગ પણ નથી થતું. ક્યારેક હું પહેલ કરું તો તેઓ થાકી ગયા હોવાથી ખાસ રિસ્પૉન્સ નથી મળતો. મને લાગે છે કે મારા હસબન્ડને હવે વીકમાં એકાદ વાર જ ઇચ્છા થાય છે અને ઉત્તેજના આવે છે. શું હવે મારી કામેચ્છા વધુપડતી છે? તેમનો રસ ઘટી ગયો છે કે પછી તેમને ઉત્તેજનાની તકલીફ થતી હશે?

જવાબ : કહેવાય છે કે સંતાનો થઈ ગયા પછી મિડલ-એજમાં સ્ત્રીઓ સેક્સની બાબતમાં મૅચ્યૉર થાય છે અને તેમનો રસ ધીમે-ધીમે કેળવાય છે. જોકે સમસ્યા એ છે કે મિડલ-એજમાં પુરુષોને પાછલી જિંદગી માટેનું કમાઈને ભેગું કરી લેવું હોય છે. આ ગાળામાં પુરુષોને ધંધો કરીને વધુ પૈસા કમાવાનું અને પરિવારને આર્થિક રીતે સધ્ધર કરવાનું ઝનૂન હોય છે. આવા સંજાગોમાં યુગલે બૅલૅન્સ બનાવવાની કોશિશ કરવી જાઈએ.

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

સાંજે થાકી-પાકીને આવેલા પતિને તમે મન પ્રફુલ્લિત થાય એવી વાતો અને ડિનરથી રિલૅક્સ કરો. રાતના સમયે જાl વધુ થાક લાગ્યો હોય તો વહેલા સૂવાનું રાખો અને વહેલી સવારે એકદમ રોમૅન્ટિક સ્ટાઇલથી પતિને જગાડો. સવારના સમયે થાક પણ નહીં હોય અને ટેસ્ટોસ્ટેરોન હૉર્મોનનું પ્રમાણ પણ વધુ હોય છે એટલે સમાગમમાં પળોટાવામાં વાંધો નહીં આવે. તમે પણ મૅસ્ટરબેશન કરીને જાતને સંતોષતાં શીખી જશો તો વાંધો નહીં આવે. જ્યાં સુધી તમે તમને વધુ સંતોષ નથી મળતો એવું અનુભવ્યા કરશો ત્યાં સુધી વધુ તકલીફ થશે. મહિનામાં એકાદ વીક-એન્ડ બહાર ફરવા જઈને રોમૅન્ટિક રીતે ગાળશો તો સારું લાગશે.

sex and relationships life and style columnists