પત્નીના વહેમીલા સ્વભાવને કારણે લગ્નજીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે

06 August, 2019 01:31 PM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

પત્નીના વહેમીલા સ્વભાવને કારણે લગ્નજીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલઃ મારી ઉંમર ૩૫ વર્ષ છે. સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરેલાં ત્યારથી વાઇફ ખૂબ પઝેસિવ છે. જાકે છેલ્લા બેથી ત્રણ વરસમાં હવે બધી હદો પાર થઈ ગઈ છે. તેને સતત શંકા રહ્યા કરે છે કે હું તેને દગો આપી રહ્યો છું. રાતે ઘરે આવવામાં મોડું થાય તો તરત જ ઊલટતપાસ ચાલુ થઈ જાય. ક્યારેક અચાનક જ મારી ઑફિસે આવી ચડે અને બધાને શંકાની નજરે જુએ. ક્યારેક તો મારી કૅબિનમાં આવીને કહે કે અહીંથી લેડીઝ પર્ફ્યુમની સ્મેલ આવે છે. અરે, ઑફિસમાં છોકરીઓ પણ કામ કરતી હોય તો સ્મેલ આવેય ખરી. રાતે થાકીને એમ જ સૂઈ જાઉં તો કહે કે પેલી સાથે મજા કરી આવ્યા લાગો છો. પહેલાં તેને જોઈને મને એક્સાઇટમેન્ટ થતું, હવે તેના ટોણાં સાંભળીને સેક્સની ઇચ્છા થઈ હોય તોય મરી જાય છે. ખરેખર તેનો વહેમીલો સ્વભાવને કારણે મારું લગ્નજીવન ટકાવવું મુશ્કેલ થઈ ગયું છે.

જવાબ: પઝેસિવનેસ જ્યાં હદ વટાવે ત્યારે આવી સમસ્યાઓ થઈ શકે છે. આવી વ્યક્તિઓ અંદરથી ખૂબ જ ઇનસિક્યૉર હોય છે. પોતાનો પતિ કે પોતાનો પ્રેમ છૂટી જશે તો શું થશે? એવી અસલામતીને કારણે આવું વહેમીલું વર્તન થતું હશે. લગ્નજીવનમાં જ્યારે એક પાર્ટનર ખૂબ વહેમીલું હોય ત્યારે નૅચરલી જ સેક્સલાઇફમાં પણ ઓટ આવવા લાગે. રોજિંદી કટકટ, ઊલટતપાસ અને બેડરૂમમાં દરેક વાતે થતી શંકાને કારણે સેક્સની ઇચ્છા ન થાય એવું બને છે. વહેમીલા પાર્ટનરનો વહેમ કદી દૂર નહીં થાય એવું માની લઈને હાથ હેઠા મૂકી દેવાની જરૂર નથી. વહેમનું ઓસડ માત્ર સમય જ નથી. વહેમનું ઓસડ ધીરજ, પ્રેમ, હૂંફ અને સહાનુભૂતિથી લાવવામાં આવે એ જરૂરી છે.

આ પણ વાંચો : Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

તમને હર્ટ કરે એવા સવાલોને કારણે તમે સહજીવનમાંથી સેક્સની સાવ જ બાદબાકી કરી નાખવાની ભૂલ ન કરો એ સૌથી મહત્ત્વનું છે. તમે પહેલાં જેવી જ કામાતુરતા દાખવો અને જાણે કંઈ બન્યું જ નથી એમ સમાગમ કરો. માનું છું કે આ અઘરું છે, પણ એમ કરવાથી ધીમે-ધીમે શંકા દૂર થવાની શક્યતાઓ છે. એના સિવાય નહીં.

sex and relationships columnists life and style