વધુ લાંબો સમય ઉત્તેજના ટકાવીને આનંદ કેવી રીતે વધારવો?

19 June, 2019 12:32 PM IST  |  | ડૉ.રવિ કોઠારી - સેક્સ-સંવાદ

વધુ લાંબો સમય ઉત્તેજના ટકાવીને આનંદ કેવી રીતે વધારવો?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ સંવાદ

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. અમે ક્લોઝ ફ્રેન્ડ્સ જ્યારે મળીએ ત્યારે અંગત વાતોનું શૅરિંગ થતું હોય છે. સરખેસરખી ઉંમરના હોવાથી અમે ત્રણેય કપલ સાથે ફરવા પણ જઈએ છીએ. ટચ વુડ, અમારી ત્રણેયની પત્નીઓ પણ સેક્સલાઇફની બાબતમાં સારી એવી ઓપન અને રસથી વાતચીત કરે એવી છે. જ્યારે આવી વાત ચાલતી હોય ત્યારે એમાંથી એક દોસ્ત બહુ જ અનુભવી હોવાથી ખૂબ શાંત રહેતો હોય છે. મારી પત્નીએ જ્યારે તેની વાઇફ સાથે વાત કરી ત્યારે તેમની સેક્સલાઇફ વિશેનું ખરેખર આશ્ચર્ય થાય એવું જાણવા મળ્યું. તેની વાઇફના કહેવા મુજબ તેઓ લગભગ અડધોથી પોણો કલાક સુધી સમાગમ ચલાવી શકે છે. જ્યારે મેં તેની ખરાઈ કરવા માટે વાતવાતમાં પૂછ્યું તો કહે છે કે હા, હમણાંથી સમય ઘટી ગયો છે બાકી તો તે એક રાતમાં બે વાર પણ સમાગમ કરી શકતો હતો. વધુ લાંબો સમય ઉત્તેજના ટકાવીને આનંદ કેવી રીતે વધારવો?

જવાબ : જિંદગીમાં સરખામણી એ એવું ધીમું ઝેર છે જે તમારી પાસેના અમૃતના કટોરાને પણ કડવુંવખ કરી નાખે છે. બીજાની થાળીમાં કેવડો લાડુ છે એ જોવાનું બંધ કરવું એ જ સુખી થવાની અમૂલ્ય ચાવી છે. ખાસ કરીને સેક્સલાઇફની બાબતમાં આ વાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વ્યક્તિ સેક્સ માણે છે પોતાના સુખ માટે. હવે બીજું યુગલ કઈ રીતે એ સુખ માણે છે એ જાણીને તેને શું ફરક પડવાનો છે? બીજાની શારીરિક ક્ષમતાઓની તમારી સાથે સરખામણી કરવાથી અંગત જીવનમાં તકલીફો જ વધે છે. તમે જે નથી એની પાછળ દોડો છો અને જે છે એ પણ હાથમાંથી ગુમાવી દો છો.

ફ્રેન્ડની અંગત જિંદગીમાં એક જ મિનિટનો સમાગમ હોય કે એક કલાકનો એનાથી તમને લઘુતા કે ગુરુતાગ્રંથિ શું કામ થવી જોઈએ? શું આ કોઈ રેસ છે જેમાં સૌથી પહેલા આવો તો જ આનંદ મળે?

આ પણ વાંચો : 41 વર્ષની વયે શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે ગિલ્ટ અનુભવું છું

તમે જોયું હોય તો જ્યારથી તમને ખબર પડી છે કે ભાઈબંધનો સમાગમ તો આટલો લાંબો ચાલે છે ત્યારથી તમને તમારો સમય ટૂંકો લાગવા લાગ્યો હશે. એમાં પણ મજા નહીં આવતી હોય. જાણે કશુંક ખૂટતું હોય એવું ફીલ થતું થશે. આ બધું સરખામણીનું ઝેર છે. સુખી સેક્સલાઇફ માટે શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે.

columnists sex and relationships life and style