શું ખોરાક અને પ્રાઇવેટ પાર્ટની સ્મેલને કંઈ લેવાદેવા ખરી?

09 July, 2019 11:54 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

શું ખોરાક અને પ્રાઇવેટ પાર્ટની સ્મેલને કંઈ લેવાદેવા ખરી?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી એજ ૨૬ વર્ષ છે. મારાં જસ્ટ થોડા મહિના પહેલાં જ મૅરેજ થયાં છે. અમારી વચ્ચે ઇન્ટિમસીની શરૂઆત થાય ત્યારે મારા હસબન્ડને ઓરલ સેક્સ કરવાનું ખૂબ ગમે છે. જોકે મને લાગે છે કે મારા પ્રાઇવેટ પાર્ટમાંથી ક્યારેક ખૂબ જ ગંદી વાસ આવે છે. આ જ કારણસર હું ખૂબ રિલક્ટન્ટ હોઉં છું. જોકે એને કારણે હસબન્ડને એવું લાગે છે કે હું ઓપન માઇન્ડેડ નથી. ઇન ફૅક્ટ, હું નિયમિત અને દિવસમાં બે વાર સાબુથી એ ભાગ સાફ કરું છું. વાત માત્ર મારી જ નહીં, મારા હસબન્ડના પ્રાઇવેટ પાર્ટની વાસની પણ છે. અમે બન્ને હાઇજિનિકલી ખૂબ અવેર છીએ. એમ છતાં અમુક દિવસ એવા હોય છે જ્યારે એમાંથી જાણે કાંદા-લસણ જેવી પન્જન્ટ સ્મેલ આવે છે. અમે નૉન-વેજ અને કાંદા-લસણ બધું જ ખાઈએ છીએ. શું એને અને પ્રાઇવેટ પાર્ટની સ્મેલને કંઈ લેવાદેવા ખરી?

જવાબ : એક વાત બહુ જ સ્પષ્ટ છે કે ઓરલ સેક્સમાં રાચવું હોય તો બન્ને પાર્ટનરે હાઇજીનની બાબતે ખૂબ સજાગ રહેવું પડે. તમે એ બાબતે કાળજી લો જ છો. એમ છતાં ચોક્કસ પ્રકારની સ્મેલ ક્યારેક આવે છે. એનું કારણ ફૂડ પણ હોઈ શકે છે અને ગરમીના દિવસોમાં પસીનાને કારણે લાંબો સમય એ ભાગમાં મૉઇશ્ચર જમા થતું હોય એ પણ હોઈ શકે છે.

તમે નોંધ્યું હોય તો કાંદા-લસણ કે અન્ય કોઈ પણ તીવ્ર સ્મેલવાળી ચીજો ખાવાથી બગલ અને આખા શરીરમાંથી નીકળતા પસીનાની સ્મેલ પણ બદલાય છે. આ તીવ્ર ગંધ ધરાવતાં દ્રવ્યોની અસર પેશાબમાં અને મળમાં પણ રહેવાની. નૉન-વેજ ખાનારા લોકોનાં મળમૂત્રમાંથી ટિપિકલ વાસ આવતી હોય છે. આ નૉર્મલ છે. ગંધ ધરાવતાં દ્રવ્યોને બહાર કાઢવાની શરીરની એ વ્યવસ્થા છે.

આ પણ વાંચો : શું સ્મોકિંગ કરવાથી સેક્સલાઈફ પર આડઅસર પડે છે? કોઈ ઉપાય બતાવો

જાતીય નિકટતા દરમ્યાન આ પ્રકારની વાસ ન ગમતી હોય તો તીવ્ર ગંધ ધરાવતી ચીજો ખાવાના પ્રમાણમાં થોડું ધ્યાન રાખવું. ઇન્ટિમસી પહેલાં સાબુથી પ્રાઇવેટ પાર્ટ સાફ કરીને પાણીથી ધોવો. જો શરીરની ગંધથી છુટકારો મેળવવો હોય તો ડાયટમાં કાળજી ઉપરાંત વધુ માત્રામાં પાણી પીવાનું રાખવું. એનાથી યુરિન છૂટથી થશે અને ગંધ ધરાવતાં દ્રવ્યો જલદી ઉત્સર્જિત થતાં પ્રાઇવેટ પાર્ટની સ્મેલમાં ઘટાડો થશે.

sex and relationships life and style columnists