શું સ્મોકિંગ કરવાથી સેક્સલાઈફ પર આડઅસર પડે છે? કોઈ ઉપાય બતાવો

Published: Jul 08, 2019, 14:15 IST | સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી | મુંબઈ

મારી ઉંમર ૪૩ વર્ષ છે. ૧૭ વર્ષથી ખૂબ સિગારેટ પીતો હતો. જોકે હવે શરીરમાં એની આડઅસર દેખાવા લાગી છે એટલે સ્મોકિંગ છોડવું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ :  મારી ઉંમર ૪૩ વર્ષ છે. ૧૭ વર્ષથી ખૂબ સિગારેટ પીતો હતો. જોકે હવે શરીરમાં એની આડઅસર દેખાવા લાગી છે એટલે સ્મોકિંગ છોડવું છે. બ્લડ-પ્રેશર પાંચ વર્ષથી છે અને હવે તો કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ પણ વધ્યું છે. ઉત્તેજના આવવામાં તકલીફ પડતી હતી અને એ બધાને કારણે ડૉક્ટરે સિગારેટ છોડવાનું કહ્યું હતું. પહેલાં ૧૦થી ૧૨ સિગારેટ રોજની થતી અને હવે રોજની બે જ સિગારેટ પીવાની એવું નક્કી કર્યું છે. લગભગ બે મહિનાથી સ્મોકિંગ ઘટાડી દીધું છે. એમ છતાં ઉત્તેજનામાં કોઈ ફરક નથી. ઊલટાનું હવે તો ઇચ્છા જ નથી થતી. જીવનમાં રસ નથી રહ્યો. પરાણે દિવસભરમાં કરવાનું કામ મનેકમને કરું છું. ચ્યુઇંગ ગમથી થોડી બેચેની ઘટે છે, પણ ઉત્તેજના અને ઇચ્છા બધું મરી પરવાર્યું છે. ચિંતા એ છે કે સ્મોકિંગ બંધ થઈ ગયા પછી સેક્સલાઇફનું શું?

જવાબ :  ૧૭ વર્ષ સુધી તમે સિગારેટ પીધી. તમારા લોહી અને આંતરિક અવયવો પર ઝેરી કેમિકલ્સનો આટલાં વર્ષોથી મારો થતો રહ્યો. હવે તમે બે જ મહિનામાં બધું બરાબર થઈ જાય એવું ઇચ્છો છો. શું એ તમને શક્ય લાગે છે? હાલમાં તમને જે લક્ષણો દેખાઈ રહ્યાં છે એ ટેમ્પરરી વિધડ્રૉઅલ સિમ્પ્ટમ્સ છે. એક વાત નિશ્ચિત છે કે સિગારેટ છોડી દેવાથી લાંબા ગાળે તમારી સેક્સલાઇફ સુધરશે, બગડશે નહીં. કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જેવી સેક્સલાઇફ માટે હાનિકારક સમસ્યાઓ ઑલરેડી તમારા શરીરમાં ઘર કરી ગઈ છે એટલે એની અસર દૂર કરવા માટે તમારે લાંબી મંઝિલ કાપવી પડશે.

આ પણ વાંચો : મોટા દીકરાના લગ્ન બાદ જુદા રહેવાથી બીજાના લગ્ન માટે ચિંતા થાય છે

સિગારેટની તલપ લાગવાને કારણે બેચેની અને વ્યગ્રતા અનુભવાય અને જો એમ છતાં તમે નિકોટીન બૉડીને ન આપો તો શરૂઆતમાં માઇલ્ડ ડિપ્રેશન જેવું લાગે. હાલમાં ઉત્તેજનામાં ઘટાડો જણાય છે એ ટેમ્પરરી છે. વ્યસન છોડવા ઉપરાંત તમે ઍક્ટિવ જીવનશૈલી અપનાવો. રોજ એક કલાક કસરત કરો અને હેલ્ધી ડાયટ લેવાનું રાખો. એમ કરવાથી આપમેળે બૉડીમાં પૉઝિટિવ ઊર્જા પેદા થશે અને આ કપરો સમય સહેલાઈથી નીકળી જશે. નિયમિત કસરત કરવાનું રાખો જેથી તમારા ત્રણ મહારોગો પણ કાબૂમાં રહે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK