પત્ની સાથે ઉત્તેજનામાં ઉણપ વર્તાય છે પણ જૂની GF સાથે નહિ, શું કરું?

03 July, 2019 11:22 AM IST  |  મુંબઈ ડેસ્ક | ડૉ. રવિ કોઠારી - સેક્સ-સંવાદ

પત્ની સાથે ઉત્તેજનામાં ઉણપ વર્તાય છે પણ જૂની GF સાથે નહિ, શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સેક્સ-સંવાદ

સવાલ : મારી ઉંમર 34 વર્ષની છે. મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. આમ જોવા જઈએ તો બે સંતાનોનો સુખી પરિવાર છે. લગ્ન પહેલાંની મારી ગર્લફ્રેન્ડ સાથે હમણાં ફરીથી સંબંધો બંધાયા છે. મૅરેજ પહેલાં પણ અમારા સંબંધ હતા અને લગ્ન પછી છૂટી ગયા. પત્ની સાથે મને ક્યારેય તેના જેટલો સંતોષ અને આનંદ નહોતો અનુભવાતો. ઘણાં વર્ષો પછી જૂની ગર્લફ્રેન્ડ પાછી મળતાં અમે બન્નેએ ફરી સંબંધ શરૂ કર્યા છે. શરૂઆતમાં તો વાંધો ન આવ્યો, પણ હમણાંથી મને વહેલું સ્ખલન થવા લાગ્યું છે. મેં એકાંતમાં હસ્તમૈથુન દરમ્યાન સ્ખલન રોકવાની ટેક્નિક વાપરવાની કોશિશ કરી તો એ વખતે શીઘ્રસ્ખલન નથી થતું. ગર્લફ્રેન્ડ સાથે હોઉં ત્યારે જ થાય છે. એટલું જ નહીં, પત્ની સાથે સેક્સ દરમ્યાન ઉત્તેજનામાં કમી હોય એવું ફીલ થાય છે. ઇન્દ્રિય જોઈએ એટલી સખત નથી થતી.

જવાબ : મને લાગે છે કે તમને અત્યારે જે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ સર્જાઈ છે એનું મૂળ કારણ શારીરિક નથી, માનસિક છે, કેમ કે તમે જ્યારે એકાંતમાં હસ્તમૈથુન કરો છો ત્યારે સ્ખલનને કન્ટ્રોલમાં રાખી શકો છો. મૂળે પત્નીને ખબર ન પડે એમ જ્યારે તમે અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતા હો ત્યારે મનમાં એક ગુનાહિત લાગણી પણ હોય. કોઈ જોઈ જશે અથવા તો લોકોને તમારા સંબંધોની ખબર પડી જશે તો એ ભય તમને જંપીને બેસવા દેતો નથી. કદાચ મનની આ વૃત્તિ બળવત્તર થતી જતી હોવાથી તમને ગર્લફ્રેન્ડ સાથે હો ત્યારે જ શીઘ્રસ્ખલનની સમસ્યા થાય છે.

આ પણ વાંચો : મૅસ્ટરબેશન કરવાને કારણે હાઇટ વધતી અટકી પડી, હવે વધશે?

જોકે વ્યક્તિ જ્યારે કોઈક ચીજ છુપાવીને કરવાની કોશિશ કરતી હોય ત્યારે મનમાં હીન ભાવના અથવા તો હું કંઈક ખોટું કરું છું એવો ડર સતાવ્યા કરે છે. આ ડર અને હીનતાને કારણે માનસિક તકલીફ ઊભી થાય છે. આ માનસિક સંતાપની સીધી અસર સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પર પડે છે. ઇન્દ્રિય ઉત્થાનની સમસ્યા પણ એનું જ કારણ છે.

columnists sex and relationships life and style