ડિલિવરી પછી પત્નીને જાતીય સંબંધો માટે પાછી મૂડમાં લાવવા માટે શું કરવું?

16 September, 2020 06:25 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

ડિલિવરી પછી પત્નીને જાતીય સંબંધો માટે પાછી મૂડમાં લાવવા માટે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારે જાણવું છે કે ડિલિવરી પછી પત્નીને જાતીય સંબંધો માટે પાછી મૂડમાં લાવવા માટે શું કરવું? મારી વાઇફ ડિલિવરી પહેલાં સેક્સલાઇફમાં સારીએવી ઍક્ટિવ હતી, પણ એ પછી તેનું મન સમાગમમાંથી સાવ જ ઊઠી ગયું છે. જાણે તે મને પ્રેમ કરતી જ નથી. મારા મિત્રોને પણ તેમની પત્નીઓ સાથે લગભગ આવો જ અનુભવ થાય છે, પરંતુ તેમનો આ ફેઝ બહુ નાનો રહ્યો છે. પહેલા બાળક પછી મારી લવલાઇફ ઘણી શુષ્ક થઈ ગઈ છે. હવે પાછું મારી વાઇફને બીજા બાળકની ચાનક ચડી છે. તો શું બાળકના જન્મ પછી પત્નીને સેક્સમાં જે થોડીઘણી રુચિ રહી છે એ પણ ઊડી ગઈ તો? શું પ્રેગ્નન્સી દરમ્યાન દરેક મહિલા સાથે આવું થાય છે કે પછી મારી વાઇફની કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે?
જવાબ- સ્ત્રીઓના જીવનમાં પ્યુબર્ટી, પ્રેગ્નન્સી, ડિલિવરી, સ્તનપાનનો ગાળો અને મેનોપૉઝનો સમય આ એવા તબક્કાઓ છે જેમાં તેમના શરીરમાં અંતઃસ્રાવોની જબરી ઊથલપાથલ થાય છે. આ તબક્કાઓ દરમ્યાન હૉર્મોન્સમાં અસંતુલન હોવાને કારણે તેને સમાગમ પ્રત્યે એટલો રસ ન રહે એવું બની શકે છે, પરંતુ તમે કહો છો એવું ન હોય. બાળકના જન્મ પહેલાં સ્ત્રીનો બધો જ સમય અને પ્રેમ તેના પતિ માટે હતો, પરંતુ બાળકના આવ્યા પછી સમય અને પ્રેમ વહેંચાઈ જાય છે. સ્ત્રીનો જે પ્રેમ પહેલાં માત્ર પુરુષ માટે હતો એ વ્યક્ત કરવાનું કમ થાય છે, પણ દિલમાં એટલો જ પ્રેમ હોય છે.
તમારા મગજમાં પ્રેમ એટલે સમાગમ અથવા તો પત્ની સમાગમ માટે તરત તૈયાર થઈ જાય એ જ હોય તો એ તમારી ભૂલ છે. પુરુષ અને સ્ત્રીના પ્રેમમાં એક બારીક, નાજુક છતાં મહત્ત્વનો ફરક છે. પુરુષ પ્રેમ આપે છે સેક્સ મેળવવા માટે અને સ્ત્રી સેક્સ આપે છે પ્રેમ મેળવવા માટે.
માતૃત્વના સંતોષથી અને જવાબદારી વધતાં કદાચ પત્નીને શારીરિક સંબંધો માટે ઓછો રસ પડે તો એ સમયે પતિની જવાબદારી છે કે તેની જવાબદારીઓ શૅર કરો. બાળક થોડું મોટું અને જવાબદારીવાળું થઈ જશે ત્યારે ફરી તમને જોઈતો પત્નીનો પ્રેમ પાછો મળી જશે. સ્ત્રીના જીવનમાં આવતા હૉર્મોનલ ઊથલપાથલના સમયગાળા દરમ્યાન તેને પૂરતો સાથ અને હૂંફ આપશો તો અંતરંગ જીવનમાં પણ રસ રહેશે અને સંબંધો પણ વધુ મજબૂત થશે.

dr ravi kothari columnists